નાનાજી

12 06 2013

અનિમેષ અમેરિકા ભણવા આવ્યો ત્યારે તો વિચાર હતો ભણીને પાછો જઈશ અને માતા પિતાની સાથે રહી તેમને સુખ આપીશ. તે પાછો તો ન જઈ શક્યો પણ માતા પિતાને સુખ આપવામાં પાછી પાની ન કરી. દર વર્ષે તેમને મળવા ભારત જતો. નસિબ જોગે અનુ પણ સુંદર અને સંસ્કારી હતી. બંને જણાની સુંદર નોકરીને કારણે જીંદગીમા પ્રગતિ સારી કરી.
બે દીકરીઓથી કલ્લોલ કરતો સંસાર. અનુએ ઘરમાં એક બહેન મદદ માટે રાખ્યા.બાળકો સચવાય અને ઘરકામમાં થોડી રાહત થાય.અનુ અમેરિકામાં જન્મીને મોટી થઈ હતી. સમયની આગ્રહી તેમજ સુંદર સંસ્કારવાળી. બંને દીકરીઓ મોટી થતી જતી હતી અચાનક એક દિવસ બોલી’ મને શંકા છે?’
અનિમેષ બોલ્યો ‘શાની’ ?
અનુ કહે,’ આ વખતે પિરિયડ બે અઠવાડિયા લંબાઈ ગયો છે.’
અનિમેષ ‘એ તો ખુશ ખબર છે.’
અનુ,’ શું શરમાતો નથી, અવની ૮ ની અને અંશુ ૭ની થઈ.’
અનિમેષ,’ કદાચ આ વખતે કુળદીપક આવે,’ કહીને અટ્ટાહાસ્ય કરવા લાગ્યો.
અનુ નોકરી, ઘરકામ અને બાળકોને કારણે થાકી જતી. ઉંમર પણ ૩૮ની થવા આવી હતી.
ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જતાં ખબર પડી જોડિયા બાળક છે. તેની તબિયત નરમ ગરમ રહેવાથી નોકરી છોડી દીધી. અનિમેષે નોકરીની સાથે ‘રિયલ એસ્ટેટમાં’ પણ જંપલાવ્યું હતું.આવક સારી હતી. અનુએ ઘરકામમાં મદદ માટે જે બહેન રાખ્યા હતાં તે અનુનું ધ્યાન રાખતાં. ભારતથી અનિમેષના ‘મા’ આવી પહોંચ્યા. એકલાં હતાં, એ બહાને બાળકો સાથે રહેવાનો અવસર પામ્યા.

અનુ, ‘આજે હોસ્પિટલ જવું પડશે.
અનિમેષ, ‘ગાડી ગરાજમાં છે બેસી જા. મા છે તું ફિકર ન કર.’
માએ દહીં ખવડાવ્યું અને શુકનની કાકરી ગોળની પણ આપી. આ વખતે સોનોગ્રાફી કરાવી ન હતી. બરાબર ચાર કલાકના દર્દ પછી અનુ છૂટી થઈ. બંને દીકરીઓએ ધરતી પર અવતરણ કર્યું. ખૂબ સુંદર હતી. ૩૮ વર્ષની ઉમર અને નરમ તબિયત રહેતી હોવાથી અનુ બાળકોને જન્મ આપી શાંત નિંદ્રામાં પોઢી ગઈ. ડોક્ટરોએ ખૂબ પ્રયત્ન કર્યા. કુદરત આગળ તેમણે હાર કબૂલી.

એમાં નિર્દોષ બાળકોનો શું વાંક ! અનિમેષ ભાંગી પડ્યો. માએ તેને સાચવ્યો. વચન આપ્યું હવે એ ભારત કદી પાછાં નહી જાય. અવની અને અંશુ થોડું ઘણું સમજ્યા કે મમ્મી ભગવાન પાસે ગઈ. મોના, લીસા ને દાદીમાએ અને રમાબહેન જે કામ કરતાં હતાં તેમણે પાંખમાં ઘાલ્યા. ભલું થજો પૈસાની ચિંતા ન હતી તેથી ઘરકામ માટે એક ‘મેઈડ’ રાખી લીધી. અનિમેષને સમય જ ક્યાં હતો કે અનુ ગઈ તેનું દર્દ વ્યક્ત કરે. રાતના એકલો પડે ત્યારે અનુના ફોટા સાથે લવારો કરી લેતો. મા સમજતી પણ ઉફ ન કરતી. અનિમે્ષની કાળજી નાના બાળકની જેમ કરતી. ચાર દીકરીઓ હતી એટલે અનિમેષને કોઈ પણ વાતમાં કશી સલાહ ન આપતી.

અનિમેષે પોતાનું જીવન ચારે ચાર બાળકીઓને મોટા કરવા માટે સમર્પિત કરવાનો મનોમન નિર્ધાર કર્યો. ‘અનુ, યાદ રાખજે તેં જવાબદારીમાંથી મુક્તિ મેળવી. હું એ નિભાવીશ. અમને તારી સમઝણ અને પ્રેમ આપજે’ !જાણે અનુ ફોટામાંથી તેની વાતમાં સૂર ન પુરાવતી હોય. માએ જીવનના છેલ્લા શ્વાસ સુધી અનિમેષને ચાર દીકરીઓ મોટી કરવામાં પોતાનો સક્રિય ફાળો આપ્યો. મા ગઈ અવની અને અંશુ કોલેજમાં આવ્યા , મોના, લીસા સાત વર્ષના થયા. દીકરીઓની દેખરેખ અને ઘરની વ્યવસ્થામાં અનિમેષ એવો ગુંથાયો કે જુવાની હાથતાળી દઈને પસાર થઈ ગઈ.

અમેરિકામાં હોવા છતાં દીકરીઓ ખૂબ સમજુ અને સંસ્કારી નિકળી. ભણી ગણીને યોગ્ય વ્યક્તિ સાથે પપ્પાની સંમતિ મેળવી પોતાનો સંસાર શરૂ કર્યો. મોના, લીસા બંનેને ડોક્ટર થવું હતું. અનિમેષ કદી દીકરીઓને કોઈ વાતની ના પાડી ન હતી. બંને જણા ભણવા માટે શહેર છોડીને જ્યાં એડમિશન મળ્યું ત્યાં ગયાં.

વર્ષો પછી આજે અનિમેષ એકલો પડ્યો. હવે શું? ખાલી ઘરમાં ભણકારા વાગતાં. અનુ કોક દી’ સ્વપ્ને આવતી અને કહેતી ‘તેં કેટલો બધો ભોગ આપ્યો. હું સ્વાર્થી નિકળી તને અધવચ્ચે છોડી ચાલી નિકળી’. એવામાં અવનીએ સમાચાર આપ્યા ‘પપ્પા હું મા બનવાની’.
અનિમેષ વિમાસણમાં પડી ગયો. તેને થયું અનુ હોત તો ખૂબ ખુશ થાત. દીકરી માટે કેટલી બધી તૈયારી કરત. ‘
અનિમેષે અંશુને બોલાવી ઘણી બધી વસ્તુઓ ખરીદી અને અવનીને ઘરે ગયો.
‘અવની બેટા, હું નાનાજી બનવાનો. નાનીજી તો હાજર નથી પણ મને ખાસ્સો અનુભવ છે. ચાર દીકરીઓનો બાપ છું’.
તારા આવનાર બાળકને નાની અને નાના બંનેનો પ્યાર હું આપીશ. યથા સમયે ખોળામાં અવનીએ જ્યારે ‘અવી’ મૂક્યો ત્યારે નાનાજી ખુશ ખુશાલ થઈ તેનું ‘ડાઈપર’ બદલી રહ્યા.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

12 06 2013
Devika Dhruva

સરસ. मधुरे्ण समापयेन…

12 06 2013
Vinod R. Patel

સરસ ભાવવાહી વાર્તા .ચાર દીકરીઓને મોટી કરી અને પરણાવીને એકલા પડેલા

પિતાને દીકરીને ત્યાં દીકરો જન્મે અને પોતે નાના બને એનો આનંદ કેટલો હોય !

12 06 2013
indushah

નાનાને દોહિત્ર મળ્યો, કેટ્લો આનંદ!!!

14 06 2013
NAVIN BANKER

પણ…આમાં ‘ટૂંકી વાર્તા’ ક્યાં ?
આ એક પ્રસન્ન ગૃહસ્થીનું ચિત્રણ જરુર છે. અનિમેષ અને અનુના લગ્નજીવનનું ચિત્ર છે…પ્રથમ બે દીકરીઓ..પછી બીજી બે જોડીયા દીકરીઓ…પ્ત્નીનું અકાળે અવસાન..ચારે દીકરીઓના લગ્ન..અને અંતે દીકરીના દીકરાના ડાયપર બદલતા નાનાજીનું ચિત્રણ…
મને આમાં ટૂંકી વાર્તા માટે જરુરી તત્વોનો અભાવ લાગે છે. ચમત્કારિક કે ચોટદાર અંતની અપેક્ષા અહીં સંતોષાતી નથી.
મને ખાલી ‘વાહ..વાહ’ અને ‘સરસ’ એવું કહીને આત્મવંચના કરવી નથી ગમતી.
આપને કદાચ આ અભિપ્રાય ન ગમે તો ક્ષમા કરશો.
નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: