હે શરદ પૂનમની રાતડી જ રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે મળી રમવા કારણ રાસ
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…
ચમકે છે નભમાં જેટલાં તારા, સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ન આજે પ્રભાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…
જાગી છે પ્રિત્ત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું, સાજન છે કોઇનાં સંગમાં
મને કરવા દોને થોડી વાર, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…
=========================================
શરદ્પૂર્ણિમાની દૂધે નિતરતી ચાંદનીમા
નિર્મળ થઈ આટલું જરૂર કરીએ!
======================
મંદિરે પ્રભુ ચરણે ફુલ ચડાવતા પહેલાં
સહુ પ્રથમ ઘરને સુગંધથી મહેકાવી દો
મંદિરે પ્રભુ સમક્ષ દિવો પ્રગટાવતા પહેલાં
સહુ પ્રથમ અંતરમાં પ્રસરેલ અંધારા દૂર કરો
મંદિરે પ્રભુ સમક્ષ મસ્તક નમાવતા પહેલાં
પ્રથમ માનવ માટે હ્રદયની અનુકંપાથી ઝુકો
મંદિરે પ્રભુ સમક્ષ ઘુટણિયે પડતા પહેલાં
પ્રથમ પડેલાને હાથ આપી ઉઠાવવા વાંકા વળો
મંદિરે પ્રભુ સમક્ષ પાપની માફી માગતા પહેલાં
પ્રથમ જેના માટે હ્રદયમાં પાપ છે તેમને માફી આપો
કવિવર રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યનું અનુવાદ.
===================================
મંદિરે જતા પહેલાં દિલનો અરિસો સાફ કરો.
મંદિરે જતા પહેલાં વાણી,વર્તન અને વિચાર તપાસો
મંદિરે જતા પહેલાં પ્રેમ અને સહાનુભૂતિનો અર્થ સમજો.