જુડીના ડેડી ઘરમાં આવતાંની સાથે બારણામાં સ્થિર થઈને ઉભા રહી ગયા. બ્રાયનનું રૂપ જ કાંઈક એવું હતું. માથામાં ૧૨ ઈંચની પોની ટેઈલ. ડેનમનું થીગડાવાળું હાફ પેન્ટ. ટી શર્ટની એક બાંય આખી અને બીજી બાજુ સ્લીવ લેસ. દાઢી તો તે અઠવાડિયામાં એક જ વાર કરતો. જુડીના ડેડી ગ્રેડ્જ્યુએશન પાર્ટીમાં જવાના હતાં તેથી સુટેડ બુટેડ હતાં.
જુડી લોંગ ડ્રેસમાં ખુબ સુંદર લાગતી હતી. તેના સ્ટેપ બ્રધરનું ગ્રેડ્જ્યુએશન હતું તેથી ડેડી તેને પિકઅપ કરવા સ્ટોપ બાય થયા હતા. તેમને ખબર હતી કે જુડીએ નવો રૂમ મેટ રાખ્યો છે. પણ તેના દીદાર આવા હશે એવો તો તેમને સ્વપને પણ ખ્યાલ ન હતો. પાર્ટીમાં જવું હતું એટલે એક પણ અક્ષર બોલ્યા નહી. મનમાં જરૂર થયું કે, વૉટ અ ડિસઘસ્ટીંગ રૂમ મેટ.
પાર્ટી પૂરી થઈ રાતના બે વાગી ગયા હતાં. જુડીના ડેડીના દિમાગનો કબજો પાછો બ્રાયને લીધો. વૉટ કાઈન્ડ ઓફ રૂમ મેટ યુ હવે, જુડી? વાય વૉટ ઇઝ રોંગ વીથ હીમ ડેડ. વૉટ નોનસેન્સ, હી લુક્સ એઝ ઇફ હી બિલોન્ગ્ઝ ટુ ઝૂ. ડેડી પ્લિઝ, ડુ નોટ સે લાઈક ધેટ. હી ઇઝ વેરી નાઈસ, યંગ, એનરજેટિક મેન. જુડીના ડેડ ત્યારે તો કાઈ બોલ્યા નહી. જુડીના ઘરે જવાનું જાણી જોઈને ટાળતાં. પહે્લાં દર અઠવાડિયામાં એક દિવસ આવતાં અને જુડીને સરસ રેસ્ટૉરન્ટમાં ડીનર માટે લઈ જતાં
બ્રાયન રૂમ મેટ હતો તેથી જુડી અને ડેડ વચ્ચે અંતર વધતું ચાલ્યું. જુડીને બ્રાયન માટે કોઈ દલાલી કરવી ન હતી. જુડી એ ખૂબ સમજી વિચારી આ પગલું ભર્યું હતું. બ્રાયનને તે છેલ્લા બે વર્ષથી ઓળખતી હતી. પહેલાં મિત્ર બન્યો. નવો નવો સ્નેહ પાંગર્યો હતો. ટાઈમ વીલ ટેઈક કેર ઓફ ઈટ. કહી મન મનાવતી.
જુડીને ડેડનું આ રૂપ પસંદ ન આવ્યું. તેને થયું બ્રાયન કેટલો સાલસ છે. હા, તેનો દેખાવ પહેલી નજરે વિચિત્ર લાગે તેવો છે. કોઈ પણ વ્યક્તિને તેનો દેખાવ જોઈ પ્રમાણ પત્ર ન અપાય. જુડી બરાબર જાણતી હતી ‘નોટ ટુ જજ બુક બાય કવર’. એક વખત ડેડી જુડીને પીક અપ કરવા આવ્યા. રસ્તામાં મોટો એક્સિડન્ટ થયો હોવાથી જુડી સમયસર ઘરે ન આવી શકી.
બારણાની બેલ વગાડી. બ્રાયને બારણું ખોલ્યું. ઈલેક્ટ્રિક ગિટાર વગાડી રહેલો બ્રાયન તેના આવનાર ‘કોન્સર્ટની’ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જુડીના ડેડના ફેવરીટ ગ્રુપનું એ સોંગ હતું. જુડી ઘરે આવી ન હતી તેથી થોડીવાર રાહ જોવાની હતી. પોતાની ઓળખાણ આપી. બ્રાયન આઈ નૉ યુ આર જુડીઝ ડેડ. બ્રાયન તો પ્રેક્ટિસ કરવામાં મશગુલ હતો. ત્યાં જુડી આવી પહોંચી. ડેડીને સોંગ સાંભળવામાં ખ્યાલ પણ ન રહ્યો કે જુડી બંનેને હરખભેર નિરખી રહી હતી.
આઈ એમ સૉરી ડેડ, ફોર બીઈંગ લેટ. ઈટ ઈઝ ઓ.કે. ગાડીમાં બેઠાં પછી ડેડી માફી માગવા જતા હતાં . જુડી, ડેડ ડુ નોટ સે એનિથિંગ . આઈ નૉ વૉટ યુ વોન્ટ ટુ સે—————
બ્રાયન આઈ નૉ યુ આર જુડીઝ ડેડ. બ્રાયન તો પ્રેક્ટિસ કરવામાં મશગુલ હતો. જુડીના ડેડી બ્રાયનનું આવું રૂપ જોઈને તેના વિષેનો પહેલો અભિપ્રાય વિસરી ગયા. ત્યાં જુડી આવી પહોંચી. ડેડીને સોંગ સાંભળવામાં ખ્યાલ પણ ન રહ્યો કે જુડી બંનેને હરખભેર નિરખી રહી હતી.
First impression may be WRONG…so, do not PREJUDGE a person…know him by his ACTS you may see the REAL Person within.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar!
A MAN IS KNOWN BY THE COMPANY HE KEEPS….THX….M.