મિલનની આશ નથી**

6 10 2012

વ્યથાની કથામાં કોઈ માલ નથી
હ્રદયને હવે કશામાં પ્યાર નથી

જીંદગી હવે લાગી નિરાશ નથી
દિલે નાદન શાને હજી કરાર નથી

અનંતની વાટમાં સંતૃપ્ત રહી છું
સ્મસ્ત જીંદગી પ્રભુ કૃપા સમજુ છું

પ્રતિક્ષા કરવાની આદત રહી નથી
વમળમાં ઘુમી શાંતિ હૈયે ભરી નથી

છે કહાની હર દિનની નવિન નથી
ફફડતા હોઠ રટે નામ તે નવુ નથી

કહે કોણ તમારી યાદ દિલમા નથી
એષણા વર્ષાને રિમઝિમે ભિંજાઈ નથી

યુગોની ખ્વાહિશ છે પાગલ થઈ નથી
ચિર પ્યાસ છે તૃપ્તિ કદી થનાર નથી

‘પમી’ વ્યથામાં વિતાવી છે જીંદગાની
જીવન અંત સામે મિલનની આશ નથી

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

7 10 2012
Navin Banker

કોણ કહે છે કે વ્યથામાં માલ નથી ? કથામાં ઘણો માલ છે..
આપ એક બાજુ કહો છો કે- ‘અનંતની વાટમાં સંતૃપ્ત રહી છું’ અને આગળ કહો છો કે વમળમાં ઘુમી શાંતિ હૈયે ભરી નથી’. એવું કેમ ? જે સંતૃપ્ત હોય એને અશાંતિ ક્યાંથી હોય ? અને…સંતૃપ્ત થયા પછી પાછા કહો છો કે -‘ ચિરપ્યાસ છે તૃપ્તિ કદી થનાર નથી’. શ્રીરામ…શ્રીરામ..
‘પ્રતિક્ષા કરવાની આદત રહી નથી ‘ પછી મિલનની આશ ક્યાંથી રહે ?
કાવ્ય સરસ છે પણ વિચારોની એકસુત્રતા જળવાઇ નથી. થોડુક મઠારો. લખાણ વધુ સુંદર બનશે.

નવીન બેન્કર
૬ ઓક્ટોબર ૨૦૧૨

10 10 2012
raksha patel

કડી નાં રાખું આશા પછી કોણ કરે મને નિરાશ! અચાનક મળી જાય ત્યારે મળતો આનંદ અનેરો હોય છે!
રક્ષા…………..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: