કેન્ડીસ

27 03 2013

કેન્ડીસને ચાર મહિના પછી મળી ખૂબ આનંદ થયો. હું ચુસ્ત હિંદુ અને

તે ચુસ્ત ક્રિસ્ચન. બંને જ્યારે પણ ચર્ચા કરીએ તો ખૂબ ખુલ્લા દિલથી.

બાળકો તેના પણ મોટા થઈ ગયા હતા. ઘણીવાર લંચ લેવા સાથે જઈએ.

ફોન રણક્યો ‘હાય પ્રવિણા યુ આર બેક ફ્રોમ ઈન્ડિયા”.

મેં પણ કહ્યું યા, યાર ચાર મહિના રહીને પાછી આવી ગઈ.

કેન્ડીસ, ‘હાઉ વોઝ યોર ટ્રીપ?’

મેં કહ્યું સારી હતી પણ ખૂબ લાંબી રહી.

એને મારી ભારતની મુલાકાત વિષે જાણવાની ખૂબ ઈંતજારી હતી.

મેં કહ્યું ચાલને યારા આજે “સ્વીટ ટોમેટો’માં જઈને બેસીએ.

બંને જણા મળ્યા. મારી વાતો ખૂટતી જ ન હતી. કારણ એટલું જ કે તેને

ભારતની બધી વાતમાં ખૂબ રસ પડતો.

કેન્ડીસ ” સ્ટીલ યુ સી કાઉ એન્ડ ડોગ્સ ઓન ધ સ્ટ્રીટ’.

મારો વળતો જવાબ હોય હા, એ તો ત્યાં સામાન્ય છે.

ભારત જતાં પહેલા અમારે વાત થઈ ત્યારે મેં એને કુદરતના કરિષ્મા વિશે

ઉલ્લેખ કર્યો હતો.

” સામાન્ય રીતે હરએક વ્યક્તિને પોતાના દેખાવ ખાસ કરીને ‘મુખ’ ઉપર

ખૂબ ગર્વ હોય છે.’ કિંતુ એ નિહાળવા માટે આયનાની જરૂર પડે છે. આપણે

ખુદ પોતાનું મોઢું જોઇ શકતા નથી’

કેન્ડીસને આ વાક્ય ખૂબ અસર કરી ગયું. તે વિચારમાં પડી ગઈ હતી.મને

કહે તારી વાત એકદમ સાચી છે.

હું તો ભારત જવા માટે ઉત્સુક  હતી.આ વાત મારા મગજમાંથી  નિકળી

પણ ગઈ હતી.

મારા પાછા આવ્યા પછી તેનો ફોન આવ્યો.

કેન્ડીસ.’કેન આઈ કમ ટુ યોર હોમ ઇનસ્ટેડ ઓફ મીટીંગ ઈન રેસ્ટોરન્ટ”.

મેં કહ્યું ‘ચોક્કસ તું મારી ઘરે આવ.’

કેન્ડીસ ખૂબ ખુશ જણાતી હતી. મને નવાઈ લાગી. અમે બંને વાતો એ વળગ્યા.

મને કહે “કેન આઈ ટેલ યુ સમથિંગ વેરી ઈનટ્રેસ્ટીંગ વોટ આઈ ડીડ”.

મારો વળતો જવાબ હા હતો.

“પ્રવિણા આઈ રીમુવડ ઓલ ધ મિરરસ ફ્રોમ માય હાઉસ.’

મને ખૂબ આશ્ચર્ય થયું! મારાથી રહેવાયું નહી. કારણ જાણવા હું ખૂબ ઉત્સુક હતી.

કેન્ડીસ,’આઈ વોન્ટ ટુ ગો વિધિન એન્ડ ફાઈન્ડ આઉટ હુ આઈ એમ?’

મને એટલો બધો અચંબો થયો કે અમેરિકન થઈને આને કેવું હૈયા સોંસરવું

ઉતરી ગયું હતું! એ વાક્ય કે જેનો મેં ઉલ્લેખ કર્યો હતો. ———–

Advertisements

ક્રિયાઓ

Information

One response

27 03 2013
manvant

Ready for reading the future story….m.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: