ઘરે આવે

6 06 2013

કેવા વિચિત્ર બે શબ્દો છે. ઘરે આવે એમાં શું નવાઈ. આમાં આપણને કોઈ ફરક છે.આપણા ભારત દેશમાં તો આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. મને બરાબર યાદ છે તેઓ ઘરે આવતા સાથે પોતાનું સાધન લઈને આવતાં અને મારી મમ્મીને ત્યાં તો આવ્યા પછી કોને ખબર મહિનો થાય ત્યાં સુધી જવાનુ નામ ન લેતાં. વિચાર કરીને થાકશો પણ અંતે જવાબ મારે જ તમને આપવો પડશે !

ચાલો ત્યારે કહી દંઉ તે છે ‘દરજી’. આજના છાપામાં વાંચ્યું કે અમેરિકામાં હવે આ નવો ધંધો શરૂ થયો છે. હસવું આવી ગયું ને . આ દેશમાં બધી વસ્તુના નામ ભાઈ બહુ મોટા. આપણે રહ્યા સીધા સાદા. જો તમને ડીપારર્ટમેંટ સ્ટોરમાં જવાનો કંટાળો આવે તો ઘરે આવીને માપ લઈ જાય. કપડાં તૈયાર થાય પછી ટ્રાયલ આપવા ઘરે આવે. બરાબર ફીટીંગ કરાવીને જાય. પૈસાનું પૂછવું જ નહી. મને ખબર છે તમે સીધા ડોલરના રૂપિયા ગણવા માંડશો.

નાનપણમાં અમારા નારાયણભાઈ દરજી વર્ષમાં એક વાર મમ્મી ઘરે બેસાડતી. કપડાં બધાં તેઓ સિવતાં. શાળાના ગણવેશ દર વર્ષે ચાર જોડી નવા કરાવતી. ટાફેટાંના સરસ મજાનાં ફ્રોક તેમની પાસે બનાવડાવે. ચણીયાની શોખીન મારી મમ્મી એક દિવસમાં એક ચણીયો ઉતારે. કળીમાં કળી નખાવે આજ કાલની જેમ તૈયાર ન લાવે. રેશમી હોય, સાટીનના હોય વૈવિધ્યથી ભરપૂર.

એ નારાયણ ભાઈના મશીન ઉપર હું થેલીઓ શીવું. તેથી મશીન ચલાવતાં મને બચપનથી આવડતું. આજનો લેખ વાંચીને મને ખૂબ હસવું આવ્યું. અમેરિકામાં જો આવડત હોય તો કોઈ પણ કાર્ય કરીને પૈસા કમાવાય.

આજના જમાનામાં હવે દરજીઓ ઘરે બેસતાં નથી. મુંબઈ જેવા શહેરમાં તો તેમને તડાકો છે. મોંઘવારીની ભિંસમાં મ્હોં માગ્યા દામ લઈ કપડાં શીવે છે. ‘ડિઝાઈનરોનો રાફડો ફાટ્યો છે. ધોળે દિવસે લુંટ ચલાવે છે. ‘કાળા નાણા’વાળાને ક્યાં ફરક પડે છે. ભલેને તેમનો (દરજી) સૂરજ તપે.

હવે એ ધંધો અમેરિકામાં ફુલ્યો ફાલ્યો જાણી હરખાઈ ઉઠી. પૈસા કમાવાની આ તરકિબ ખોટી નથી. આપણે ત્યાં ‘ડિઝાઈનર’ કહેવાય છે. અંહી તેને ‘કસ્ટમ મેઈડ’ કહે છે. તમારું ‘કલાયન્ટેલ’ જોરદાર જોઈએ. ડોલર અમેરિકન્સ ખર્ચી જાણે. જો કે આપણા દેશીઓ જે ખૂબ સરસ કમાય છે તેમાં ઘણાં જીગરવાળા પણ છે. ઘણાંને તો હવે ભારતમાં કોઈ કુટુંબી ન હોવાને કારણે તે રસ્તો સદંતર બંધ થઈ ગયો છે.
અરે આપણે ત્યાંઆજે પણ સવાર પડી નથીને સહુથી પહેલો છાપાવાળો આવે. ના કહ્યું હોય છતાં પણ ઘંટી મારે.મહિના પછી જ્યારે પૈસા લેવા આવે ત્યારે શેઠાણી તતડાવે. ‘ હા, હવે ઘંટી નહી મારું’ એમ કહે પણ સવારના પહોરમાં ટીન ટીન.

ભલું થજો હવે દૂધવાળા ઘંટી નથી મારતા. પૈસાની કુપન આગળથી લઈ જાય. એટલે બારણામાં લટકાવેલી થેલીમાં રોજ મૂકીને જાય. વધારે દુધ જોઈતું હોયતો શેઠાણી સાંજના ફોન કરે અને પૈસા પછી આપી દે. જો દુધ સમયસર બારણામાં લટકતી થેલીમાંથી ન લે બગડી જાય તો એની જવાબદારી શેઠાણીની યા તો એના નોકરની!

હવે વારો આવે ગાડીની ચાવી લેવા આવવાવાળાનો. જે રોજ સવારે ગાડી ધુએ. પાણીની બાલદી ભરીને લઈ જાય. ત્યાં આવે સવારના ચાપાણીના વાસણ માંજવાવાળી બાઈ. હજુ તે ગઈન હોય ત્યાં મહારાજ આવે. એક કલાકમાં ફટાફટ રસોઈ કરીને ભાગે. મહારાજોને તો હવે તડાકો પડ્યો છે. રસોઈ કરવાના ૧૦થી ૧૫ હજાર રૂપિયા લે. કેમ નહી મોંઘવારી તેમને પણ નડે છે. કમ સે કમ પાંચથી છ ઘરે રસોઈ કરે. કોઈ શેઠને સવારના ૯ વાગે ટિફિન જોઈએ તો કોઈને બપોરે ૧ વાગે ગરમ રોટલી ખાવી હોય. બપોરે નાસ્તો બનાવવા જાય તે તો અલગ.

મહારજ રસોઈ કરીને જાય ત્યાં ધોબી આવે. ઈસ્ત્રી ટાઈટ કપડાં જોઈએ. ઘણાને ત્યાંતો વળી ધોબી દરરોજ કલાક આવે અને કપડાંને ઈસ્ત્રી કરીને જાય. પૈસા નંગ પર આપવાનાં. ધોબીની રામાયણ પૂરી ન થઈ ત્યાંતો કરિયાણાવાળો શેઠાણીએ આપેલાં અનાજના પડીકા પહોંચાડવા આવી પહોંચ્યો હોય.

આ યાદી તો હજુ અડધે સુધી નથી પહોંચી. જો આખી લખીશ તો તમારે કદાચ એડવીલ કે ટાયલિનોલ લેવાનો વારો આવી જશે. તમારી રજા લઈ તમને સરદર્દથી છૂટકારો આપીશ.

Advertisements

ક્રિયાઓ

Information

One response

4 07 2013
Manibhai Patel

Aa chitra ajab-gajabnu lagyu.maja padi. Aabhaar.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: