બિલાડી આડી ઉતરી

28 10 2012

વહેમમા  ન  માનનારા કરસનકાકા આજે નક્કી જ કરીને બેઠાં કે

ભલેને “બિલાડી આડી” ઉતરી. હું મારું કામ પતાવીને જ રહીશ.

સમય બગાડવાને બદલે પોતાનું કામ જારી રાખ્યું.

સમય સરની બસ પકડીને મંદિરે પહોંચ્યા. દર્શન થયા અરે સુંદર

આરતી પણ થઈ. પ્રસાદનો કણિકો મોઢામાં મૂકી નોકરીએ પહોંચ્યા.

બાર વાગે સાથે લાવેલું ભાથું ખાઈ ઉઘરાણી પર નિકળી ગયા. શેઠે ત્રણ

ઘરાક પાસેથી પૈસા ઉઘરાવી લાવવાનું કામ સોંપ્યું હતું. કરસનકાકાને

જીહ્વાગ્રે સરસ્વતિનો વાસ હોવાથી ઉઘરાણીનું કામ હંમેશા પૂરું કરીને આવતા.

દુકાને આવી શેઠને પૈસાનો દલ્લો સોંપી ઘરે જવા નિકળ્યા. આવીને થાકેલા

હોવાથી પહેલાં કળશિયો ભરીને પાણી ગટગટાવી ગયા. પછી શારદાને બોલાવી

પાસે બેસાડી પ્રેમથી બોલ્યા.

સાંભળો છો, સવારે’બિલાડી આડી’ ઉતરી કહીને મને ટોક્યો હતો.’ જો હું મોડો ગયો

હોત તો દર્શન ન થાત. ઉઘરાણીના  પૈસા લેવા જવામાં મોડું થાત, ત્રણે ઠેકાણે હું

પહોંચી ન વળ્યો હોત. શેઠે જે આજે મને બક્ષિસના ૧૦૦૦ રૂપિયા આપ્યા તે મને

મળ્યા ન હોત!’

સારું થયું ને ‘બિલાડી આડી ઉતરી’ કે એવા બીજા કોઈ વહેમમાં હું માનતો નથી.

બહુ થયું, સાવરણી ઉભી કેમ, જોડો ઉંધો છે,મીઠુ હાથમાં ન અપાય, ચપ્પુ નીચે

મૂકો પછી લેવાય, હોસ્પિટલમાં સુવાવડીના’ ઓશિકા નીચે છરી.આ બધા શું નાટક?

ખબર છે દુઃખનું ઓસડ દહાડા પણ વહેમનું ઓસડ ? જાગ્રતતા.

જરા હટકે કહીએ કે બિલાડી આપણને આડી ઉતરી કે ૧૫૦ રતલનો માનવી બિલાડીને

આડો ઉતર્યો? બિચારી માંડ ૧૫થી ૨૦ રતલની બિલાડી આપણું શું બગાડવાની? બહુ

બહુ તો તપેલીમાંથી દુધ પી જવાની.જો એ ઝડપથી રસ્તા પર ન ભાગે તો કોઈ ગાડી

વાળો શેઠિયો, ડ્રાઈવર કે મોટી મસ બસ તેના ઉપરથી ફરી તેના ભૂક્કા બોલાવી દે.

બોલો માનશો ને ‘બિલાડીના શુકન થયા !

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

28 10 2012
pragnaju

સરસ
અમે ગંમ્મતમા કહેતા અમે આડા ઊતર્યા!

31 10 2012
Ramola Dalal

Nice and sweet story. Awareness is a good habit, and one should practice it.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: