શંકા-સંદેહ

અહંકારને ત્યજી મુક્તિ પામ
શણગાર ત્યજી સૌંદર્ય પામ

ત્યજવાનું કામ મુશ્કેલ નથી
અભિપ્રાયની કિંમત કોડી નથી

શંકા સંદેહને સ્થાન નથી
જગતનું તારે કામ નથી

તારી પ્રતિષ્ઠા તારા હાથમાં
ડર છોડી નિર્ભય પળમાં

તારા દિલનો અવાજ સુણ
મન મૂકીને મસ્તીમાં ગુલ

સદા સત્યમેવ જયતેનું ગાન
અભય બનીને ગંગા પાન

6 thoughts on “શંકા-સંદેહ

  1. તારા દિલનો અવાજ સુણ
    મન મૂકીને મસ્તીમાં ગુલ

    સદા સત્યમેવ જયતેનું ગાન
    અભય બનીને ગંગા પાન
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    All Pankito are nice.
    They all direct us to the RIGHT PATH.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

  2. હમણાં હમણાં તમારા વિચારો્માં પરિવર્તન મને કેમ દેખાય છે કે મારી સમજણમાં?
    લો, તમારું વાંચી મેં બે લીટી ટપકાવીઃ

    બીજાને સુધારતા તું જ સુધર,
    બોલું એ પહેલા રોકી દે અધર!
    “ચમન”

  3. સુંદર અભિવ્યક્તી
    આપણા અનુભવ…દિલમાં અજંપો છે. સાદાઈ માટે પહેલેથી જ તો આકર્ષણ છે. સાધના માટે ત્યાગ જોઈએ, આધ્યાત્મિકતા માટે અપરિગ્રહ જોઈએ એ ખબર છે, એટલે એ પ્રયત્ન પણ છે. ઓછું લઈને જીવવું, ઓછી જરૂરિયાતો, ઓછો ખર્ચ. પૈસાનો વ્યવહાર નહિ, સંગ્રહ કરવાની વૃત્તિ નહિ. અને તોય અનેક ચીજો વળગી જાય, ટેવો પડી જાય. આ જોઈએ છે, અને તે વિના ન ચાલે. !
    ત્યાં પ્રેરણાદાયી માણી આનંદ
    તારા દિલનો અવાજ સુણ
    મન મૂકીને મસ્તીમાં ગુલ

    સદા સત્યમેવ જયતેનું ગાન
    અભય બનીને ગંગા પાન

Leave a comment