કાળજાના ટુકડા

3 07 2013

કાળજાના ટુકડા મારા બાળુડા આજ જુઓ થયા જવાન
પ્રેમે પાંગરેલ હેતે સિંચેલ વધ્યા પાણીની વેલ જેમ

પાંપણના પલકારે પળો ગુજારી પકડદાવ રમતાં ભાગ્યા
હાથતાળી દઈને ધબકારે ગણતી દોટ મૂકી જઈ લપાયા

જનની ગોદ અને પિતાનું વાત્સલ્ય હૈયે સીંચીને જાગ્યા
જગતની ભીડમાં જીવતરની શોધમાં ધરાને ખુંદી વળ્યા

હેતનો ખજાનો અને મમતાનો વહેતો જુઓ નિર્બંધ ઝરો
દેવના દીધેલાં કાનો અને દાઉ જોઈ નેણે સંતોષ ધર્યો

પંખીને પાંખ આવી બચ્ચાંની સંગે રૂડો માળો બાંધ્યો
નિરખીને હરખી માબાપે સુખી રહેવાનો કોલ આપ્યો

સૂરજ ડૂબ્યો ચાંદની રેલાણી ધરાએ સજી ચૂંદડી ઓઢી
આંગણું સુનું હૈયું વરસ્યું સંતોષે નિંદરને ખોળે પોઢી

પ્રીતની વેલને ફુલ આવે અને ફળ આપે ત્યારે કેવાં મીઠાં લાગે.

પહેલી પ્રીતનું ફળ ‘દીકરો” અને તેની વર્ષગાંઠ કેવી મીઠી લાગે.

મીઠાં મધુરા સંસ્મરણોથી જીવન છલકી મહેકી મધુરું મધુરું લાગે

અંતરથી આશિષ ઝરે સર્જનહારની કૃપા ચારેકોર વરસી લાગે

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

3 07 2013
Manibhai Patel

navapallavne ashish.Sundar rajuat chhe bahena ! ….m.

3 07 2013
chandravadan

મીઠાં મધુરા સંસ્મરણોથી જીવન છલકી મહેકી મધુરું મધુરું લાગે

અંતરથી આશિષ ઝરે સર્જનહારની કૃપા ચારેકોર વરસી લાગે
This Rachana….inspired by the Birthday of the Son !
Nice ! Blessings from us !
DR.CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !

3 07 2013
SARYU PARIKH

બહુ જ સરસ. માની લાગણી, અનાયાસ આ ભર્યુ ભર્યુ દિલ ગાયે. સરયૂ

“અહ્ર્નિશ ને એકધ્યાન લઈ પારેવા પાલવમાં,
આગળ પાછળ ઓતપ્રોત એ પોષણ ને પાલનમાં.” ‘સમજાવું’ કાવ્ય.

4 07 2013
Raksha

Enjoyed very much!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: