પ્યારનો વ્યાપાર

1 12 2012

પ્યાર જેવી પવિત્ર, નિર્મળ અને સહજ ભાવનાનો વ્યાપાર, અસંભવ !પ્યારની મૂડી હરએક વ્યક્તિ સાથે લઈને આ જગે અવતરણ પામે છે. જન્મતાની સાથે જનનીનો નિઃસ્વાર્થ પ્યાર. પિતાનો હ્રદયપૂર્વકનો પ્યાર . પ્રકૃતિના કણ કણમાંથી વરસતો પ્યાર. પ્રેમ જેવી પવિત્ર ભાવનાને મલિન કરવાની એક પણ રીત ‘માનવે’ છોડી નથી. છતાં પણ તેનો મહિમા અપરંપાર છે.

ધરા અને ગગનનો પ્યાર, ચંદા નો ચાંદની સંગેનો પ્યાર, નદીનો કિનારા સાથે ,સાગરનો તરંગ સાથે, બાળકનો માતા અને પિતા સાથે આવાતો કેટલા્ય દૃષ્ટાંત નજર સમક્ષ તરવરી ઉઠે છે. પતિ પત્નીનો પ્રેમ. આ પ્રેમમાં ભરતી ઓટ સ્વાભાવિક છે. જ્યારે તેમાં મલિનતા પ્રવેશે, વિશ્વાસ ભંગનું આગમન થાય ત્યારે પ્રેમ ડામાડોળ થતો નજરે પડે છે. આ પ્રેમ નહી વાસના કહી શકાય.ઈતિહાસ ગવાહ છે. હીર અને રાંઝા, સત્યવાન અને સાવિત્રી, રાધા અને કૃષ્ણ પ્યારની પરાકાષ્ટા સમાન નજર સમક્ષ આવી ઉભા રહે.

આજે સવારથી બગીચામાં આંટા મારતી પૂજાના હાથમાં એક કાગળ આવ્યો હતો.કાગળ પણ ન કહેવાય.૨૧મી સદીમાં મોટા ભાગના કામકાજ કમપ્યુટર પર થતા હોવાથી કાગળ
કરતાં ‘પાસવર્ડ’ની અગત્યતા વધારે હોય છે. પૂજાએ પચાસ વખત ફેરવીને જોયો.નામ અને સરનામું બધું જ તેના પોતાના ઘરનું હતું. અરે સહી પણ તેના પતિ સત્યની હતી.
સત્ય સાથેના લગ્નની ૨૫મી વર્ષગાંઠ હજુ ગયા મહિને ઉજવી હતી. સહ કુટુંબ અલાસ્કા ફરી આવ્યા.  લગ્ન કરતાં વધારે ભવ્ય પાર્ટી ‘મેરિયાટ હોટેલ’માં આપી હતી.

સત્ય અને પૂજા બંને ડૉક્ટર શાની કમી હોય. બાળકોને પણ ઉત્સાહ હતો. બંને બાળકો ‘બેલર મેડિકલ સ્કૂલમાં’  ડૉક્ટરીનું ભણી રહ્યા હતાં. મેડિકલ સેંટરમાં બે ‘બેડરૂમનું સરસ કન્ડોમિનિયમ ખરીદ્યું હોવાથી ભણવાની સુગમતા રહે. અઠવાડિયામાં એક દિવસ’મેઈડ સર્વિસ’ બાંધી આપી હતી. સત્ય, કેન્સરનો સ્પેશ્યાલિસ્ટ અને પૂજા ‘પિડિયાટ્રિશ્યન’. ખૂબ સુખી સંસાર. બાળકો નાના હતા ત્યારની ઘરમાં ‘નેની’ હતી . જે હજુ પણ રાખી હતી જેથી પૂજાને ઘરકામમાં રાહત રહે.

આજે એવું તો શું હાથમાં લઈ બેબાકળી પૂજા બેકયાર્ડમાં સ્વિમિંગ પુલની ચારે બાજુ આંટા મારી રહી હતી. સત્ય ઓંકોલોજીની કોનફરન્સ માટે કોલોરાડો ગયો હતો. બાળકોતો ઘરમાં હતા જ નહી. માત્ર ‘હુતો અને હુતી’.આંટા મારીને થાકેલી પૂજા ‘ગઝિબો’માં મૂકેલી લવ સીટ પર જઈને બેઠી. કિંતુ આરામ કે ચેન ક્યાં? પાછી ઉભી થઈ, આંખ ચોળી જોઈ રહી કે જે દેખાય છે તે ખરેખર સાચું છે? આટલી નાની ચબરખીમાં એવું તો શું લખ્યું હતું કે પૂજાનું સમસ્ત અસ્તિત્વ ખળભળી ગયું !

ભલું થજો કે આજે શનિવાર હતો. પૂજા ઘરમાં સાવ એકલી હતી. સત્ય ‘ઓન્કોલોજીની કોનફરન્સમાં’ કોલોરાડો ગયો હતો.બંને બાળકોને એક્ઝામ હોવાથી આવવાના ન હતા. માલિન અને શાલિન જોડિયા ભાઈ માતા પિતાની આંખના તારા. ખરેખર શું હશે એ કાગળમાં જે પૂજા પલકને ઝપકાવ્યા વગર તાકી રહી હતી. પૂજાને પોતાની આંખ ઉપર વિશ્વાસ આવતો ન હતો. અંતે જાત ઉપર કાબૂ મેળવ્યો. ઘરમાં ગઈ ઠંડુ બરફનું પાણી પીધું. વિચારવા લાગી.

આ કાગળની પહેલાં સચ્ચાઈ જાણું પછી આગળ વાત. સત્યને આ વાતની ગંધ ન આવવી જોઈએ. સત્ય તેના જીગરનો ટૂકડો. ૨૧મી સદીની છતાં ‘પતિ એ જ પરમેશ્વર’ તેવી ભાવના સેવતી. તેના બે બાળકોની વહાલસોયી માતા.જેણે કદી સત્ય સિવાય પર પુરૂષનું મનમાં પણ ચિંતન કર્યું ન હતું. પડખું સેવવાનું તો જોજન દૂર. તન, મનથી માત્ર સત્યની પૂજાને આજે આવું કેમ લાગ્યું? શું હતું એ કાગળમાં કોઈનો પ્રેમ પત્ર,ના! તે કદમાં નાનો હતો!

સત્ય કોન્ફરન્સમાંથી ઘરે આવ્યો. બંને જણા ડિનર ટેબલ પર બેઠા હતા. આમ તો પૂજા સવાલ ખૂબ પૂછતી પણ આજે તેને શાંત જોઈ સત્ય બોલ્યો ,’મેમસાહેબ કેમ આજે મુડમાં નથી ?’ પૂજા માત્ર હસી. સત્યને ખરેખર નવાઈ લાગી. ઉઠીને આલિંગન આપી બોલ્યો ‘શું વાત છે પૂજા? ‘

પૂજાએ હાથની નાની ચબરખી તેની સામે ધરી!

સત્યની બાથમાંથી પૂજાની પકડ ઢીલી થઈ ગઈ. સત્યનું મોઢું કાળું ધબ થઈ ગયું. સત્ય એક અક્ષર પણ બોલી ન શક્યો.

પૂજાએ માત્ર એક સવાલ કર્યો શું આ સાવ સાચી વાત છે.

સત્યએ હકાર ભણતું માથું હલાવ્યું.

પૂજા વિચારમાં હતી મારા પ્રેમમાં સત્યને ક્યાં ખોટ લાગી. સત્યએ કશું પણ છુપાવ્યા વગર એકરાર કર્યો, ‘ પૂજા વાંક તારો નથી. ‘કિમ’ સાથે કામ કરતાં ક્યારે તેના પ્યારનો શિકાર બની ગયો ખબર પણ ન પડી. બે બાળકો થયા. તને કહેવાની હિંમત હું ન દાખવી શક્યો. કમી તારામાં નથી મારામાં છે. હું સંયમ ન જાળવી શક્યો અને રમત રમતો રહ્યો. આજે જ્યારે ખુલ્લં ખુલ્લા બધું સામે આવી ગયું છે તો જો તને છૂટછેડા લેવા હોય તોહું તૈયાર છું.હું પહેરેલે કપડે ઘરમાંથી નિકળી જઈશ.

ખરેખર સત્ય ઘર છોડીને જતો રહ્યો.પૂજા એક અક્ષર પણ બોલી ન શકી. તેના બાળકો પપ્પાનું આ રૂપ જોઈ ડઘાઈ ગયા હતા.બંને બાળકોએ માને સાચવી લીધી. પૂજાએ વેકેશન લઈ પોતાની સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો. સફળતા પણ મળી.

બે વર્ષ પછી સમાચાર મળ્યા કે કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડો. સત્ય પોતે કેન્સરના લાસ્ટ સ્ટેજનો ભોગ બન્યા છે. કિમ તો તેના પૈસા લઈને છુમંતર થઈ ગઈ. પૂજા તેને મળી ,માનવતાને નાતે તેની સેવાચાકરી કરી જેથી તેનું મોત ન બગડે! અંતે સત્ય તેને કાંઈ કહેવા મથી રહ્યો હતો. પૂજાએ સાંભળી તેના છોકરાઓની જવાબદારી હસતે મુખે ઉપાડવાની તેને બાંહેધરી આપી. પૂજાને સાફ જણાયું કે કિમથી થયેલા બે બાળકોમાં સત્યનો જીવ હતો.

પૂજાએ સત્યનું પડખું ૨૫ વર્ષ સેવ્યું હતું. સત્ય તેના જીવનમાં બહાર લઈને આવ્યો હતો.સત્યની સાથે અને બાળકોના સંગમાં ધરતીપર સ્વર્ગ નો અહેસાસ માણ્યો હતો. ખાનદાન, શીલવાન પૂજાએ ઉદાર દિલે સત્યના બાળકોને અપનાવ્યા. જેને કારણે મૃત્યુને ટાંકણે સત્ય નિશ્ચિંત થઈ મર્યો.

પ્યાર પ્યાર છે તેનો વ્યાપાર સંભવી ન શકે!

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

1 12 2012
pragnaju

સતયુગ, દ્વાપરયુગ, તેતાયુગ, કલીયુગ, આ ચાર યુગ પછી એક પાંચમો યુગ હશે એ પ્રેમ નો હશે, એટલે કે પંચમ યુગ પ્રેમ નો. … પણ તકલીફ અને ખોટ છે સમય માં, કારણ કે આ કલીયુગ છે અને એ એનું કામ કરી રહ્યું છે, દુનિયા માં આજે નિશ્વાર્થ …

2 12 2012
priteshmmodi

ઘણું સરસ લખાણ છે તમારું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: