આમજનતા

20 03 2013

સતત અંહી તહીં ફરતી જુઓ આમજનતા

કઈ દિશામાં જઈ રહી છે આ આમજનતા

બે છેડા ભેગા કરવા મથતી આમજનતા

મુખ પર હાસ્ય વિલાયુ એવી આમજનતા

મારગ ભુલેલ ભટકી રહેલી આમજનતા

મહેનતુ, મોંઘવારીમા પિલાતી આમજનતા

શું ખરીદે શાક પાંદડુ, અનાજ આમજનતા

દુધના દુર્લભ દર્શન દોહ્યલાં આમજનતા

સડક પર ઘર વસાવી રહેતી આમજનતા

ચાદર ઓઢી નસકોરાં ભરતી આમજનતા

દુર્દશા જોઇ હૈયું કરે કલ્પાંત આમજનતા

કાંઈ કરી શકવાને અસમર્થ જુઓ પામરતા

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

20 03 2013
Atul Jani (Agantuk)

કાંઈ કરી શકવાને અસમર્થ જુઓ પામરતા.

આ પામરતા દૃષ્ટાની છે કે આમજનતાની કે બંનેની? આમજનતાની પામરતા સ્વીકારી લીધી પણ દૃષ્ટાએ સાથે સાથે પામર નથી બની જતો?

વાસ્તવમાં પામરતા પુરુષાર્થ ન કરવામાં છે. સ્વામી વિવેકાનંદ દેશવાસીઓનું દુ:ખ જોઈને ઉંઘી ન શકતા. પથારીમાંથી નીચે ઉતરીને ભોંય પર આળોટતા અને રડતા કે હું મારા દરિદ્ર, નીર્બળ અને દુર્બળ દેશવાસીઓ માટે શું કરી શકું? જીવનના છેલ્લાં શ્વાસ સુધી કાર્યરત રહીને દેશવાસીઓને જાગ્રત કરીને તેઓ ચાલ્યા ગયાં. આજેય કેટલાયે લોકો તેમના શક્તીશાળી વિચારોમાંથી પ્રેરણા લઈને સ્વની અને અન્યની પામરતા દૂર કરી રહ્યાં છે.

હે પ્રભુ પામરો પામરતા દૂર કરી શકે તેવો પુરુષાર્થ કરવાની પામરોને શક્તિ અને બુદ્ધિ આપજે.

20 03 2013
Atul Jani (Agantuk)

એક વાર કહું પ્રવીણાબહેન આપના લેખો મોટા ભાગે નીરાશાજનક હોય છે. મને લાગે છે કે તમે ક્યાંય સારુ અને હકારાત્મક જોવાની દૃષ્ટી નથી કેળવી. મારો પ્રતિભાવ અત્યારે કદાચ તમને આકરો લાગશે પણં તેમ છતાં જો જીવનને થોડુંક હકારાત્મક રીતે લઈને જીવશો તો જીવન આનંદસભર બની જશે.

વણમાંગી અને અણગમતી સલાહ આપવા માટે ક્ષમા પ્રાર્થીને વીરમું.

20 03 2013
Manibhai Patel

ame aam Chiye…..khaas athi….Hahaahaahaaaa.!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: