પોકળ

પૈસો છે અંદરથી પોકળ
જો મનમાં વસે ગોકુળ

પૈસો છે હાથનો મેલ
કર ધોઇ નિરખ ખેલ

પૈસાથી જો બને મહાન
કિંમત તેની કોડી સમાન

પૈસો સાથ નથી જવાનો
ખાલી આવ્યો ખાલી જવાનો

પૈસાની સુણી બોલબાલા
પૈસાની ફેરવે શું માલા

હા પૈસો અતિ અગત્યનો
જીવને ભાગ ભજવવાનો

શું પૈસો ખાઈ શકવાના
સાંસોને ખરીદી શકવાના

વૈભવ સંબંધ દવા પૈસાથી
ખાત્રી સુખ સંતોષ કશાથી

પૈસાની જોઈ ખૂબ કમાલ
કથા સુણી ધાંધલ ધમાલ

યમ દ્વારે લાંબી કતાર
પૈસાથી ના ભેદ લગાર

પૈસાનો રણકાર નગુણો
ખાલી ચણો વાગે ઘણો

પૈસો સર્વ ગુન્હાનું મૂળ
વગર પૈસે પેટમાં શૂળ

મહેનતનો પૈસો છે મહાન
સનમાર્ગે જાય તરે વહાણ

પૈસો ઘસડે ‘હું’નો હુંકાર
મૈં મૈં નો સુણાવે રણકાર

પૈસાની સુણ બોલબાલા
તે વિણ માનવ કંગાલ

‘હું’ન બોલે પૈસો બોલે
મુંગો બોલે બહેરો સાંભળે

2 thoughts on “પોકળ

Leave a comment