પિતૃ દેવો ભવઃ

31 10 2012

અમેરિકા આવે ૪૦ વર્ષના વહાણાં વાયા. અરે દિકરીનો દીકરો  અને દીકરાની

દીકરી પણ હવે તો હાઈ સ્કૂલમાં આવી ગયા. ડૉક્ટર વિનય અને વિદ્યા સવારની

ચાની મઝા માણી રહ્યા હતાં.  વિનય હવે ધમધોકાર ચાલતી પ્રેકટિસ દીકરાને સોંપી

નિશ્ચિંત થઈ વિદ્યા સાથે પાછલી જીંદગી જીવી રહ્યો હતો. કોઈ વાર જુનું યાદ આવે

અને મન થાય ત્યારે ક્લિનિક પર જતો.  વિશાલ જો કુટુંબ સાથે રજા ગાળવા જાય

ત્યારે વિનય જવાબદારી ઉપાડી લેવામાં સફળ રહ્યો હતો.

વિનય અને વિશાલની રિત રસમમાં આસમાન જમીનનો ફરક હતો. તેને આ

બધી કમ્પ્યુટરની ગડમથલ ગમતી નહી. વિશાલને ખબર હતી પપ્પા નહી

માને પણ બોલ્યા ચાલ્યા વગર સહી લેતો. પપ્પા અને મમ્મીની આમન્યા

જાળવવામાં તેને ગૌરવની લાગણી થતી.

વીમી પણ તેને એવી સુંદર મળી હતી. બંને રહેતાં અલગ ઘરમાં. વિનયે

એકજ સ્ટ્રીટ પર બે મેન્શન બંધાવ્યા હતા. વ્યોમા બીજે ગામ હતી તેને પણ

સરસ ઘર ખરીદવા માટે પૈસા આપ્યા હતા. અમેરિકામા જન્મ, અભ્યાસ અને

લગ્ન પણ સંસ્કાર જાળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.

વિનય તેનો યશ ખુલ્લા દિલે વિદ્યાને આપતો. જેણે સારી જીંદગી પોતાના

ભવિષ્યની પરવા કર્યા વગર બાળકોને પ્યારથી ઉછેર્યા હતા.

કોણ કહે છે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું સુભગ મિલન શક્ય નથી! બંનેનો

સુમેળ સુંદર ઉપવન.

આજે પપ્પાની વર્ષગાંઠ મોટે પાયે ઉજવવાનું વિશાલ અને વિમીએ નક્કી કર્યું હતું.

તેમને ખબર હતી પપ્પાને ધમાલ ગમતી નથી.પણ ૭૫ વર્ષની સફળ કારકિર્દી

બિરદાવવાની તક જવાદેવા નહોતા માગતા. પપ્પા જો ઠપકો પણ આપે તો સહી

લેવા બંને તૈયાર હતા.

વ્યોમા પણ પોતાના પતિ તેમજ બાળકો સાથે આવી હતી. સરપ્રાઈઝ ઘણી ગમે

તેવી હતી તેથી વિનયને હૈયી ટાઢક હતી.

સાંજના જ્યારે મહેમાનો આવવાના ચાલુ થયા ત્યારે વિનય અને વિદ્યા બાળકોના

આગ્રહ આગળ કાંઈ બોલવાને શક્તિમાન ન હતા.

માતૃ દેવો ભવઃ

પિતૃ દેવો ભવઃ

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

31 10 2012
nitin vyas

તમારો બ્લોગ ‘ મન માનસ અને માનવી’ નિયમિત વાચવાનું મને વ્યાસન થઇ ગયું છે.

તમે ચિંતન લેખો, કાવ્યો, ટૂંકી વાર્તા વગેરે સમગ્રી કેવી ચીવટથી પસંદ કરો છો અને એ માટે નું વાચન કેટલુ વિશાળ હશે તેની કલ્પના કરાવી મારા જેવા માટે ઘણી મુશ્કેલ છે

તમારા ઈમેલ બદલ ખુબ ખુબ આભાર

નિતિન વ્યાસ

1 11 2012
pragnaju

સુંદર

3 07 2015
pravina Avinash kadakia

Nitinbhai
Reading is not much. Normal but observation and life’s experiences are ample. I give love and respect no matter what I get in return.
Thanks
pravinash

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: