ઉઠાવ્યું જે પગલું બસ આગળ ધપતો રહેજે
મંઝિલની શું મજાલ છે કે અટકાવી દે તેને
ગ્રહો બેઠા છે આભે નિહાળી લે ધરા પરથી
કનડતા નથી તને મને માન સ્વસ્થ મનથી
કર્યા કર્મોનો હિસાબ ચૂકવવો અંહીંનો અંહી છે
લેખાં લખે શું વળે એકડો ઘુંટવો હજુ બાકી છે
ભાગ્યની પાછળ કેમ પડ્યો છે દિવાનાની જેમ
હાથમાં દોરીલે લકીર વીર પેલા પથ્થરની જેમ
સમાધિમાં સીધા સરવું છે હે માનવ તુજને હવે
યમ નિયમની ગલીઓમાંથી સરવાના ફાંફા હવે
દુનિયા તુજને સમજે યા ન સમજે શાને કરે ફિકર
તારી સાથેની સોદાબાજીમાંથી પહેલાં બહાર નિકળ
અત્મવિશ્વાસ સહજ ને સરળ જોવાની ચાવી છે
નિર્મળ દૃષ્ટિ ના તાળાને ખોલવા કાજે આવી છે
મારગ ભુલું ત્યારે જગત નિયંતાને ધા નાખું છું
અંતરનો અવાજ સુણી સત્યને પંથે વળી જઉં છું
Advertisements
Antarno avaaj khub kaamno chhe.Aabhar.
અત્મવિશ્વાસ સહજ ને સરળ જોવાની ચાવી છે
નિર્મળ દૃષ્ટિ ના તાળાને ખોલવા કાજે આવી છે
સુંદર ચાવીની કલ્પના
Very nice, I liked it, keep writing like this…..Smita
કર્યા કર્મોનો હિસાબ ચૂકવવો અંહીંનો અંહી છે
લેખાં લખે શું વળે એકડો ઘુંટવો હજુ બાકી છે
ભાગ્યની પાછળ કેમ પડ્યો છે દિવાનાની જેમ
હાથમાં દોરીલે લકીર વીર પેલા પથ્થરની જેમ
Saras Shabdo !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo…See you on Chandrapukar !
આત્મવિશ્વાસ જ સૌને નતમસ્તકે ટકાવી રાખે છે ને ? સરસ,ઉંચેરી વાત.