સસ્તી મળે છે **

27 06 2013

 

નિર્ણય

જ્યાં લક્ષ્મીની છોળો ઉડે છે ત્યાં પ્રસિદ્ધિ સસ્તી મળે છે. વાહ વાહ કરનાર ચારેતરફ માખીની જેમ બણબણે છે. મને યાદ છે બે વર્ષ પહેલાં ભારત આવી હતી ત્યારે મિત્ર મંડળમાં ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. ‘આજ કાલ પૈસા ન હોય તો વ્યક્તિની કોઈ કિમત નથી ! હું તો આવું વાક્ય સાંભળીને અચંબામાં પડી ગઈ. જ્યાં માત્ર પૈસાને કાટલે માનવી મપાય છે! આજે સમાજમાં પ્રગતિના તોલમાપ શું છે ? પૈસો જીવનમાં અગત્યનો છે, તે સર્વસ્વ નથી એ ક્યારે સમજાશે?

સત્યને પડખે ઉભા રહેવું કે સત્યને સથવારો આપવો એ વાત જાણે ગૌણ બની ગઈ છે. સસ્તી પ્રશંશા પસ્તીના ભાવે મળે છે. એવા આ સમાજમાં જ્યારે હું મારા શાળા સમયના ૯માં ધોરણના વર્ગ શિક્ષકને મળી ત્યારે મારું મસ્તક તેમના ચરણોમાં ઝુકી ગયું.આવડત અને નિષ્ઠા બંનેનો સમન્વય તેમનામાં જણાતો. જેને લઈને વિદ્યાર્થી ઉપર તેમની ગહેરી અસર પડતી. તેમના વાક્યોમાં વજન જણાતું. ઉમર પ્રમાણે તે સમજાતું પણ આજે તે બધા પથ્થરની લકીરની જેમ મન અને મગજ પર કોતરાયા છે.

યુવાનીમાં ગાંધીજીના આદર્શોને અપનાવી જે સંયમ યુક્ત જીવન જીવતાં તે આજે પણ યાદ છે. કુમળી વય હોવા છતાં એ હ્રદયને સ્પર્શ કરી ગયું હતું. તેમના આદર્શો અને તેમની રીતભાત પરથી ઘણું શિખવા પામી હતી. આવા ગૂરૂના માર્ગદર્શન હેઠળ શાળાનું  શિક્ષણ પામી હતી. આજે એ યાદ કરવા બેસું ત્યારે,સંગિતના ગુરૂ ભીમરાવ શાસ્ત્રી નજર સમક્ષ ખડા થઈ જાય.

રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતનમાંથી આવ્યા હતાં. ચિત્રકલાના, ગુરૂ દત્ત સર પણ ત્યાંથી આવ્યા હતાં. આપણી રાષ્ટ્રભાષા હિંદીના શ્રી મિશ્રાસર તો ભૂલ્યા ન ભૂલાય. ખૂબ ચીવટ પૂર્વક હિંદી શિખવતા. જસવંતી બહેન અને જયાબહેન ગુજરાતી ભાષા શિખવે ત્યારે મંત્રમુગ્ધ થઈ જતી.

અચાનક જ્યારે અમેરિકાથી આવી ત્યારે  અમારા નવમા ધોરણના વર્ગ શિક્ષકને મળવાનો અવસર સાંપડ્યો. ખૂબ ગમતા શ્રી ગોપાલજીભાઈ નાયકને મારું નામ યાદ હતું. તેમની વાતો સાંભળીને થયું હા, હજુ ભારતામાં માત્ર પૈસાને મહત્વ નથી અપાતું એ મારી વાતને સમર્થન મળ્યું. તેમની ઉમર ૮૫ ઉપરની હતી. ઘરમાં એક વિદ્યાર્થીને સાથે રાખ્યો હતો. જેને ભણાવવાની અને એક આદર્શ નાગરિક તૈયાર કરવાની ધુણી ધખાવી હતી . તેની બધી જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી હસતે મુખે ઉપાડી હતી.

એ શિક્ષક જે ખૂબ કરકસરથી રહેતા. પરિવાર ધીરે ધીરે વિખરાઈ ગયો હતો.   બાકી ઉદાર દિલે દાન કરવું, આજુબાજુ રહેતાં બાળકો જેમના માતાપિતા પાસે પૈસાના અભાવે પડતી તકલિફોમાં ઉભા રહેતાં. એ બાળકોને ભણવાના પુસ્તકોથી માંડી દરરોજ દુધ પામે તેનું ધ્યાન રાખતાં. પોતે નાની ઉમરમાં ઘરભંગ થયા હોવાથી કશી પળોજણ હતી નહી. માતા પિતા દેશમાં રહેતાં હોવાથી તેમને દર મહિને પૈસા મોકલતાં જેથી તકલિફ ન પડે.

જ્યારે તેમને વર્ષો પછી મળવાનો પ્રસંગ સાંપડ્યો ત્યારે તેમનું આદર્શમય જીવન મારા હ્રદયને સ્પર્શી ગયું. ગર્વથી મસ્તક ઉન્નત બન્યું કે આવા સુંદર શિક્ષકના માર્ગદર્શન હેઠળ શિક્ષણ પામી હતી. ખૂબ નાની માંદગી ભોગવીને તેમણે ચીર વિદાય લીધી. પ્રાર્થના સભામાં તેમના વિશે અંજલી આપવા ઘણાં લોકોએ ખૂબ સુંદર વાતો જણાવી. તેમના હાથ નીચે શિક્ષા પામેલ ઘણી બધી વ્યક્તિઓ આવી હતી. જેમાંથી કોઈ જજ, વકિલ, ઉદ્યોગપતિ યા ડૉક્ટર હતા. સહુએ મનભરી તેમની પ્રશંશા કરી એટલું જ નહી તેમને જરૂર પડતી ત્યારે નિઃસંકોચ તેમની સેવામાં પહોંચવાનું ગૌરવ અનુભવતાં હતાં.

આજે પણ પૈસાને પૂજતા લોકો સમક્ષ આ ઉદાહરણ પુરું પાડી તેમને ભાવ ભરી અંજલી હું ગૌરવ સહિત આપી રહી. મારી માન્યતાને દ્રઢ પણે વળગી રહેવાની હિમત કેળવી. માત્ર મિત્રો સાથે બહસ નહી કરવાનો નિણય પાકો કર્યો..

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

27 06 2013
Manibhai Patel

maja padti rahe chhe ! Aabhar.

27 06 2013
Raksha

It is good to hear that there is some good element in our society on which we can lean …………………

27 06 2013
NAVIN BANKER

પહેલાના જમાનામાં આવા માણસો ઘણાં હતાં.ાઅજે આવા માણસોને શોધવા જવા પડે !.ગોપાળજીભાઇ જેવા શિક્ષકો આજે ના મળે.
નવીન બેન્કર

28 06 2013
chandravadan

એ શિક્ષક તેમનું નામ ગોપાલજીભાઈ ખૂબ કરકસર કરતાં. સ્વને કાજે. બાકી ઉદાર દિલે દાન કરવું, આજુબાજુ રહેતાં બાળકો જેમના માતાપિતા પાસે પૈસાના અભાવે પડતી તકલિફોમાં ઉભા રહેતાં. એ બાળકોને ભણવાના પુસ્તકોથી માંડી દરરોજ દુધ પામે તેનું ધ્યાન રાખતાં. પોતે નાની ઉમરમાં ઘરભંગ થયા હોવાથી કશી પળોજણ હતી નહી. માતા પિતા દેશમાં રહેતાં હોવાથી તેમને દર મહિને પૈસા મોકલતાં જેથી તકલિફ ન પડે.
I took this from your Post.
Gopalbhai is the True Teacher.
Gopalbhai is the Real Human.
Gopalbhai is the Person doing the SEVA.
Real Seva is PRABHUSEVA.
Mt Vandan to Gopalbhai !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !

30 06 2013
jayshree

true the way you see that way you see the world

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: