આપકે પાસ ક્યા હૈ ?

13 10 2012

“મેરે પાસ સાસુમા હૈ”. આ કોઈ હિંદી સિનેમાનો સંવાદ નથી. પૂછી જુઓ

પેલા સડક છાપ ‘વડેરાને”.શું એની પાસે તાકાત છે ઈન્કાર કરવાની? અરે,

એની શું વાત કરો છો આજ કાલના યુવાનિયાઓને પણ આ એટલી જ લાગુ

પડે છે! જોકે વડેરાએ તો સાસુમાની લાગવગથી ભારતનું નિકંદન કાઢવાની

પ્રતિજ્ઞા લીધી છે. તેની સરખામણીમાં બીજા કે જેમની પાસે “સાસુમા” છે એ

મગતરાં લાગે!

એક વાત યાદ રહે મરકી અને કોલેરા ‘હાથી’ ફેલાવતાં નથી ! આવા મગતરાં

અને મચ્છર તેનો ઉપદ્રવ ફેલાવી લાખો લોકોના જાન લેવા શક્તિમાન છે.

‘મા’ નામની વંદનિય નારીને ‘સાસુમા’ નામનું ગ્રહણ કોઈ વિપરિત પરિણામ

ન લાવી શકે! ગ્રહણ તે ભલે ચંદ્રને અભડાવે કે સૂર્યને કેટલો સમય ? આખરે તો

ગ્રહણ દાન આપવાથી છૂટે છે.અંહી બાળપણનું દૃષ્ય આંખ આગળ તાદૃશ થાય એ

સ્વાભાવિક છે. “માઈ,દે દાન છૂટે ગ્રહણ”. ઘરની બારી ખોલી તેમાંથી જૂના કપડાં

નાખતા અને નીચે બોલનારના હાથમાં પડતાં.

વાત હતી વડેરા પાસે સાસુમા છે. આ વડેરા માનવ છે કે પછી ? શું તેની પાસે

‘સાસુમા’ સિવાયની અન્ય કોઈ ગુણવત્તા ખરી? એ જાણવું જરૂરી છે, મા અને

સાસુમામાં આસમાન અને જમીનનો તફાવત છે.’મા’ દયાની મૂર્તિ, ‘સાસુમા’

સ્વાર્થની. ‘મા’ ત્યાગ અને કરુણા સભર, ‘સાસુમા’મા આ બંનેનો સંપૂર્ણ અભાવ.

‘મા’ નવ મહિના ઉદરે પોષી સંસ્કાર સિંચ્યા,;સાસુમા’એ તૈયાર વૃક્ષને પાંદડે પાણી

પિવડાવી ફળ આરોગ્યા.

જનની જણતો એવો જણ કાં દાતા કાં શૂર

નહી તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર

વડેરા માટે શું કહીશું—

સોનિયા લાવતો એવો જમાઈ વડેરા નહી ઢંઢેરા

નહી તો દીકરી રાખ કુંવારી હિંદની બલિહારી.

ચાલો ત્યારે જેની પાસે સાસુમા છે તે સર્વે આનંદો. જે વાંઢા છે તેઓ કામે લાગો.

જેમને હયાત નથી તેઓ લમણે હાથ રાખી પોક મૂકો !

Advertisements

ક્રિયાઓ

Information

One response

19 10 2012
manvant patel

KUCHH BHI NAHI !….THX……M.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: