એકાંત

23 03 2013

એકાંત
એકાંત સાથે મિત્રતા કરો! વિચિત્ર લાગે છે ને? ‘યા હોમ કરીને કૂદો ફતેહ છે આગે.’

ખરેખર અમલમાં મૂકવા જેવી વાત છે. એકાંતમાં પ્રસરેલી શાંતિ, એકાંતમાં સંભળાતું સંગિત

અને એકાંતમાં થતો અહેસાસ કોઈ અનુભવિયાને પૂછી જોજો. માનવ સહજ સ્વભાવ છે‘એકાંત’

શબ્દથી ગભરાવાનો. હકિકત તેનાથી વિપરીત છે. એકાંતના ઓરડામાં, ૧૫’ બાય ૧૫’ના

નહી આપણી અંદર છુપાયેલામાં ઝાંખો તો દર્શન થશે.

જો નસિબદાર હશો તો ઝાંખી મનોરમ્ય હશે યા બિહામણી. હવે એ દરેકનો અનુભવ વ્યક્તિ

પ્રમાણે અલગ અલગ હોય એ સ્વાભાવિક છે.માનવ ઘણી વખત ટોળામાં એકલો હોય છે.

તેનું એકલતાપણું જ તેનું દુશ્મન પુરવાર થાય છે. જ્યારે ઘણી વ્યક્તિ એવી જોવા મળશે

જે એકલતામાં પૂર બહારની જેમ ખીલી હોય છે. આ સૃષ્ટિનો હર એક માનવી જોઈએ તો

સ્વભાવ ગત ’સામાજીક પ્રાણી’ છે. જેને વાચા દ્વારા પોતાના અનુભવ તથા લાગણી પ્રદર્શિત

કરવાની પ્રભુએ ક્ષમતા આપી છે.આ વિરોધાભાસી કથન છે. તેથી એકાંત ઘણાને માટે આશિર્વાદ

સમાન છે તેથી ઉલ્ટું ઘણાને કાજે શ્રાપ છે.

જુવાનીના તોરમાં અને આકાશને આંબવાની તમન્નામાં મશગુલને જ્યારે એકાંત સાંપડે છે ત્યારે

કાંતો તે સંગિતના સૂરોમાં ખોવાઈ જશે. યા ભવિષ્યના વિચારોમાં નવી ઈમારતનું ઘડતર કરશે.

આવા પ્રવૃત્તિમય જીવનમાં એકાંતની પળો ખૂબ કલ્યાણકારી પુરવાર થાય છે. ‘બીલ ગેટ’નાનો

દસેક વર્ષનો હતો ત્યારે તેને પોતાના રૂમમાં વિચાર કરવાની આદત હતી. તેને મમ્મી જ્યારે

જમવા બોલાવે ત્યારે બેથી ત્રણવાર બૂમ પાડતી. આ રોજનો ક્રમ થઈ ગયો હતો. એક દિવસ

માએ ત્રણેક વાર બોલાવ્યો છતાં બીલ નીચે જમવા ન આવ્યો. ગુસ્સામાં તેની મમ્મી કહે’ બીલ

શું કરે છે ? જમવા કેમ નથી આવતો. તને બૂમ નથી સંભળાતી?’

બીલે શાંતિથી જવાબ આપ્યો, ‘મા,હું વિચાર કરું છું’.( mom, Bill, what are you doing?

Bill ’mom ,I am thinking.) આ એકાંતના સમયનો સદ ઉપયોગ બીલ ગેટને આજે કઈ

કક્ષાએ લઈ ગયો. બધા બીલ ગેટન બની શકે પણ જીવનમાં સફળતા જરૂર પ્રાપ્ત કરી શકે.

હવે જે એકાંતની વાત કરવી છે તે સમય અને સંજોગને આભારિત છે. જે દરેકને જીવનમાં

ક્યારેક ને ક્યારેક સાંપડે છે.હવે એકાંતને સહજતાથી અપનાવીશું તો સંસાર ભારરૂપ નહી પણ

સોહામણો લાગશે.. એ જ એકાંતને સજા રૂપ ગણીશું તો સંસાર બોજારૂપ બની જશે.જીંદગીભર

સાથ નિભાવવાનો કોલ આપી જ્યારે જીવનસાથી અધવચ્ચે સાથ છોડે ત્યારે આવી મળેલું એકાંત

જીરવવું મુશ્કેલ છે. તેના ઉપાય પણ છે. યોગ્ય પાત્ર મળે તો ફરી સંસારી થવું. નહી તો કુટુંબમાં

જીવ પરોવી તેમાં ડૂબી જવું. આ પરિસ્થિતિમા રહેલાં ભય્સ્થાનોથી આંખમિંચામણા કરવા તે અયોગ્ય

છે. દીકરી કે દીકરાના સંસારમાં ‘ટાંગ અડાવવી’. જેના પરિણામ માટે તૈયાર રહેવું. યોગ્યતા ત્યારે

જ કહેવાય અચાનક આવી પડેલા સદમાને ધિરજ પૂર્વક હળવો થવા દઈ ‘એકાંત’ સાથે મૈત્રી બાંધવી.

હંમેશા દરેક પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો સરલ રસ્તો છે, સમય. દરેક ઘાવની દવા છે ‘સમય’.

જેમ ઘા હળવો થાય તેમ ‘એકાંત’ સાથે મિત્રતા ગાઢી થાય.

આ જેટલું લાગે છે તેટલું સહેલું નથી. ‘કરતાં જાળ કરોળિયા’ જેવી વાત છે. તેનું પરિણામ ધીરું

હશે પણ સુંદર હશે તેમાં શંકાને સ્થાન નથી.” આ રસ્તે ચાલવા માટે પ્રથમ પગલું છે,પ્રાણાયમ’. જે

મનને ધિરજ ધરવાની શિખામણ આપી શાંત કરવાનો પ્રયત્ન આદરે છે. ‘ધ્યાનમાં’ બેસવાની પ્રણાલિકા

અપનાવી મનને ભિતરમાં જતાં શિખવે છે. ચિત્ત અને વૃત્તિને અંકુશમાં રાખી ‘એકાંતના ઓરડે’ ગુજારવ

કરાવે છે. એકાંતના ઓછાયા સાથે મૈત્રીભર્યો વ્યવહાર આદરે છે.

જીવનની સંધ્યાનો આનંદ લુંટી રહેલાં મિત્રો ‘એકાંત’ સાથે ‘મૈત્રી તારક’ રચી વિશાળ ગગનની મોજ

માણતા તેમનામાં ખોવાઈ જઈએ.આ‘એકાંત’ જીવનની વાટે દીવાદાંડી બની પથ દર્શન કરાવવા સમર્થ

પુરવાર થશે.


ક્રિયાઓ

Information

One response

24 03 2013
chandravadan

એકાંતને સહજતાથી અપનાવીશું તો સંસાર ભારરૂપ નહી પણ

સોહામણો લાગશે.. એ જ એકાંતને સજા રૂપ ગણીશું તો સંસાર બોજારૂપ બની જશે
A nice thought provoking Post.
To be alone & to utilise that moment positively is the KEY to unlock the TREASURES in this HUMAN life !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar.
Hope you got the Book from Vijaybhai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: