જગીને જોંઉ તો ધારાવાહિક =======૧૦

સમાધાન—–
લગભગ ચાર વર્ષના વહાણાં વાઈ ગયા. રોહનના હાલમાં કોઈ ખાસ નોંધનિય ફરક જણાતો

ન હતો. રાજેશ અને રીના ખૂબ ઉત્સાહ પૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે’ ક્યારે દીકરો આંખો

મિલાવીને કહે, ‘મમ્મીજો હું સાજો નરવો થઈ ગયો છું.’અરે એટલું બધું નહી ને માત્ર

મમ્મી, પપ્પા બોલે તો પણ ઘણું હતું.’ ખેર હૈયે ધિરજ ધારી હતી. ડૉક્ટરોની સલાહ

મુજબ બધાજ ઉપચાર ચાલુ હતા. ડૉક્ટર હંમેશા એક વાત ઉપર ભાર મૂકતા તેના

‘મગજને સમયસર ઓક્સિજન નહી મળવાથી જે નુકશાન થયું છે તેના વીશે કાંઈ પણ

કહેવું ઉચિત નથી.’બસ ધિરજ ધરવાની અને શ્રદ્ધા રાખવાની. પ્રયત્ન આપણે સઘળાં

કરી રહ્યા છીએ.માત્ર કર્મ કરવું આપણા હાથમાં છે!

પતિ પત્નીએ પરિસ્થિતિનો સ્વિકાર હસતે મુખડે કર્યો હતો. ઇંતજારી અને ચિંતા

બંનેથી દૂર રહી સઘળાં પ્રયત્નો કરી રહ્યા હતાં. બંને જણાને વિશ્વાસ હતો કે ચમત્કાર

થાય તો જ રોહન પાછો આવે. કર્મનિષ્ઠ બની બધાજ પ્રયાસો જારી હતા. જેને કારણે

બધા નિર્ણયો શાંત ચિત્તે કરી શકતા. સમતા જાળવી પુત્રને કાજે બધી દિશાઓમાં પ્રયાસ

ચાલુ હતા. રાજેશ અને રીના ઘરમાં સાથે હોય ત્યારે હંમેશા રોહનની બાજુમાં બેઠા હોય.

તેની પુરાની વાતો કરી દિલ બહેલાવતાં હોય. રોહનની વિતેલી જીંદગીના રમૂજ ભરેલાં

પ્રસંગો પર બંને જણા હાસ્યની છોળો ઉડાડે અને કહે, રોહન બેટા તને આ બધું યાદ છે ને ?

રીયા દર અઠવાડિયે રોય સાથે ભાઈલાની મનગમતી ઢેર સારી વસ્તુઓ લઈને

આવે .તેને પહેરાવે અને ફોટા પાડે. ભલેને રોહન તેનો વળતો કોઈ જવાબ ન આપે.

પોતે ખુશ થાયને તાળીઓ પાડી ઉઠે. રક્ષાબંધનને દિવસે બની ઠનીને આવી.કુમકુમનો

ચાંદલો કર્યો આરતી ઉતારી અને તેને ભાવતી અંગુર રબડી ખવડાવી.ભાઈલાની કલાઈ

પર પ્રેમેથી રક્ષા બાંધી.

તેનો વહાલો નાનો ભાઈ ક્યાં કોઈ પણ પ્રતિક્રિયા કરવા સમર્થ હતો ? જાણતી હતી તેનું

અંતર વલોવાતું પણ આંસુ છુપાવી હોઠ પર સ્મિત રેલાવતી.પપ્પાએ જ્યારે કવર હાથમાં

થમાવ્યું ત્યારે આલિંગન આપતાં બોલી ,’પપ્પા જે દિવસે રોહન આપશે ત્યારે જો તમારી

સઘળી મિલકત પણ આપશે તો લઈશ ! મારા વીરાના હાથે જ મને ખપે !’

રાજેશ અને રીના કશું જ બોલ્યા નહી અને જમવા બેઠાં.રમા પણ રોહનને પ્રેમથી

જમાડતી હતી.

રોહન,પોતાની દુનિયામાં હતો.હમણાં ચારેક દિવસથી આંખ ખોલી બધું જોતો પણ તેને

કશું પરિચિત લાગતું નહી !રોહનના દિવસનો કાર્યક્રમ એકદમ નક્કી હોય.સવારનું નિત્યક્રમ

પુરું થાય એટલે નાહીને તૈયાર થયેલો રોહન કનૈયા કુંવર જેવો લાગે. તેના માટે તાજાં

ફળોનો રસ , નિત્ય નવિન વાનગી અને કેસર બદામનું દુધ. પ્રમાણ થોડું હોય પણ પૌષ્ટિક.

આખો વખત પલંગ પર હોય તેથી રીના કાળજી પૂર્વક તેના માટે સવાર, બપોર અને સાંજનું

ખાવાનું તૈયાર કરતી. તેની સાથે પ્રેમ પૂર્વકનો વાર્તાલાપ તો લગભગ નિત્યનો ક્રમ થઈ

ગયો હતો.

ફિઝિકલ થેરપિસ્ટ આવે , સ્પીચ થેરપિસ્ટ આવે ત્યારે રીના તેનું બરાબર ધ્યાન રાખે.

તેની પ્રગતિ સંતોષકારક હોય ત્યારે એની આંખો ચમકી ઉઠતી. રોહનમાં ઘણો ફરક

પડ્યો હતો.તેની ડાબી બાજુનું મગજ સુંદર કાર્ય કરતું હતું. તેનો ઉત્સાહ દાદ માગી

લે તેવો જણાતો. ભલે તે પોતાનું સમતોલન ન જાળવી શકતો પણ તકિયાને સહારે

ઉત્સાહ પૂર્વક કાર્ય કરતો.

રાજેશ પણ પોતાનું સવારનું કામકાજ પતાવી રોહન સાથે પોણો કલાક વાતો કરે,

રમૂજી ટૂચકા સંભળાવે,ધંધાની વાત કરે,પ્રેમેથી દીકરાને પસવારી કહે,”ચાલ બેટા

હું જમીને નિકળું. આ મુંબઈના ટ્રાફિકમાં હજુ અડધો કલાક લાગશે. જો મોડું થયું

તો દુકાન પાસે ગાડી પાર્ક કરવાની જગ્યા નઈ મળે, કહીને ખડખડાટ હસે.’

કોને ખબર રાજેશ અને રીના ભગવાને કઈ માટીના ઘડ્યા છે ? હસતે મુખે દીકરાની સારવાર

કરે,પૈસા પાણીની જેમ ખર્ચે.દિલમાં આશાની જ્યોત ઝળહળે છે ” મારો રોહન એક દિવસ

મા અને પાપા કહીને પલંગમાં બેઠો થઈ જશે.”

આજે સિલોન અને ભારત વચ્ચે ક્રિકેટ મેચ હતી.જો ભારત જીતેતો પાકિસ્તાન સાથે જીતેલી

ટીમ રમવાની હતી. સુંદર સ્પર્ધાત્મક વાતાવરણ હતું.રાજેશને દુકાને જવાનું મન ન હતું.

ઘરમાં બેસી સહુ સાથે મેચની મઝા માણવી હતી. રીનાએ પ્રેમથી કહ્યું જો ‘આપણે

સિલોન સામે જીતી જઈએ તો પાકિસ્તાન સાથેની મેચ બધા સાથે જોઇશું.’

રાજેશે વચન લીધું ‘જો કાલે ફરી નહી જતી.’

રીના કહે મારા રોહનના સમ બસ. હવે તો તને વિશ્વાસ આવે છે ને! હું મારા દિકરાના

કદી ખોટા સોગન ન ખાંઉ.’

રાજેશ એક પણ શબ્દ બોલ્યા વગર નિકળી ગયો.

ડોક્ટરો સાથે નિયમિત તેની પ્રગતિની વાતો કરે. ફિઝિકલ થેરપિસ્ટ દરરોજ આવે

અને તેનો ઈલાજ કરે. દિવસ દરમ્યાન રમા અને મારૂતિ તેની દેખરેખ રાખે અને

હાથે પગે માલિશ કરે તેને વાર્તાઓ કહે. સાથે બેસીને ટી.વી. જુએ.સુંદર માવજતને

કારણે હવે રોહન બધાને થોડું થોડું ઓળખતો થયો હતો. તેની આંખોના ભાવ ઘણું

બધું સૂચવતા. રોહન આંખ ખોલ્લી રાખી તેનાથી પ્રેમની વર્ષામાં સહુને ભિંજવતો.

પોતાની જાતે કશું જ કરવા તે અસમર્થ હતો. કિંતુ આજુબાજુનું વાતાવરણ એવું

ખુશનુમા હતું કે તેના સ્પદંનો રોહન જરૂરથી અનુભવતો હશે ? એ વાતની માત્ર

કુદરતને જ ખબર બીજા કોઈને નહી. અરે ડૉક્ટરો પણ કશું કળી શકતા ન હતા.

તેના મગજને પારાવાર અસર થઈ હતી.

રોહનના મુખ પર આનંદના ભાવ પ્રદર્શિત થતાં.જેનાથી તેના મુખની રેખા વધારે

દેદિપ્યમાન લાગતી. રીના તેને તાજા ફળોના રસ, નિત નવા સૂપ બનાવીને

પિવડાવતી. રોહન ખાવા પીવામાં ખૂબ ચોક્કસ હતો. રીના ખૂબ કાળજી પૂર્વક

દીકરાનો ગમો અણગમો ખ્યાલમાં રાખી હોંશે હોંશે તેની કાળજી લેતી.

મારૂતિ અને રમા હવે પરિવારના સભ્ય બની ગયા હતા. ‘ફિઝિકલ થેરપિસ્ટ’

ખૂબ પ્રેમથી તેના અંગોને પૂર્વવત સ્થિતિમાં લાવવાની કોશિશ કરતી. ખબર

નહી પણ રોહન હતો જ એવો મીઠડો કે આવી હાલતમાં પણ બધાની આંખનો

તારો બની ગયો હતો.

આજે અમેરિકાથી કાગળ આવ્યો હતો. રોહનની ‘સેંટ લુઈસ,વોશિંગ્ટન યુનિવર્સિટિમાં ‘

એડમિશન માટેની સંપૂર્ણ માહિતી હતી. રીના, રાજેશની ઘરે આવવાની રાહ જોતી

બાલ્કનીમાં ઉભી હતી. હમણાંજ રોહને સૂપ પિવડાવીને રમા પણ આવી.

રમાઃ’ ભાભી તમે શામાટે રડો છો?’

રીનાઃ ‘ તને ખબર છે મારા હાથમાં શું છે?’

રમાઃ ‘કવર પરથી લાગે છે કાગળ પરદેશથી આવ્યો છે.

રીનાઃ કામકાજમાં ઢીલને કારણે મોડો મોડો પણ આ કાગળ આજે મળ્યો. અરે, ખુશ

ખબર છે.મારા રોહનને અમેરિકાની “વોશિંગ્ટન યુનિવર્સિટિ,સેંટ લુઈસની’કોલેજમાં

એડમિશન મળી ગયું તેનો કાગળ છે. બે વર્ષ પહેલાં એડમિશન મળ્યું ત્યારે’એપ્લિકેશન’

કરી હતી કે બે વર્ષનુ ‘એક્સટેન્શન’ જોઈએ છે. આજે જ્યારે રોહનની હાલતમાં કોઈ

ફરક જણાતો નહી. તેથી રીનાની આંખો તેના કહ્યામાં ન હતી.

રોહન, બેટા ઉઠ જવાની તૈયારી કરીએ. બેટા, હું અને પપ્પા તને મૂકવા આવીશું.

‘જો કેવા સુંદર સમાચાર છે. હજુ તો વાક્ય પુરું થાય ન થાય ત્યાંતો રીના મુખ બે

હાથમાં છુપાવી બાજુના રૂમમાં જતી રહી.

રમાને કાંઈ સમજ ન પડી.ગુંચવાયેલી રસોડામાં જઈ રોહન માટે મોસંબી અને સંતરા

છોલી રસ કાઢવામાં પરોવાઈ ગઈ.

રીના કાગને ડોળે રાજેશના ઘરે આવવાની રાહ જોતી હતી.અંતરમાં થર થર કાંપતી

હતી કે આવશે અને જ્યારે સમાચાર આપીશ ત્યારે વાતની શરૂઆત કેવી રીતે કરીશ ?

રાજેશના આવતાં પહેલાં પેટ ભરીને રડી લીધું. બાથરૂમમાં જઈ અને શેમ્પુ કરી

નાહી ધોઈને તૈયાર થઈને આવી.રાજેશને જરા પણ ગંધ ન આવવી જૉઈએ કે તે રડી

હતી ! બંને પતિ પત્ની એકબીજાનો સહારો હતાં. ભલે એક બીજાથી દિલના દર્દની

વાત છુપાવે પણ તેમની નજર અને આંખો મળે ત્યારે બોલ્યા વગર બધી વાતો

કરી લેતાં. સામન્યતઃ પતિ અને પત્ની ઝઘડતાં દેખાય છે.

રોહન ગોવાથી આવ્યો ત્યાર પછીથી રાજેશ અને રીના ઝઘડવાનું ભુલી ગયા હતાં. પ્યાર

કદીક કદીક કરી લઈ દુન્યવી દર્દને ભુલવાની કોશિશ કરતાં.તેમાં ક્ષણિક આનંદ માણી,હરી

ફરીને રોહનની વાત ઉપર આવીને ગાડી અટકી જતી.’મારો રોહન આમ કરતો હતો, ને

મારો રોહન તેમ કરતો હતો.’ રીના ભૂતકાળની વાતો એટલા ઉમળકાભેર કરતી કે રાજેશ

તેના મુખ પરનો આનંદ પ્રેમે નિરખતો અને હસીને સાથ દેતો.થોડીક પળો માટે બંને પતિ

પત્ની રોહનની વર્તમાનની હાલત વિસારે પાડતાં.એમાં જ્યારે રીયા અને રોય ભળતા તો

મંગલ વાતાવરણ ઘરમાં પ્રસરી જતું. રોહનના રૂમમાં જ આનંદનું મોજું ફરી વળતું અનાયાસે

રોહન જાણે અનજાણે મુખ પર હાસ્ય ફરકાવતો ત્યારે તેમનો આનંદ બેવડાઈ જતો.

આજે રાજેશ સવારે વહેલો ઉઠીને રીનાને કહે છે,’ જો ધ્યાન દઈને સાંભળ હવેથી આપણે

નક્કી કરવાનું છે દર રવિવારે રોહનને ક્યાં ફરવા લઈ જવો !તને નથી લાગતું બે વર્ષથી

એ ઘરની નિયમિત બહાર નિકળ્યો નથી ! કોઈક વાર આપણે લઈ જઈએ તે જ.

ગોવા શું ગયો બસ હરવા ફરવાનું ભૂલી ગયો છે ! આજે હું જૂની ગાડી બદલીને નવી

સ્ટેશન વેગન લઈ આવું છું. તું પણ સાથે ચલ તેને અગવડ ન પડે એ જોવાની જવાબદારી

તારી. તેની વ્હીલ ચેર માટે લિફ્ટ પણ મૂકાવવી પડશે.’રાજેશ બધું એવી સરસ રીતે

વર્ણવી શકતો હતો એ સાંભળીને રીના આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ.તેને જરા પણ અણસાર

ન હતો કે રાજેશ આવી સરસ યોજના ક્યારે ઘડી.રાજેશ માટેતેના દિલમાં પ્યારનું મોજું ફરી

વળ્યું. ગર્વભેર તેની વાત સાંભળીને બોલી, મારી રસોઈ થઈ ગઈ છે. રોહનને રમાએ

જમાડી લીધો છે.મારૂતિ તેને સાફ કરી સુવડાવશે.

‘રોહન ઉઠે એટલે તેને શું આપવું એ હું રમાને સમજાવી દઈશ.’આપણને ગાડી ખરીદતાં

કમસે કમ ત્રણ કલાક થશે. રીનાનો ઉમંગ સમાતો ન હતો. રોહન ઘર બહાર નિકળશે.

જુહુના દરિયા કિનારે અને પાલવા લઈ જઈશું.રેડિયો ક્લબના પ્રાંગણમાં બેસીને પૂનમની

નિતરતી ચાંદનીમાં ડીનર ખાઈશું.ઘડી ભર ભૂલી ગઈકે રોહનને તો હજુ કશું જ ભાન નથી.

દિવા સ્વપ્ન જોતી રીના હકિકતનો સામનો કરવા તૈયર થઈ ગઈ.

રમા અને મારૂતિને બધું સમજાવી રીના અને રાજેશ બહાર નિકળ્યા. બંને જણા આજે ઘણા

વખત પછી ખૂબ ખુશ જણાયા. નક્કી કર્યું કે રીયા અને રોયને સુંદર’સરપ્રાઈઝ’ આપીશું.

સીધા કાર ડિલરને ત્યાં આવી ઉભા રહ્યા.નવા નવા ઘણાં મોડલ કારના જોયા. રીનાને

રોહનનો મન પસંદ લાલ રંગ પસંદ આવ્યો.તેમને બંનેને હિંદુસ્તાનમાં બનેલી ગાડી લેવાનો

આગ્રહ હતો.મારૂતિ અને રમા ને બેસવાની સગવડ પણ જોઈ. ૯ જણાં બેસી શકે તેવી મોટી

ગાડી લીધી જેથી રીયા અને રોયને પણ સમય હોય ત્યારે સાથે આવી શકે. રોહનના બે મિત્રો

જે દરઠવાડીયે તેને મળવા આવતાં અને ચાલી રહેલી બધી પ્રવૃત્તિઓથી તેને વાકેફ કરતાં.

નવી ગાડી આવી ગઈ મારૂતિએ નાળિયેર ફોડ્યું.રમાએ કૃષ્ણની છબી પધરાવી આરતી ઉતારી.

સહુથી પહેલાં બધા બાબુલનાથ દર્શન કરવા ગયા. રીનાએ ભેટ મૂકી ઈશ્વરને મનોમન પ્રાર્થના

કરી. શું કરી તે ખુદ જાણે અને બીજો તેનો કનૈયો! રોહન હવે થોડું હસતો થયો હતો.

તેના મુખમંડલ પર આનંદ ઉભરાયો. તેને જ ખબર હતી કે તેને શું થઈ રહ્યું છે.

બંને પતિ પત્નીએ સમાધાન કર્યું ‘જે છે તે આ છે. જીવન વિતાવવાનું છે તો પછી

શામાટે હસી ખુશીને ન જીવીએ. દિકરો હસીને કેવો ખુશ થાય છે.હવે તો સમજવા

લાગ્યો છે કે તેનો ગોવામાં અકસ્માત થયો હતો.

ભૂતકાળ હાથમાંથી સરી ગયો, ભવિષ્યની જાણ નથી જે છે તેનો હસતે મોઢે સ્વિકાર.

એમાં જ સુખ અને ચેન સમાયેલાં છે. જે થયું તે ન થયું થવાનું નથી.

One thought on “જગીને જોંઉ તો ધારાવાહિક =======૧૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: