મુંબઈમાં “મોનો રેલ”

2 04 2013

ક્યા બાત હૈ? મુંબઈમાં ‘મોનો રેલ’નું આગમન. હજુ તો હમણાં જ

મુંબઈમાં મહાલીને આવી! ખરેખર સુંદર મુસાફરી રહી. કુટુંબનો પ્યાર

મન ભરીને માણ્યો. હા, મુંબઈમાં ગીર્દી છે પણ જો હોંશિયારીથી જીવો

તો આનંદ પણ છે. આ જીવ તો મુંબઈનો ભોમિયો!

દરરોજ સવારે સાડા છમાં નાનાચૌકથી મરીન ડ્રાઈવ ફરવા જવાનું. સુંદર

ચોપાટી પર લોકોને ‘યોગ’ અથવા હસવાના પ્રયોગો કરતાં નિહાળવાના.

મન થાય ત્યારે અરબી સમુદ્રના મોજાને ભેટી તેમાં પાદ પ્રક્ષાલન કરી આગળ

ધપવાનું.સૂર્યોદયનું મધુરું દૃશ્ય નિહાળી પાળી પર બેસી પ્રાણાયામ કરવાનો.

હજારો માણસની અવર જવર ચાલતી હોય પણ વાત તો એ કે દરેક પોતાની

મસ્તીમાં મસ્ત હોય.

મુંબઈની યાદ આવે એટલે સમય અને સ્થળ વીશે ભૂલી જવાય. મુંબઈનો

વાહનવ્યવહાર ઘણો કઠીન અરે રસ્તો ઓળંગતા પણ ડર લાગે. ગમે ત્યાંથી

સાઈકલ કે સ્કૂટર ઘુસી આવે.

એ મુંબઈમાં મોનો રેલ. એક અદભૂત દ્રશ્ય. જમીનથી ઉપર! જ્યાં રાહદારી

ચાલતા ન હોય. કોઈની સાથે અથડાવાની કે ભટકાવાની ભીતિ ન હોય.

ટ્રાફિક સિગ્નનલની પાબંધી ન હોય!

મોનો રેલ સડસડાટ પવન વેગે દોડે. ન ધક્કા મુક્કી ન બારણાંમા લટકતા

મુસાફરો.જો આ દૃશ્ય કલ્પનામાં સુંદર જણાતું હોય તો હકિકત કેટલી સુહાની

હશે. ૮.૮ કિલોમિટર્નું અંતર માત્ર ૧૬ મિનિટમાં કાપ્યું. વડાલથી ચેમ્બુર સુધી

મોનો રેલની પ્રયોગ મુસાફરી હતી.જમીનથી થોડા મિટર અધ્ધર આ રેલની

મુસાફરી કરનારને ખૂબ આનંદ તથા રોમાંચનો અનુભવ થયો.

જ્યારે મોનો રેલ વળાંક લેતી હતી ત્યારે થોડો જુદો અનુભવ થયો. આમ તો

મોનો રેલ ૮૦ કિ.મિ.ની ઝડપે જાય પણ ટ્રાયલ હોવાને કારણે ૩૫ કિ.મિ.ની

ગતિથી જઈ રહી હતી. નીચેથી પસાર થતા ઝુંપડપટ્ટી , ઉંચા ઉંચા મકાનો,

લાખો માણસોની ચહલ પહલ બધું જેમનું તેમ જ હતું.ચારે બાજુનું વાતાવરણ

હંમેશા ધુમ્મસ ભર્યું જણા. ( પોલ્યુશન) આ મુંબઈની કમનસીબી છે!જગ્યા થોડી

માણસો બેસુમાર. પ્રગતિ ગમે તેટલી કરે પણ તેની આ અંધારી બાજુ પર આંખ

આડા કાન ન કરી શકાય.

નવો થયેલો ‘સી લિંક” પણ ખૂબ સુંદર છે. હવે આવી ‘મોનો રેલ’. જે મુંબઈમાં

જન્મીને મોટી થઈ હતી તે અદૃશ્ય થઈ ગયું! છતાં પણ વિલ્સન કોલેજ પાસેથી

પસાર થતા જુના મીઠાં સ્મરણો હ્રદયને હલબલાવી જતા.

મુંબઈગરા ગમે તેવી મુશ્કેલીમાં પણ અનેરી રીતે જીવે છે એ અભિનંદનને પાત્ર છે.

ફરી કોઈ વાર મુંબઈ વીશે વાતો કરીશ.

મુંબઈ તારી માયા

હૈયે યાદોના પડછાયા.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

2 04 2013
2 04 2013
manvant

monorail ane sealink jova ne manvasnu man thayu…Madad karsho ?….m.

10 04 2013
neeta

mumbai mukatu pan nathi ane mumbai ma gamtu pan nathi.. rojgar ahiya che etle jaiye to kya jaiye.. kai pan kaho pan mumbai ni maja alag j che 🙂

12 04 2013
Ramola Dalal

Its nice to see India progressing. I was happy to read your experience. Wonderful.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: