જરા વિચારી જુઓ

30 09 2012

પ્રેમ આપી વિદાય લીધી હોય એવા સર્વ સ્નેહી જનોને

શ્રદ્ધાપૂર્વક પ્રણામ.

તેમના ચિંધેલ રાહ ઉપર ચાલવાનો નમ્ર પ્રયાસ.

તેમની યાદના દિવામા પ્રેમનું તેલ પૂરી શ્વાસની વાટ જલાવી.

ચોમેર તેમની આહટની સુગંધ પ્રસરી રહી.

ક્યાંથી નામ ગણાવું.

ના બસ તેમને હૈયામાં જડાવું.

—————————-

ઈચ્છા, આશા, અપેક્ષા, મનોરથ, કોડ, મહત્વકાંક્ષા

આ બધાં પુરુષાર્થ વિના જીવનકોષના નહીં

પણ જોડણીકોષના નિર્જીવ અને અર્થહીન શબ્દો છે.

જગ વિદિત છે’પુરૂષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે.————-
***
કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસ એમાં રાગદ્વેષના હાંસિયા

દોરતો હોય છે.જે માણસ હાંસિયા નથી દોરતો એ કદીય હાંસીપાત્ર નથી થતો.

હાંસિયાની જરૂરત નિબંધ યા નામુ લખવા માટે જરૂરી છે .જીવનના કાગળ પર નહી

જીવનના કાગળ ઉપર કર્મ,વચન અને વિચારની શ્યાહી વડે

યોગ્ય લખાણ લખાય તે હિતાવહ છે.———–

***
બગાસું એ કંટાળાનું જાહેરનામું છે.

તેના તરફ દુર્લક્ષ્ય આપો બંધ થઈ જશે—————-
***
બિચારો પુરુષ, સંયુક્ત કુટુંબ હોય અને એ પત્નીનો પક્ષ લે તો એ ઘાઘરાઘેલો ગણાય

અને માબાપનો પક્ષ લે તો માવડિયો ગણાય.

” જે તટસ્થ રહી મૌન સેવે તે જીંદગીમાં સુખ અને શાંતિને વરે.”

પોતાનું સ્વત્વ ગિરવે ન મૂકે !

***
પૈસાની જરૂરિયાત જીવનમાં છે જ; પણ એટલી હદે નહીં

કે આખું જીવન બિનજરૂરી થઈ જાય…

વિવેક બુદ્ધિ ત્યાં અગત્યનો ભાગ ભજવે છે.

***
ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાક લાગે એને વૃધ્ધાવસ્થા કહેવાય.

દરેક પરિસ્થિતિમાં પ્રવૃત્તિ ખોળી કાઢે તેને યોગ્ય અવસ્થા કહેવાય,——

***

સુખ એ ચુંબન જેવું છે. જ્યારે કોઈને આપો છો ત્યારે જ એની પરાકાષ્ઠા અનુભવો છો.

જ્યારે કોઈ આપે છે ત્યારે ગુંગળામણ યા દુઃખનો અનુભવ થાય છે.
***
મહોલ્લાના મવાલીની જેમ લડતાં કે શેરીના કૂતરાની જેમ ભસતાં દંપતીઓને

બાળક પર આની શી અસર થશે એનો કેમ વિચાર નહીં આવતો હોય ?

મવાલી અને કૂતરા હંમેશા પોતાને જ મહત્વના માને છે. અનુભવે પણ શિખતા નથી

બાકી બંનેના જીવન નિરર્થક છે ——

***

જેને કશું જોઈતું જ ન હોય એને તમે છેતરી કેમ શકો ?

અપેક્ષા વગરના માનવને સદા સર્વદા છેતરાવાનો ભય હોતો જ નથી———–

,


ક્રિયાઓ

Information

4 responses

30 09 2012
Devika Dhruva

very very nice.

1 10 2012
Raksha

We nave to live with inspiring and loving memories………….

1 10 2012
1 10 2012
Satish Parikh

Very inspiring quotes, but very hard to digest and live with.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: