નુપુરને મળો

31 01 2013

તમે મજામાં છો ને? અરે, જરા બરાબર સરખી રીતે બેસો ને.

આવા સુંદર શબ્દો કાને અથડાયા. અવાજ જાણે રૂપાની ઘંટડી

રણકી હોય તેવો મધુર સંભળાયો. નજર ફેરવીને જે દિશામાંથી

અવાજ આવતો હતો ત્યાં જોયું. માત્ર ચાર વર્ષની નિર્દોષ બાલિકા

મુખ પર હાસ્ય રેલાવતી ઉભી હતી.

નાનકડું ફણસા ગામ તેમાં રહેતી નુપુરને જોઈ મન પ્રફુલ્લિત થઈ

ગયું. બેટા તારું નામ શું? નુપુર સંજય શેઠ. શું જવાબ આપવાની

લઢણ. માંડ ૧૦,૦૦૦ માણસ્ની વસ્તીવાળા ગામમા આવી સુંદર

બાલિકા જોવા મળી. મન અતિ પ્રસન્ન થયું. મમ્મી, આંટી માટે

પપૈયુ કાપી લાવને. આંટી તમે ખાવ, બધુ ખાઈ જાવ અમારા

વાડાનું છે.

નાનું બાળક એ પ્રભુનો પયગંબર છે. નિઃસ્વાર્થ ચહેરો, મૃદુ હાસ્ય,

ચપળ આંખો અને થનગનતું બદન. નિરખતાં સમગ્ર અસ્તિત્વમાં

આનંદ વ્યાપી ગયો.નાનાસા ગામમાં આવું સુંદર ફૂલ અને આવી

મધુર વાણી!

સામાન્ય રીતે એવી માન્યતા છે કે બાળકને ઢગલા બંધ રમકડાં

બધું શિખવાડી શકે. એ કેટલી નાદાન વાત છે. ત્યાં તો ભગવાનની

છબી પાસે ઉભી રહીને નુપુર માતાજીની આરતી ગાવા લાગી. જરા

પણ અટક્યા વગર સરળ શબ્દોની આરતી ગાઈ. હજુ તો આરતી પૂરી

ન થઈ ત્યાંતો ‘ટ્વીંકલ ટ્વીકંલ લિટલ સ્ટાર’ ગાવા લાગી ગઈ. તેની

યાદ શક્તિ, જરા પણ અટકવું નહી અને પાછું તાલમા ગાવાનું.

તમે બરાબર બેસો ને ! પ્રેમથી કહી રહી હતી. અમે મળવા ગયા હતા

દસ મિનિટ માટે પણ અડધો કલાક ક્યાં નિકળી ગયો ખબર પણ ન પડી.

ઉઠવાની તૈયારી કરતા હતાં ત્યાં ‘તમે મારા ભાઈને નહી જુઓ?’

નુપુરની દાદી અને દાદીના સાસુ સસરા બધા અવાક થઈ ગયા !તેની

મમ્મી ન દેખાતા મને થયું કદાચ કામમાં વ્યસ્ત હશે. તેના ભાઈને જોવા

આંગળી પકડીને લઈ ગઈ. માત્ર ૧૦ દિવસનું બાળક અને મા સૂતા હતાં.

બાળકને જોઈ દરવાજામાંથી બહાર નિકળવાની તૈયારી કરતા હતા, ત્યાં

દાદી બધાને ‘કવર’ આપો ને. અમે સહુ ખડખડાટ હસી પડ્યા. નાની

નુપુર આ બધું ક્યાંથી શીખી? સંયુક્ત કુટુંબમાં લાડ પામી રહેલી અને ઘરમાં

ચાલી રહેલી વાતો બાળમાનસમાં કેવી અકબંધ સચવાતી. શું કુદરતની

કરિષ્મા છે.

બાળકમાં ચપળતા અને સુંદર સંસ્કાર ક્યાંય પણ રહેવાથી પ્રાપ્ત થાય છે.

નુપુરને જોઈ અશ્ચર્યમાં ગરકાવ થતી હું મારી સહેલી સાથે તેને ઘરેથી નિકળ્યા.

નુપુર દિલો દિમાગ પર છાઈ ગઈ હતી. મનોમન તેને આશિર્વાદ આપતી

હું ઘર તરફ રવાના થઈ.

આ પ્રસંગની રજે રજ માહિતી સત્ય છે. રતિભાર તેમાં અતિશયોક્તિ નથી.

આજનો અવિસ્મરણિય પ્રસંગ અંગ અંગમા કોતરાઈ ગયો.

Advertisements

ક્રિયાઓ

Information

One response

31 01 2013
મસ્ત

પ્રવીણાબહેન,

સરસ બાળમાનસ નું અવલોકન, અમારી ચાર વર્ષ ની પુત્રી પણ ઘણી વાર “કવર” જેવું છમકલું કરી નાખે છે।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: