નામ પરથી જ્ગ જાહેર છે.બુલબુલ ઈંડિયન અને બિલ અમેરિકન.
મેડિકલમાં ભણતા બુલબુલ બિલના પ્રેમમાં પાગલ બની અને રંગે ચંગે
પરણી ગયા. એમ લાગતું સ્વર્ગ ક્યાંય હોય તો અંહી તેના બીગ મેન્શનમાં
છે.બુલબુલ અને બિલનો સંસાર ખૂબ આનંદમય તેમાં ‘બેટ્સી’ આવી.
ઘરમાં ‘નેની’ રાખી લીધી. બંને પતિ પત્ની પ્રોફશનલ જોબ કરતાં તેથી નેનીની
આવશ્યકતા હતી.
ઘણી વાર બિલને થતું જો બુલબુલ ,બેટ્સી નાની છે ત્યાં સુધી થોડા વર્ષો પાર્ટ ટાઈમ
જોબ કરે તો સારું. બુલબુલની ધિકતી કમાણી હતી. તેનો વિચાર ઓછો હતો. લગ્નને
પાંચ વર્ષ થઈ ગયા. બેટ્સી પણ બે વર્ષની થઇ. તેની બર્થ ડે ખૂબ ભવ્યતાથી સેલિબ્રેટ
કરવાનો પ્લાન કર્યો. ફ્રેંન્ડ સર્કલના, જોબ ઉપરથી અને પ્લે સ્કૂલના બધા બાળકોને
બોલાવ્યા. બેટ્સી ખૂબ આનંદમા હતી. બપોરની નેપ લીધી હતી તેથી હસીખુશીથી રમી.
અઠવાડિયા પછી તેમની વેડિંગ એનિવરસરી આવી. કામકાજની ધમાલમાં બિલ,બુલબુલ
માટે મોટો ફ્લાવરનો બુકે લાવવાનો ભુલી ગયો.બુલબુલ હંમેશા તેની ખૂબ આતુરતાથી
રાહ જોતી !
બુલબુલ ખૂબ નારાજ થઈ.તેને થયું બિલ શામાટે ભૂલી ગયો? શું તે હવે મને પ્યાર નથી
કરતો?
સાંજના ડીનર પર જવાનો પ્લાન બનાવી પોત પોતાને કામે ગયા. બુલબુલને મિટિંગ આવી
તેથી તેણે કહ્યું કે ‘જો આજે ડીનર પર નહી જવાય રાતના લેટ થશે, કાલે જઈશું’.
બિલ સાંજના પાંચ વાગે ઘરે ફ્લાવરનો બુકે લઈને આવ્યો.
કલાક પછી ઓચિંતા બારણે બેલ વાગ્યો. દરવાજામાં પોલિસ જોઈ ગભરાયો.
પોલિસઃ ‘તમારી પત્ની એક્સિડન્ટમાં મારી ગઈ છે.’ તેનું બોડી ‘બેન ટોપ ‘
હોસ્પિટલમાં ઇમરજન્સીમાં છે.
બિલ માનવા તૈયાર ન હતો.પોલિસે બધું આઈડેન્ટીફિકેશન બતાવ્યું. અંતે બેટ્સીને
નેની પાસે રાખી હોસ્પિટલ જવા તૈયાર થયો. બેન ટોપમાં પહોંચતા અને જોતાં પાંચેક
કલાક નિકળી ગયા. મોઢું ઓળખાય એવું ન હતું. કપડાં પણ બધા લોહીથી ખરડાયેલા
હતા. ઘરે આવતા રાતના એક વાગી ગયો.
હજુ તો ગાડી ગરાજમાં પાર્ક કરેછે ત્યાં તેણે બુલબુલની ‘લેક્સસ’ ગરાજમાં જોઈ. ગાંડાની
જેમ દોડતો બેડરૂમમા ગયો. બુલબુલ, તેની અધિરાઈ પૂર્વક રાહ જોઈરહી હતી.
બિલ માનવાને તૈયાર જ ન હતો. બુલબુલ, કહે કેમ મને જોઈને ભડકી ગયો ?
બિલે બધી વાત કરી. બુલબુલ કહે આજે લંચ ટાઇમમાં , રેસ્ટોરન્ટમાં કોઈએ મારું વોલેટ
સ્ટીલ કર્યું હતું. મારા ફ્રેન્ડ્સ હતા તેમણે બીલ પે કર્યું. જેણે તફડાવ્યું હતું તેની ગાડીનો
એક્સીડન્ટ થયો અને મારું વોલેટ નિકળ્યું તેથી પોલિસને મિસ અન્ડરસ્ટેંન્ડીંગ થઈ. હું તો
પછી મિટિંગમાં ગઈ અને ત્યાંથી ઘરે આવી.
બિલ આનંદમાં પાગલ થઈ ગયો. લાવેલા ફુલના બુકેમાંથી ફુલની પાંખડીથી બુલબુલને
વધાવી. બુલબુલે નક્કી કર્યું ‘પોતે કેવા ખોટા વહેમમા હતી. બિલ તેને ખૂબ પ્યાર કરે છે.’
બંને જણાએ સાથે રાતની મોજ માણી.
BANNENNE WAH !
Very nice short story.
Nitin Vyas
good one
સરળ ભાષામાં લખાયેલી, ટૂંકી ને ટચ વાર્તા એના અણધાર્યા અંતને કારણે ચોટદાર બની શકી છે.
ન અલંકારો, ન ઉપમાઓ, ન વર્ણનો..અને છતાં હ્રદયસ્પર્શી બની શકેલી, ચોટ સાધતી આ કૃતિ ખુબ સરસ લાગી.
આપ ઉત્તરોત્તર સુંદર રચનાઓ આપ્યા કરો છો.મને જે સ્પર્શી જાય છે એનો જ પ્રતિભાવ આપું છું. બાકી, વાંચીને ડીલીટ
કરી નાંખું છું. અને ભૂલી જાઉં છું.
નવીન બેન્કર
khub j hradaysparshi varta
Aapni bhasane dad aapvi pade.
Manvant