મનસીનો પ્રેમ

8 01 2013

માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડાવ્યા.

મનન પોતાની જાતને ભગ્યશાળી માનતો હતો. માનસી તેની નજરમાં વર્ષોથી

વસી હતી. સ્વભાવે શરમાળ હોવાથી એકરાર કરતા નેવના પાણી મોભે ગયા.

ખેર, જે થયું તે આખરે મનની મુરાદ બર આવી. વાજતે ગાજતે માનસીને ઘરે

લાવવાનો ઈડરિયો ગઢ જીત્યો.

મનનને તે ગમતી હતી, તેની ચકોર આંખોએ નોંધ લીધી હતી પણ મનોજના પ્રેમમા

પાગલ જાણી બુઝીને આંખ આડા કાન કરતી. આ થઈ મનનના મનની વાત.

માનસીના મન અને હ્રદયમાં ચાલતું તુમુલ યુદ્ધ અને તેની વેદના કોઈની નજરે

ન પડ્યા.તે છુપાવવા માટે માનસીએ અથાગ મહેનત કરી હતો.તેમાં પ્રયત્ન દ્વારા

તે સફળ પણ થઈ. મનન દોસ્ત જરૂર હતો. મનનો માણિગર નહી. માનસી તો

વર્ષોથી મનોજને ચાહતી હતી. આગ બંને બાજુ બરાબર લાગી હતી. મનોજ અને

મનન મિત્ર હતા. છતાં પણ મનનને તેમના પ્રણયની ગંધ સુદ્ધાં આવી ન હતી.

મનોજ સાધારણ કુટુંબનો હતો તેનો માનસીને જરા પણ વાંધો ન હતો. બંને જુવાન

સારું ભણતર પામેલા પથ્થર ફોડીને પાણી કાઢવાની તાકાત ધરાવતા હતા.

માતા પિતાનો એકનો એક દિકરો હોવાને નાતે મનોજ તેમનો પડ્યો બોલ ઝીલતો.

માતાએ ખૂબ લાડથી ઉછેર્યો હતો. કદી મનોજને કોઈ પણ વસ્તુની અછત જણાઈ

ન હતી. ગયા વર્ષે જ્યારે માતા પિતા ગોકુળ અને વૃંદાવન ગયા ત્યારે ટ્રેઈનના

અકસ્માતમાં અપાહિજ થઈ ગયા. મનોજે મન મક્ક્મ કરી માનસીને કહ્યું, હવે

“હું, મારા માતા અને પિતાની ચાકરીમાં મારું જીવન અર્પિત કરીશ.’ શ્રવણની વાર્તા

મને નાનપણથી ખૂબ ગમતી હતી. ૨૧મી સદીનો શ્રવણ બનવાનો મેં મક્કમ મનથી

નિર્ધાર કર્યો છે. માનસી પ્રેમથી કહે ‘હું તને સઘળી રીતે અનુકૂળ બનીને રહીશ.’ ‘તારા

માતા પિતાને પ્રેમથી સાચવીશ.’

મનોજ જાણતો હતો આજે ભલે આમ કહે કાયમનું થાય પછી તેને અણગમો આવશે.માતા

અને પિતાના સન્માનની અવહેલના એ કોઈ પણ ભોગે થવા દેવા માગતો ન હતો. તેણે ધૉમે

ધીમે માનસીને મળવાનું ઓછું કર્યું. નોકરી કરવાની, માતા અને પિતાનું ધ્યાન રાખવાનું.

આપમેળે ઓછું થઈ ગયું.માનસી જોઈ રહી હતી. મનોજમાં આવેલું સંપૂર્ણ પરિવર્તન અને

પોતા તરફનું દુર્લક્ષ્ય ન સમજે તેવી તે નાદાન નહતી.

માનસી નર્સિંગનું ભણી હતી. મનનના પિતા ડોક્ટર હોવાને કારણે તેમની હોસ્પિટલમાં એક

વિભાગ શરૂ કર્યો જ્યાં અપંગ વડિલોની સારવાર કરી શકાય. માનસીએ મનનના ઘરમાં

સહુના દિલ પ્રેમથી જીતી લીધાં.

આજકાલની યુવતીઓ પોતાને જીવનમાં શું જોઈએ છે તે બરાબર જાણતી હોય છે.

સ્વભાવના પણ તેઓ નિખાલસ હોવાને કારણે પ્રેમથી સહુના દિલને કેવી રીતે

જીતવા તે કળામાં નિપુણ હોય છે.આજ કાલની સાસુ પણ હવે માત્ર ઘરકામથી જ વહુની

કદર થાય તેવું માનતી નથી. સમયની સાથે કદમ મિલાવી’ દિકરી કે વહુ’ કોઈ ભેદ

રાખતી નથી. વહુને ઘરની લક્ષ્મી સમજી બધી સ્વતંત્રતા આપી રાજી થાય છે.

‘સ્વ ઘેર દિકરી પર ઘેર વહુ’એ બરાબર સમજીને ઘરમાં સુખ અને શાંતિ પ્રસરાવે છે.

માનસી સવારના ચહા પાણીથી માંડી જમવાની બધી સુચના આપી જ્યારે દવાખાને

જાય ત્યારે માની માફક ‘સાસુમા’ ટિફિન” બાંધી આપે અને તેનું કાર્ય ખૂબ સુંદર રીતે

પાર પાડે તેવી ભાવના રાખે.

મનોજ અને મનન દોસ્ત હોવાને નાતે અવાર નવાર મળવાનું થતું. વાતમાં ને વાતમાં

મનને મનોજને માનસીના કામથી વાકેફ કરી.તે દિવસે ઘરમાં મહેમાન હોવાને કારણે

માનસી સાથે ન હતી.

મનોજને ખાત્રી થઈ કે આ પગલું ભરવા પાછળ માનસીનો ઈરાદો શું હતો. મનમાં તેને

વંદના કરી.જરૂરિયાતમંદોને માનસી નજીવા દરે સહાય કરતી. તેના આવા શુભ આશયથી

સહુ તેના કાર્યની કદર કરતા. મનનને માનસી મળ્યાનો સંપૂર્ણ સંતોષ હતો. કેમ ન હોય તેના

દિલની રાણી હતી! માનસી,મનોજને ભૂલી સંપૂર્ણ રીતે મનન પર જાન છિડકતી.જ્યારે પહેલી

વાર માનસી દ્વારા બાળકનું અવતરણ આ જગે થયું ત્યારે આનંદ મંગલ છાઈ ગયો.

મનોજના માતા અને પિતાને જરૂર પડ્યે દવાખાનાના બહાને સાચવતી. ઉપકાર કરવા નહી,

લાગણીના નાતે.

સ્ત્રીને સમજવી મુશ્કેલ છે તેની લાગણીનો અંદાઝ લગાવવો અશક્ય છે.અનાદિ કાળથી સ્ત્રી,

માતા, પત્ની, બહેન, સાસુ વિગેરે પાત્રમાં ઝળહળે છે.સીતા, મીરા,રાધા કે ઝાંસીની

રાણી સ્ત્રી હંમેશા વંદનીય છે. પાવન પ્રેમની ગંગા છે.પ્યારની કોઈ કિમત તેને મંજૂર નથી.

Advertisements

Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: