બારી ઉઘાડ———

5 05 2013

‘અરે, આ બારી કેમ ઉઘાડી નથી’? નીકી ઘરમાં આવીને બોલી ઉઠી. નીકી ઘરમાં આવે એટલે જાણે વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે. આખા ઘરના બારી, બારણા અને પડદા બધું ખોલવા મંડી પડે. આમ તો નીકીને પરણ્યે ૧૦ વર્ષ થયા હતાં.  જ્યારે પિયર આવતી ત્યારે કોઈને એમ ન લાગે આ છોકરી અંહી રહેતી નથી. તેને ખબર હતી મમ્મી અને પપ્પા એકલાં ઘરમાં શાંતિથી રહે છે. આ શાંતિનો તેને જન્મજાત વિરોધ હતો.

લગ્ન પહેલાં નીકી ઘરમાં ન હોય તો જાણે સૂનકાર વ્યાપી જતો. જેવી ઘરમાં આવે કે એક ચંપલ ત્યાં ને બીજી કોણ જાણે કયા ખૂણામાં.  સીધી રસોડામાં જાય અને પાણીનો નવો જ ગ્લાસ લઈને સોફા પર બેસી આખો ગ્લાસ પેટમાં પધરાવે. પર્સ તો તેને યાદ જ નહોય કે ક્યાં મૂકી છે. ભલુ હજો મમ્મીનું કે આવે ત્યારે તરત જ ગાડીની ચાવી તેના હાથમાંથી લઈ લે.  નહીતર નીકી ને જ્યારે બહાર જવું હોય ત્યારે ઘરમાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળે. નીકીના પપ્પા હંમેશા તેનો જ પક્ષ તાણે એ બધાને ખબર હોવાથી કોઈ જવાબ ન આપે અને ‘ચાવી શોધ’ મિશન ચાલુ થઈ જાય. નીકી ફટાફટ પોતાના બધા સ્થળોના નામ બોલવા મંડે જ્યાં ચાવી હોવાની શક્યતા હોય. જો મમ્મી કાંઈ સલાહનો શબ્દ ઉચ્ચારે તો આવી બન્યું પપ્પા અને નીકી બંને મમ્મી પર ટૂટી પડે.

આ નીકી પરણીને ગઈ પછી પપ્પા તો શાંત થઈ ગયા. આમે માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી એવો તેમનો સ્વભાવ સહુ જાણતાં. નિલેશ પરણીને અમેરિકા જતો રહ્યો હતો. નીકીએ દીકરા અને દીકરી બંનેની  ભૂમિકા ભજવવાની હતી. નિલેશ દર બે વર્ષે આવી પંદર દિવસમાં બે વર્ષનું ભાથુ આપી જતો.

મમ્મીઃ ‘નીકી, બેટા અજે મને એલર્જી છે એટલે બારી બંધ રાખને !’

નીકીઃ મમ્મી એલર્જી અને સૂર્ય પ્રકાશને કોઈ સંબંધ નથી. ઘરામાં સૂર્ય પ્રકાશ ખૂબ તાજગી લાવે છે.’

મમ્મીઃ ‘હા, બહેન તારી સાથે વિવાદ કરવો વ્યર્થ છે. બોલ સવારે તાજો ઉપમા બનાવ્યો છે થોડો ખાઈશ?’

નીકીઃ ‘મમ્મી ખાઈશ નહી, નિમેષ અને મારા મમ્મા તથા પાપા માટે લઈ પણ જઈશ.’ નીકી નિમેષના મમ્મી અને પપ્પા ને મમ્મા અને પાપા કહેતી.

મને ખબર જ હતી એટલે મેં ડબ્બો ભરીને તૈયાર રાખ્યો છે.

સૂર્યનો પ્રકાશ જેમ અંધકાર દૂર કરી તાજગી, પ્રકાશ અને સ્ફૂર્તિ લાવે છે તેમ બાળકો પણ માતા પિતાના જીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને ઉજાસ ફેલાવે છે. નાની શી વાત ‘બારી ઉઘાડ’—-

Advertisements

ક્રિયાઓ

Information

One response

5 05 2013
Nitin Vyas

Nice one

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: