ઘડપણ આવ્યું

images

ઘડપણ કોણે મોકલ્યું જુવાનીના દિન ચાર

ઘરડાં ગાડાં વાળે કદી અટકે ના મઝધાર

જીંથે અંબોડા બાધતી તીથે પડ ગઈ ટાલ

વણ નોતરે આવે તેને ઘડપણ કહેવાય

અનુભવને ઓરસીયે જીંદગી  પિરસાય

ઘડપણમાં ચટાંકા ઘણાં સંયમ જોજન દૂર

જો સંયમને વરે ઘડપણમાં ઝાઝેરું નૂર

દિકરા દીકરી વહુ જમાઈ આપે માનપાન

પૌત્રો પૌત્રીઓની વચ્ચે હરખે ખાનપાન

યોગી જ્ઞાની વિજ્ઞાની દિપાવે ઘડપણ ટાણું

રોગના જો ભોગ બને તો શું મારે કહેવાનું

જીભ પર સંયમ વર્તન સુંદર ઘડપણમાં

મોત પણ મલાજો પાળે તેની શબયાત્રામાં

બસ પ્રભુ વગર આંમત્રણે આવેલ અતિથિ

ઘડપણ માન પામે અને યાદ રહે એ તિથિ

3 thoughts on “ઘડપણ આવ્યું

  1. યોગી જ્ઞાની વિજ્ઞાની દિપાવે ઘડપણ ટાણું

    રોગના જો ભોગ બને તો શું મારે કહેવાનું

    જીભ પર સંયમ વર્તન સુંદર ઘડપણમાં

    મોત પણ મલાજો પાળે તેની શબયાત્રામાં

    સરસ

  2. યોગી જ્ઞાની વિજ્ઞાની દિપાવે ઘડપણ ટાણું

    રોગના જો ભોગ બને તો શું મારે કહેવાનું

    જીભ પર સંયમ વર્તન સુંદર ઘડપણમાં
    Just back from UK/India trip.
    Read this Post .
    Liked it !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    New Post on Chandrapukar …Inviting YOU & all !

Leave a reply to pragnaju જવાબ રદ કરો