જાગીને જોઉ તો——-૬

અકસ્માત પછીની કરૂણ કથની
———————
નંબર તો લીધો પણ હવે શું? તરત મુંબઈ ફોન કરી ખબર આપ્યા. કઈ હોસ્પિટલમાં લઈ

જશે તેની જાણ કરીશું કહીને ફોન મૂક્યો.મીના અને મહેશ જે ગોવા લગ્ન પછીની પાંચમી

વર્ષગાંઠ ઉજવવા આાવ્યા હતાં. બંને બાળકોને હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ કર્યાં.

તેમની પરિસ્થિતિ જોઈ છોડીને જવાનું દિલ ન થયું. ડૉક્ટરને કહ્યું ‘અમે જવાબદારી લઈશું’.

આવી વ્યક્તિ અજાણ્યા શહેરમાં મળવી દુર્લભ હોય. ખબર નહી એમના દિલમાં રામ વસ્યા.

કહે પૈસાની ચિંતા ન કરતાં બને તેટલી ત્વરાથી યોગ્ય સારવાર આપવાનું જણાવ્યું. આ

બંનેની હાલત જોઈને તેમનું હ્રદય પિગળી ગયું હતું. બન્ને જુવાનિયા સુખી કુટુંબના જણાતા

હતાં. અરે, જે પણ હોય ? માનવતાની દૃષ્ટિએ આવી હાલત જોઈને કોઈ પણ સામાન્ય વ્યક્તિ

આંખ આડા કાન ન કરી શકે.

ગોવાની હોસ્પિટલમાં સ્વાભાવિક છે મુંબઈ જેવી તત્કાલ સારવાર શક્ય ન હોય. પણ જે

ગણો તે રોહનના નસિબ બે આંગળ ટુંકા નિકળ્યા. એક પણ ઓક્સીજનની ટાંકી હોસ્પિટલમાં

હતી નહી. તેમણે બીજી હોસ્પિટલમાંથી મંગાવી. આવતાં આવતં બે કલાક ઉપરનો સમય

નિકળી ગયો.

બેભાન રોનક ચારેક કલાક પછી ભાનમાં અવી. સદમાને કારણે ડૉક્ટરે તેને ઉઠવાની ના

પાડી. રોહન બાજુના રૂમમા છે તેમ કહી તેને સાંત્વના આપી. સવારે મળવા જજે એમ

જણાવી ઉંઘવાની દવા આપી તેને સુવાડી દીધી. રોહન બે કલાક ઓક્સિજન વગર રહ્યો.

જ્યારે આપવામાં આવ્યો ત્યાં સુધીમાં જે ખરાબી થવાની હતી તે થઈ ગઈ હતી. ઓક્સિજનના

અભાવે મગજને ભયંકર નુક્શાન પહોંચ્યું હતું. તે શરૂઆતના તબક્કે સામાન્ય માનવીના સમજની

બહારની વસ્તુ છે.

લગભગ આઠેક કલાક પછી રોહનના પિતા મુંબઈથી ચાર્ટર્ડ વિમાન લઈને આવી પહોંચ્યા..

પેલા અજાણ્યા માનવીનો હ્રદય પૂર્વક આભાર માન્યો. રોહનની હાલત ગંભિર હતી. વધુ

સમય બગાડ્યા વગર બને તેટલી ઝડપથી ટેક્સી એરપોર્ટ તરફ મારી મૂકી. ચાર્ટર્ડ

પ્લેનમાં રોહનને લઈને મુંબઈની “બોમ્બે હોસ્પિટલમાં” દાખલ કર્યો.

રોહનને કશું જ ભાન ન હતું. સ્કૂટર ભિંત સાથે અથડાયું અને’ રોનક કેમ છે? ‘ તેની હાલત

જાણ્યા પછી ક્યારે ભાન ગુમાવ્યું , પેલાં સજ્જન અને સહ્રદયી યુગલે શી મદદ કરી

કશી જ તેને ખબર ન હતી. આઠેક કલાકે જ્યારે મુંબઈ આવી હોસ્પિટલમાં દાખલ થયો

ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તેના મગજને પારાવાર નુકશાન પહોંચ્યું હતું. મગજને

ઓક્સિજનનો પુરવઠો સમયસર ન મળ્યો તેને કારણે ન ક્લ્પી શકાય તેવું નુકશાન

પહોંચ્યું હતું. નિષ્ણાત ડૉક્ટરોની વાટઘાટ અને વિચારણાને અંતે મગજનું ઓપરેશન

કરવાનું નક્કી થયું. જે ખૂબ નાજૂક હતું પણ તેના વગર કોઈ ઈલાજ પણ ન હતો.

રોહન હોસ્પિટલના પલંગ પર સુતો હતો. પહેલો વર્ગ હતો તેથી સુવિધા ઘણી સુંદર હતી.

મુંબઈ, હોંશિયાર ડૉકટરો માટે જાણિતું શહેર છે. રોહનનો કિસ્સો ઘણો ગંભિર હોવાથી ચારેક

ડૉક્ટરો મસલત કરી રહ્યા હતાં. બધા એક વાત પર સંમત થયા કે બની શકે એટલું જલ્દી

મગજનું ઓપરેશન કરી તેમાં થતું વધારે નુકશાન રોકવું. રોહન કોમામાં હતો! ડોક્ટરોને

ખબર હતી કે આ ગંભિર અકસ્માત માટે માત્ર સ્કૂટરની ઝડપ જવાબદાર નથી ! રોહનને

લોહી નિકળ્યું ન હતું. મગજ અંદર કેટલું હચમચી ગયું છે યા સોજો કેટલો આવ્યો છે કશું

જ કહી શકાય નહી. સ્કૂટરની ઝડપ ‘૩૦ કિ.મિ’. હતી પણ ભિંતની ‘૦’ હતી.જેને કારણે

મગજના નરમ ટિસ્યુ ખોપરીના કઠણ હાડ કાં સાથે ભટકાયા. પરિનામે લોહીની રક્તવાહિનીઓ

ફાટિ અને લોહી મગજના વિસ્તારમાં કોઈ પણ રોકટોક વગર બધી દિશામાં પ્રસરી ગયું. જેવી

રીતે બંધના ટૂટવાથી પાણી સારા નગરમાં ફરી વળે. ખોપરીનાં હાડકાં ખૂબ મજબૂત હોય જેનામાં

સ્થિતિસ્થાપકતા ન હોય . તેથી મગજના નાજૂક ‘ટીસ્યુ’ દબાણને કારણે કામ કરતાં અટકી જાય.

તેને પરિણામે વ્યક્તિ મૃત્યુ પામે યા કોમામાં સરી જાય. અકસ્માત દરમ્યાન પહેલાં તે આગળ

અને પછી પાછળ ફંગોળાયો હતો. રોહનને શરૂઆતના તબક્કામાં ખબર ન પડી પણ પછીતે

કોમામાં સરી ગયો. રાજેશ” રોહનને લઈ ‘ચાર્ટર્ડ પ્લેનમાં ” મુંબઈ આવ્યોઅને બોમ્બે-

હોસ્પિટલમાં દાખલ કર્યો.આઠથી નવ કલાકનો સમય પસાર થઈ ગયો.

રોનક બે દિવસ પછી તેના માતા પિતા સાથે મળવા આવી. સ્કૂટર પરથી પડ્યા પછી

તેને વાગ્યું હતું તેનો દુખાવો નહિવત થઈ ગયો હતો. તેને તો ચિંતા હતી ,રોહનની!

હોસ્પિટલમાં તો માણસોનો મેળો ભરાયો હતો.જેને ખબર પડી તે બધા ખબર કાઢવા

આવતા.સારું હતું કે ‘બોમ્બે હોસ્પિટલ’માં સાંજના ૪થી ૭, લોકો આવી શકે. રોહનના

માતા પિતા ખાસ કોઈને મળતા નહી. બેંગ્લોરથી રોહનના દાદા અને દાદી સમાચાર સભળી

વિમાનમાં આવી પહોંચ્યા હતાં.

હાલત ખૂબ ગંભીર હતી. રોહન જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. રાજેશ

અને રીનાએ કમર કસી. પાણીની જેમ પૈસા વહાવવાની તૈયારી બતાવી. દીકરા માટે

માવતર જાન આપવા પણ તૈયાર હોય. ઓપરેશન થયું. લગભગ દસ કલાક ચાલ્યું.

કાંઈજ ખબર પડતી ન હતી કારણ ખબર હતી, રોહનને ગોવામાં ઓક્સિજન ખૂબ મોડો

મળવાથી તેના મગજને અનહદ નુકશાન થયું હતું. રીના અને રાજેશ સાનભાન ગુમાવી

બેઠાં હતાં. સારું હતું કે રીયા અને રોય ખડે પગે મમ્મી તથા પપ્પાનો ખ્યાલ રાખતાં અને

ડોક્ટરો સાથે બધે પપ્પાની સાથે રહેતાં. રીનાએ કેટલી માનતા રાખી.નાના,નાની, દાદા,

દાદી સહુ અવાચક થઈ ગયા હતા. દાદીના કહેવાથી મૃત્યુંજયના પાઠ કરાવ્યા. ઘરના સર્વે

સિદ્ધિવિેનાયક ૧૧ વખત ઉઘાડે પગે ચાલીને દર્શન કરી આવ્યા. શું કરીએ તો રોહન પાછો

ભાનમાં આવે અને હસતો ખેલતો થાય બસ એજ તમન્ના હતી. શ્રીનાથજીના મંદિરમાં રાજભોગ

કરાવી પ્રસાદ ગરીબ બાળકોને પેટ ભરી ખવડાવી તેમની આંતરડી ઠારી.

રાજેશ અને રીના સાવ ડઘાઈ ગયા હતાં. એવી ઉલઝન વાળો કિસ્સો હતો જેમાં કાંઈજ

સમજ ન પડે. રોય નો એક દોસ્ત અમેરિકામાં ‘ન્યુરોલોજીસ્ટ” હતો. તેને બધી

પરિસ્તિતિથી વાકેફ કર્યો. ડોકટરો સાથે તેને સીધો સંપર્કમાં રાખ્યો હતો જેથી થોડી

રાહત લાગી . ડૂબતો માણસ તરણું ઝાલે’ ઉક્તિ પ્રમાણે દોરા, ધાગા વિ.બધા

પ્રયત્નો રીના આદરી રહી હતી.

ડૉક્ટર અને નર્સ જ્યારે પણ ખબર આપે ત્યારે તેમની દાક્તરી ભાષા સમજવામાં તકલિફ

પડતી. તેમની સાથેને વાતચીતથી સંતોષ થવાને બદલે વધારે ચિંતા થતી !

એમ. આર. આઈ કરાવ્યું. સી.ટી સ્કેન કર્યું. ત્રણ મોટાં ઓપરેશન થયાં. કોઈ ફરક

જણાયો નહી. રીલીફ વાલ્વ પણ મૂકી જોયો જેથી મગજ પર આવેલું દબાણ કાબૂમાં આવે.

જુવાન જોધ ‘રોહન’ ખાટલે પડ્યો હતો. કોઈ પણ દિશાએથી આશાનું કિરણ દૃષ્ટિ ગોચર

થતું ન હતું. ઓપરેશન કર્યા પછી શું એ પ્રશ્ન ગહન હતો ?

રોહનના મગજને કેટલું નુકશાન પહોંચ્યું છે તે જાણવા ડૉક્ટરોએ આકાશ પાતાળ એક કર્યા.

પરિસ્થિતિ વણસતી ન હતી એ શુભ સમાચાર હતા. કોઈ પણ ભોગે રોહન ‘જીવિત’ હતો

એનાથી વધારે ખુશીના સમાચાર શું હોઈ શકે ! સુંદર દેખરેખ અને વહાલસોયા વાતાવરણમાં

બે મહિના નિકળી ગયા. ડૉક્ટરોએ જણાવ્યું આ હાલ કેટલો વખત રહેશે તેને માટે કશું જ કહી

શકાય તેમ નથી.

ઉપાય ખૂબ લાંબો અને તેનું પરિણામ આવતાં ધિરજ ધરવી આવશ્યક હતી.રાજેશ અને

રીનાએ ડૉક્ટર સાથે વાત કરી. ગયા અઠવાડિયે રોયનો મિત્ર અમેરિકાથી આવ્યો હતો.

તેનો અભિપ્રાય પણ એવો હતો કે ‘રોહનને’ ઘરે લઈ જવો અને જરૂર પડ્યે ડૉક્ટર

આવી તેને તપાસે. જે સારવાર હોસ્પિટલમાં થઈ રહી છે તે ઘરે આપવી મુશ્કેલ ન હતી.

હોસ્પિટલના ૨૪ કલાકના નર્સ તથા વૉર્ડ- બોય ઘરે કામ કરવા તૈયાર હતા.

રોહનને કશી જ જાણ ન હતી. તે ક્યાં છે થી માંડી શું ચાલી રહ્યું છે .કોઈ પણ વાતાવરણની

અસર યા ગંધ સરખી તેને ન હતી. તે તો ખાટલે બેભાનપણે સૂતો હતો. શું ખબર કઈ

દુનિયામાં વિહરતો હશે. બે મહિના સુધી ખાટલે હોસ્પિટલમાં હતો. સારામાં સારી દેખરેખ

અને મોંઘાદાટ ડોક્ટરોની અવરજવર કાંઈ ફરક પડ્યો નહી. અંતે નિર્ણય લીધો કે ઘરમાં

તેની બધી સગવડ સચવાય તે પ્રમાણેની સારવારની વ્યવસ્થા કરવી. રોહનના કમરાની

સિકલ ફરી ગઈ. જેનાથી રીના પોતાના દીકરાની સરસ દેખભાળ કરી શકે.

રોજના હોસ્પિટલના ચક્કર બંધ થાય. રોહનને મનગમતાં ફળોનાં રસ, સૂપ , વિ.

બનાવી તેને ખુશ રાખી શકે. રોહનને તો કશી જ ખબર નહતી.

આજે રોહન ઘરે આવ્યો . રીયા , રાજેશ અને રીના ખુશ હતા. ગોવા જવા માટે નિકળ્યા

પછી આજે દીકરો ઘરે પાછો આવ્યો હતો——–

રોહનના અકસ્માત પછી તેની દુનિયામાં ખાસ ફરક પડ્યો ન હતો. અનજાણ રોહન કશું જ

સમજી શકવાની હાલતમાં ન હતો. રીના અને રાજેશની દુનિયામાં ભયંકર ભૂચાલ આવ્યો

કળ ક્યારે વળશે તેની જાણ માત્ર ઉપરવાળાને ખબર હતી.રીયા અને રોય સમજી ન શકતા

કે શું આ ખરેખર હકિકત છે. નાના અને નાની, દાદા અને દાદી સ્તબ્ધ બનીને સત્ય

સ્વિકારવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં.સહુની વાચા હરાઈ ગઈ હતી. આંખોનું નૂર ઉડી ગયું હતું.

સત્ય આંખ સામે નગ્ન દશામાં તાંડવ ખેલી રહ્યું હતું. નિરાધાર દશામાં ડૉક્ટરોને સહારે જીવી

રહ્યા હતા.કશું જ કરી શકવાની અસમર્થતા હૈયુ કોરી ખાતું હતું. લાચારીનું સામ્રાજ્ય ફેલાયેલું

જોઈ અંતર વલોવાતુ હતું. બસ હવે ધિરજ ધરવાની અને પ્રાર્થના કરવાની!

2 thoughts on “જાગીને જોઉ તો——-૬

 1. નાના અને નાની, દાદા અને દાદી સ્તબ્ધ બનીને સત્ય

  સ્વિકારવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં.સહુની વાચા હરાઈ ગઈ હતી. આંખોનું નૂર ઉડી ગયું હતું.

  સત્ય આંખ સામે નગ્ન દશામાં તાંડવ ખેલી રહ્યું હતું. નિરાધાર દશામાં ડૉક્ટરોને સહારે જીવી

  રહ્યા હતા.કશું જ કરી શકવાની અસમર્થતા હૈયુ કોરી ખાતું હતું. લાચારીનું સામ્રાજ્ય ફેલાયેલું

  જોઈ અંતર વલોવાતુ હતું. બસ હવે ધિરજ ધરવાની અને પ્રાર્થના કરવાની!
  A Chapter of a Navalkatha ends here….
  The story is continued as the 6th part, which decribes the person with the Head injury & the hurt in the Family.
  Long term care & the hope for the recovery with the prayers…..
  The next Chapter will tell us more…..
  Nice, Pravinaben !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hoping to see you for the NEW POST !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: