સફળતા – અસફળતા

31 05 2013

જીવનમાં સફળતા રાતોરાત નથી મળતી. હા, કોઈને લોટરી લાગે કે સ્ટોક માર્કેટ ઉપર જાય તો રાતોરાત પૈસાનો ઢગલો મળે. જો તેને સફળતા કહેતાં હો તો વાત અલગ છે! બાકી વર્ષોની મહેનત યા તપસ્ચર્યા પછી નસિબ હોય તો સફળતા મળે. એવા દાખલા મોજુદ છે ઘણાને મૃત્યુ પછી સફળતા મળી હોય.

સફળ લોકો બીજાનો આભાર માને છે જ્યારે અસફળ હંમેશા દોષનો ટોપલો બીજાના માથા પર ઢોળે છે. જેનો હેતુ પાર પડ્યો તે સફળ. જેણે મુશ્કેલીઓનો સામનો કર્યો છતાં પણ ધાર્યું પરિણામ ન મળ્યું તે અસફળ. સફળતા પચાવવી એ બહુ મુશ્કેલ કાર્ય છે. જેમ અધુરો ઘડો છલકાય તેમ એકાએક સફળતા મળે ત્યારે માનવ કેમ વર્તન કરવું તે ભુલી જાય છે. સફળતા સાથે વર્તન સહજ સંકળાયેલું હોય તો તે સફળ વ્યક્તિનું વ્યક્તિત્વ ખિલવે છે. તેજ પ્રમાણે અસફળતા મળે ત્યારે તે સ્વિકારવી અનહદ કઠિન છે. માનવ ક્યાં પાયમાલ થઈ જાય, માનસિક સમતુલા ગુમાવી બેસે યા ઈર્ષ્યાની આગમાં જલી મરે.

સફળ, સામી વ્યક્તિના વખાણ કરી સફળતાને પચાવે છે. જ્યારે અસફળ હંમેશા બીજાની ટીકા કરે છે અને દુશ્મની બાંધે છે.

સફળતા પરિવર્તન સર્જે છે. જો સામી વ્યક્તિ કદર કરે કે ન કરે અવરોધ બનતો નથી. ખસીને માર્ગ મોકળો કરી આપે છે. સફળતા માટે પ્રયત્ન કરે છે. એકલો ઝઝૂમી સત્યને કાજે અટલ રહે છે. સત્ય ન છોડવા ખુદ મારગ મોકળો કરી હટી જાય છે.

અસફળ વ્યક્તિ પોતાની જાતને વિદ્વાન તેમજ જ્ઞાની સમજી બીજાનું અપમાન કરતાં સંકોચ રાખતો નથી. જીવનમાં જોઈતું મળે નહી તેથી આચરણ અવિવેકી કરે છે.

અસફળ માનવ સાધારણ વ્યક્તિને વિના કારણે છંછેડે છે. નારાજગી દર્શાવા જતાં અવિવેકી વર્તનનું આચરણ કરે છે. જ્યારે સફળ વ્યક્તિનું આચરણ સમતા ભરેલું હોય છે. તેની દૃષ્ટિ પરિવર્તન પામે છે. હર હમેશ કદરદાન હોય છે. કોઈ શું કહેશે તે અગત્યનું નથી. માંહ્યલો શું કહે તે કાને ધરે છે.

સફળતા અને અસફળતા એ માનસિક છે. જેનો નિયામક માનવ ખુદ છે. માત્ર ‘પૈસો’ તે માપવાનું બેરોમિટર નથી. તેમ જ સમાજ વાહ, વાહ કરે તે પ્રમાણપત્ર નથી. હકિકત અને સત્ય એકબીજાથી વેગળાં છે.

માનાવ હંમેશા બીજાની દૃષ્ટિથી જોવાને ટેવાયેલો છે. ખરું પૂછો તો ‘બીજો’ એ સંબંધી સંપૂર્ણ બેખબર છે. સફળ યા અસફળ નામની એવી કોઈ ચીજ અસ્તિત્વમાં નથી. સહજ પણે જીવન જીવવું એ મહત્વનું છે. રેતીમાં પગલાં પાડવા બરાબર છે. પવનન્ની એક લહર તે મિટાવવા શક્તિમાન છે. મગજને કેળવવાની જરૂર છે. અભ્યાસ અને નિયમિતતા જે તાળાની ચાવી છે. લાગણીઓને સંયમ પૂર્વક સાચી દિશામાં વાળવી જેથી સઘળું ક્ષુલ્લક જણાય.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

31 05 2013
chandravadan

સફળતા અને અસફળતા એ માનસિક છે. જેનો નિયામક માનવ ખુદ છે. માત્ર ‘પૈસો’ તે માપવાનું બેરોમિટર નથી. તેમ જ સમાજ વાહ, વાહ કરે તે પ્રમાણપત્ર નથી. હકિકત અને સત્ય એકબીજાથી વેગળાં છે.
The message is within the above !
Mind of the Humans must learn to keep the “balance” in the Positive & Negative results of the Actions !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar.

31 05 2013
Manibhai Patel

saras lekh !
]Aabhaar.

6 06 2013
chaman

મને ગમ્યો તમારો આ લેખ.
ચમન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: