ગુજરી ગયો

2 01 2013

સત્યનો માર્ગ જે જાણે અજાણે ચૂકી ગયો
સમજો અસત્યના કળણમાં ઉંડો ખૂંપી ગયો

પૈસાનો થેલો તો ભારી થઈ ગયો
જવા ટાણે ફૂટી કોડી ન લઈ ગયો

ગળા સુધી આડંબરથી જે ભર્યો હતો
ભાગ્યના અટ્ટાહાસ્યમાં ફંગોળાઈ રહ્યો

શંકા કુશંકાનો કાંટાળો તાજ પહેર્યો હતો
આખે આખી જીંદગી હોડમાં મૂકી ગયો

હર કદમ ખોટું ભરી આગે ધપતો રહ્યો
જીવન જીવ્યો કે પછી તે ગુજરી ગયો?

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

2 01 2013
pragnaju

હર કદમ ખોટું ભરી આગે ધપતો રહ્યો
જીવન જીવ્યો કે પછી તે ગુજરી ગયો?

સરસ અભિવ્યક્તી
માણસ પોતાના જીવનમાં વારંવાર ભૂલો કરે છે. ઠોકરો ખાય છે. અનેક પ્રકારના કડવા અનુભવોમાંથી પસાર થાય છે. અસંખ્ય મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠે છે. પણ આ બધું શા માટે થાય છે એનો વિચાર માણસ ભાગ્યે જ કરે છે. મોટે ભાગે માણસોનું જીવન ભૂલો અને અનુભવોના પુનરાવર્તનોથી ભરેલું હોય છે

2 01 2013
Raksha

Jivan jivyo ke gujari gayo? Rachanaa Khoob gamee!

2 01 2013
manvant

Koni vaat chhe bahena ?

8 01 2013
nitin vyas

હર કદમ ખોટું ભરી આગે ધપતો રહ્યો
જીવન જીવ્યો કે પછી તે ગુજરી ગયો?
Pravinaben, it seems that you are talking about me.
Very nice.

Nitin Vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: