નવરાત્રી

16 10 2012

નવ નવ રાતના નોરતાને માડી

ગરબે ઘુમવા આવ

સંગે સાહેલીઓને લાવ

આજ મારે ગરબે ઘુમવું છે

પાવાગઢથી આવ કે પછી

ગિરીકંદરામાંથી આવ

માડી નિરખું તારી વાટ

આજ મારે ગરબે ઘુમવું છે

લાલચટક ચુંદડી ઓઢીને માડી

રૂમઝુમ કરતી આવ

સંગે અંબામાને લાવ

આજ મારે ગરબે ઘુમવું છે

દિવડા પ્રગટાવ્યા આંગણે ને

સાથિયા તોરણ દ્વાર

દુર્ગામાં સિંહે સવાર થઈ આવ

આજ મારે ગરબે ઘુમવું છે

નવરાત્રીના નવે દિવસ માડી

આંગણિયા સોહાવ

બારણે આનંદ ઉત્સવ થાય

આજ મારે ગરબે ઘુમવું છે

===================================

નવરાત્રીની શુભ રાત્રી સહુને આનંદ મંગલ અર્પે.

અંબામા, દુર્ગામા, રાંદેલમા,યમુના મહારાણીમા

સહુને પ્રેમે યાદ કરી તેમેની પૂજા અર્ચના કરી ઘરનું

વાતાવરણ અને હ્રદય નિર્મળ બનાવીએ.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

16 10 2012
pragnaju

या देवी सर्वभू‍तेषु माँ शैलपुत्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

18 10 2012
Vinod R. Patel

પ્રવિણાબેન,આપને તથા કુટુંબીજનોને નવરાત્રીની શુભેચ્છાઓ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: