‘ઓર્ગેનિક યોગ’ —–1

31 03 2013

yoga[1]

‘ઓર્ગેનિક યોગ’
કોઈ પણ વ્યક્તિ તમને દુભવી શકવા શક્તિમાન ન હોવી જોઈએ! હંમેશા સ્મિત મુખ
પર રેલાવો. આત્માના અવાજને ધ્યાન દઈ સાંભળો.જો તમે સત્યના આગ્રહી છો તો
શાકાજે ડરો છો? એક જીંદગી જીવવાની છે.
નિસ્વાર્થ, પવિત્ર પ્રેમ ઉદ્ધારક છે. જાગો ,ઉઠો , લાગણીઓ પર સંયમ રાખો.‘યોગ’
એ શિસ્તબદ્ધ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેનાથી માનવ‘હું કોણ’ સમજવા શક્તિમાન થાય છે.
જીવનના એવા મુકામે પડાવ નાખ્યો છે,જ્યાં હવે શાંતિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.
સામાન્ય રીતે દરેક વ્યક્તિનું મગજ અને શરીર એકમેકની સાથે સંકળાયેલાં છે.શરીર
અસ્વસ્થ તો મનમાં તરંગ અને મન જો કાબૂમાં ન હોય તો શરીર પર તેની અસર
તરત દેખાય. યોગ એ એવી ભારતિય પ્રણાલિકા છે જે મગજ અને શરીર બંનેની
સમતુલા જાળવે છે. ‘યોગ વિદ્યા’ આપણા ભારતમાં સદીઓ પુરાણી છે. ‘ૠષિ
પતાંજલી’યોગ વિદ્યાના પ્રણેતા છે.યોગના નામના ઉચ્ચારણ સાથે ૠષિ પતાંજલીનું
સ્મરણ થાય તે સ્વાભાવિક છે.આજે આપની સમક્ષ ‘ઓર્ગેનિક યોગ’ શબ્દ વાપરવા
બદલ ક્ષમા યાચું છું.તેનું કારણ વ્યાજબી લાગે તો મારા પર નારાજ ન થશો.
‘યોગ’આજે પશ્ચિમના દેશમાં ખૂબ પ્રચલિત થયો છે.પશ્ચિમની દુનિયા ભૌતિકતાવાદી
હોવાને કારણે માનસિક શાંતિ શોધવા ફાંફાં મારે છે. જે તેમને યોગના અભ્યાસ દ્વારા
મળી શકે તેવી ખેવના સેવે છે.યોગ શબ્દ સાથે તેમણે ‘કસરત’ને જોડી દીધી છે.
જે વાસ્તવમાં ઉચિત નથી. ઘણાં ભારતિય તેમજ બિનભારતિય યોગના નામથી દૂર
રહેવા માગે છે તેમના મત પ્રમાણે યોગ ખૂબ‘કઠીન’છે.હકિકતમાં જે સત્યથી વેગળું
છે.યોગને નાના મોટાં, સાજા નરવા કે બિમાર બધાજ કરી શકે છે. આધુનિક વિજ્ઞાન
ચિંતા અને તનાવ રોગનું કારણ છે તે માનવામાં હિચકિચાટ અનુભવે છે. યોગ દ્વારા
શિસ્ત બદ્ધ રીતે સ્વની ઓળખાણ શક્ય બને છે.માનવ માત્ર ચક્ષુ વડે બહારની દુનિયા
જોવીને ટેવાયેલો છે.યોગના અભ્યાસ દ્વારા માનવ પોતાના અંતઃકરણમાં ડૂબકી લગાવી
સત્યનાં મોતી પામવાનું સામર્થ્ય કેળવી શકે છે.


ક્રિયાઓ

Information

One response

31 03 2013
jayshree

it is really help to remind us to do yoga

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: