વિરોધાભાસ—-૨

13 04 2013

જીવનમાં ડગલે ને પગલે સહુને આનો અનુભવ થાય છે. સ્વાભિવિક જીવનની આ કરામત છે.

ગયા અઠવાડિયે મિત્રને ત્યાં લગ્નમાં જવાનું આમંત્રણ હતું. અમેરિકા આવ્યાને વર્ષો થયા આપણે

ભારતિય પ્રજાએ ખૂબ તરક્કી કરી છે. ખૂબ આનંદની વાત છે.સાથે સાથે આપણે વતનને તેમજ

વતનીઓને ભૂલ્યા નથી. એ તો ‘સોના પે સુહાગા’ જેવું લાગે છે.

લગ્ન ખૂબ ધુમધામથી હતા. લગભગ સાત દિવસના જુદા જુદા પ્રસંગો હતાં. આપણા વર્ષોથી

ચાલી આવતા બધા રીતિ-રિવાજોને સાંકળી લેવામાં આવ્યા હતા.લગ્નની ધમાલના બધા દિવસો

માટે એક દક્ષિણની હોટલવાળાનો સંપર્ક સાધી તેને બધા દિવસ માટે સવાર, બપોર, સાંજ અને

રાત માટે રોકી લીધો હતો.

દરરોજ જુદું જુદું ખાવાનું સ્વાદિષ્ટ અને સુંદર પરોણાગતિ સહુ મહેમાનો અને ઘરના સદસ્યો માણી

રહ્યા હતાં. લગભગ છ દિવસ સુધીમાં સહુએ ખુશખુશાલ રહી આરામ અને આનંદ માણ્યો.

હવે આવ્યો લગ્નનો દિવસ હિલ્ટનમાં સવારથી સાંજ સુધીના ભવ્ય કાર્યક્રમો હતા. જોયું હોય તો

મોંઘીદાટ હોટલોના ખાવાનામાં કોઈ મઝા નહી. સહુ જાનૈયા અને કન્યાપક્ષવાળાની સરભરામાં

કશો ભલીવાર નહી. હવે કાંઈ જ ન થઈ શકે! બંને બાજુના પક્ષમાં ગણગણાટ ચોખ્ખો થઈ

રહ્યો હતો. પણ કન્યા પક્ષવાળાએ મ્હોં માગ્યા દામ આપી તેમને ‘કે્ટરીંગ” સોંપ્યું હતું.

લગ્ન ધામધુમથી ઉજવાઈ ગયા. નવપરણિત હનીમુન પર જવા રવાના થઈ ગયા. હવે આવ્યો

પૈસા ચૂકવવાનો અવસર. જેમણે સારી ખાતર બદાસ્ત નહોતી કરી તેમનું બિલ જોઈને ચક્કર આવે.

સજ્જનતા દાખવી પૈસા ચૂકવ્યા. લગ્ન ધામધુમથી કર્યા હતા કોણ કચકચ કરે માની રાજી નહોતા

છતાં પૂરા પૈસા ચૂકવ્યા.

જે રેસ્ટોરન્ટ વાળાએ ઘરે આવેલાં પરોણાઓને સાત દિવસ સુધી ખુશખુશાલ રાખ્યા હતાં તેનું બિલ

ખૂ્બ પ્રમાણસર હતું. ખાનદાની જુઓ આ દંપતીની કહે ‘આટલાં થોડા પૈસા હોય નહી;. તમારી ક્યાંક

ભૂલ છે! રેસ્ટોરન્ટ્નો માલિક તો છક્ક થઈ ગયો. કાંઈ બોલી જ ન શક્યો. સ્તબ્ધ બનીને પૂતળાંની

જેમ બેઠો રહ્યો. એ દંપતિએ તેને ૨૦ હજાર ડોલર વધારે આપ્યા.

સજ્જનતા મરી પરવારી નથી. કહેવું વ્યર્થ છે કે તેઓ માલદાર હતાં સા્થે દિલદાર પણ !

એવો જ એક અનુભવ રેસ્ટોરન્ટ્વાળા પાસેથી સાંભળ્યો. કોઈ માલદાર પાર્ટીએ લગ્ન અને રિસેપ્શન

કાજે ભાવતાલ નક્કી કરી પૈસા આપવામાં નખરા કર્યા. એટલી હદ સુધી કે જેણે કેટરીંગ કર્યું હતું તેને

કોર્ટમાં ઘસડી ગયા. અંતે પૈસા તો આપવાજ પડ્યા પણ રેસ્ટોરન્ટવાળાને લગભગ ૬૦ હજાર ડૉલરના

ખાડામાં ઉતાર્યો. ઘણી કનડગત તેને ભોગવવી પડી.

આવા પણ અનુભવ થાય છે!

Advertisements

ક્રિયાઓ

Information

One response

13 04 2013
Chhaya Sachdev

ha a south indian khrekhr indian hata. mne pun u.s ma ghna sara friends mlya chhe. lakh khub sras. thanks

Sent from Windows Mail

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: