પિતૃ દિવસ (ફાધર્સ ડે)

16 06 2013

પિતાજીની વાત યાદ આવે ત્યારે આ ઉમરે પણ આખા શરીરમાં સ્ફૂર્તિ ફરી વળે. અમે બધા ભાઈબહેન પિતાજીને મોટાભાઈ કહેતાં, કદી મોટાભાઈ કીધું જ નથી મોટાઈ, ભ ખાઈ જવાનો. પાંચેય ભાઈ બહેનોમાં હું તેમની સહુથી લાડકી હતી. તેમનો પડ્યો બોલ ઝીલતી. ભણવામાં હોંશિયાર હોવાથી પરિક્ષામાં સારા ગુણાંક આવે એટલે ચીમનલાલ ચાંદીવાલાને ત્યાં લઈ જાય. ‘બેટા જે ગમે તે લઈ લે.’આમ તેમનો મિજાજ થોડો ગરમ પણ મને કદી ન વઢે, મારી મમ્મી કાયમ કહે , જા તારા બાપા પાસેથી આ કામ કઢાવી લે.
કદી શું ભણે છે કે કેટલા વર્ષની તેમને યાદ જ ન હોય. મેટ્રિકમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો. મારા કરતાં તેમને આનંદ વધારે.

કોલેજ કઈ જવાનું તે પણ તેઓ નક્કી કરે. મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં એડમિશન મળ્યું પણ ના વિલ્સનમાં જવાનું. ભલે મોટાઈ. એક વાત આખી જીમ્દગી માની ન હતી. હિલવાળા ચંપલ નહી પહેરવાના. જે આજ સુધી પહેરું છું. ડોક્રટર થવું હતું. બહુ વર્ષો ભણવું પડે. મેં કહ્યું ‘તો શું થઈ ગયું’. લગ્ન કરવાના. આજ કાલ જેવું થોડું છે ૩૦ વર્ષની છોકરી હજુ લગ્ન માટે તૈયાર ન હોય.
હું પણ હતી તોફાન મેલ. રોજ ગાડીમાં કોલેજ ઉતારે. ઉતરતી વખતે મોટાઈ પૈસા નથી. ખિસામાં હાથ નાખે જે નોટ હોય તે આપી દે. છુટ્ટા કદી પાછા નહી આપવાના.
કોલેજના છોકરાઓને ચેતવણી આપી હતી હું ગાડીમાંથી ઉતરું ત્યારે મને હાય નહી કરવાનું. મારા મોટાઈ બીજા દિવસથી કોલેજ બંધ કરી દેશે.મારી દીકરી બી.એ. થઈ ગર્વથી તેમનું મસ્તક ઉન્નત થતું. એમાં વળી લગ્ન અમેરિકા રીટર્ન અવિનાશ સાથે. બસ પિતાના આનંદનો અવધિ ઉછળતો અને તેમાં નાહી હું પાવન થતી. કેટ કેટલા પ્રસંગ યાદ કરું. તમને બધાને મારી વાતો સાંભળીને કંટાળો ન આવે એટલે હવે વિરમીશ.

પિતૃદેવો ભવઃ પિતૃમિત્રો ભવઃ

પિતાનો પ્રેમ જેઓ પામ્યા હોય તે જાણે
પ્રેમ સભર આંખો નિહાળી હોય તે જાણે

મૌન રહીને વાચા સાંભળી હોય તે જાણે
ગૌરવ ભર્યું મુખડું નિહાળ્યું હોય તે જાણે

આંગળી ઝાલી ડગ ભર્યું હોય તે જાણે
ખભે ઉચકાવી સૈર કરી હોય તે જાણે

માથામાં તેલ ઘસ્યું હોય તે જાણે
પગ દબાવી શાતા ભાળી હોય તે જાણે

ભૂલ થાયે ગુસ્સો માણ્યો હોય તે જાણે
પલાંખાના આવડે ફૂટ ખાધું હોય તે જાણે

પહેલે નંબરે આવ્યાથી ભેટ્યા હોય તે જાણે
વાંક હોય ત્યારે પ્યારથી સમજાવી જાણે

શિખામણ દે ત્યારે જોયા હોય તે જાણે
જીવનભર પ્રેમમાં નાહ્યા હોય તે જાણે

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

16 06 2013
Vinod R. Patel

ફાધર્સ ડે નિમિત્તે જૂનાં સંસ્મરણો યાદ કરીને પિતાને સરસ અંજલિ આપી .

Happy Father’s Day

16 06 2013
pragnaju

પિતૃ દિવસ સુંદર અંજલી
તા 16 મીની મારી દિકરીની યાદ
અને
મારી યાદભરી વંદના નીરવ રવે પર…

16 06 2013
razia

પિતૃદિવસ પર આપની અનોખી શ્રધ્ધાંજલી

16 06 2013
chaman

પિતા સાથેનો ભૂતકાળ આજે ‘ફાધર્સ ડે’ વખતે યાદ કરી એમના પ્રત્યેનું ઋણ વ્યકત કરી એક દિકરી તરીકેની શોભા વધારી દીધી. સોનામાં સુગંધની જેમ કવિતા પણ લખી દીધી!

એક સુચન કરું તમારા આ કાવ્ય અંગે?

‘હોય તે જાણે’ એને ગઝલની દ્રષિયે ‘રદીફ’ કહેવાય.
આ રદીફ, ગઝલમાં (હું સમજ્યો છું એ રીતે) ૧,૨, ૪. ૬. ૮,….. લિટીઓમાં દ્રશ્ય થાય છે.
રદીફ્ની આગળ આવતા શબ્દને ‘કાફિયા’ કહેવાય છે અને દરેક કાફિયાના શબ્દો નવા હોય છે અને દરેક ‘કાફિઆનો પ્રાસ એક જળવાવવો જોઇએ.

‘કાફિયા’ અને ‘રદીફ’ પર ‘કમાન્ડ’ આવ્યા પછી ‘છંદ’ને છેડવો સહેલો પડશે.

કોઇ નામાંકિત ગઝલ લઇ આનો અભ્યાસ કરી જાણ કરશો તો આભારી થઇશ.

કુશળતા ઇચ્છતો,

ચીમન પટેલ ‘ચમન”

17 06 2013
Devika Dhruva

ભાવોની સુંદર અભિવ્યક્તિ..ગઝલના બાહ્યસ્વરૂપ અંગે ચિમનભાઇની વાત બરાબર છે. આંતરસ્વરૂપ વિષે એક ખાસ બેઠકમાં ચર્ચા કરીશું.બરાબર ને ?

17 06 2013
chandravadan

Happy Father’s Day to All !
Nice Post !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar !

17 06 2013
Purni

Motai etle Motai…. When I think of him I see a face that was always so hpppy to see us entering in his home and showering with gift of love. In his mind his daughters can do no wrong.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: