તું સાંભળે છે ખરો

14 07 2013

godislove

દરેક મનુષ્યને આ પ્રશ્ન મુંઝવે છે. આ મુંઝવણનો સીધો સાદો એક ઉપાય છે. એ વળી શું? ફરિયાદ કરવાનું બંધ કરી દેવાનું. માગણવેડા ત્યજી દેવાના! ચાલો બતાવું હું કોની વાત કરું છું. કદાચ તમે સમજી પણ ગયા હશો ! હા, એની જ ભગવાનની. આખા દિવસમાં એકાદ બે એવા વિરલા મળી જાય કે હું થાક્યો (યા થાકી) આ ભગવાન બહેરો છે? કેટલી વિનવણી કરી, કાંઈ કેટલી માનતા માની. રોજ પ્રાર્થના કરું છું. સાંભળતો જ નથી.

બાપલા હું બધું સાંભળું છું. તમને બધાને શું જોઈએ છે એની મને બરાબર ખબર છે. હું ઉંઘતો પણ નથી અને હું બહેરો પણ નથી.સાંભળું છું બધું અને જાણું છું સઘળું. માત્ર કરું છું હું મારી ફુરસદે. તમારે બધાને માટે હું એકલો છું મારે માટે તમે ગણ્યા ગણાય નહી તેટલા. હવે તમે ન્યાય કરો હું શું કરું. જો તમારી વિનતી, અરજી કે કાલાવાલાના તરત જવાબ આપું તો આ જગમાં આંધાધુંધી ફેલાઈ જાય. આમ પણ તમે બધાએ પેટ ચોળીને પીડા ઉભી કરી છે. સંપીને રહેવાને બદલે એકબીજા સાથે યુદ્ધે ચડાયા છો. એવા ટાણે જો હું તમારી મનોકામના પૂર્ણ કરવા બેસું તો આ જગતનું સંચાલન કેવી રીતે કાબૂમાં રાખું. મારા નામે કેટલી કતલ કરો છો? હું તો ક્યાંય આવા પ્રસંગે હાજરી આપતો નથી.

મારી આગળ ઝોળી ફેલાવનાર બધી વયના છે. તેમાં કોઈ અપવાદ નથી. જો હું તમને યાદી બતાવું તો કદાચ તમે ગાંડા થઈ જશો. મારે તો સમતા ધારણ કરી અન્યાય ન થાય તેનો સદા ખ્યાલ કરવાનો હોય છે. નાનું બાળક માતા ચોકલેટ કે કેક ન આપે તો તેની માગણી કરશે. એને શું ખબર કે એ બહુ ખાવાથી ખાંસી થાય. દાંત સડી જાય. આ એકદમ સામાન્ય વાત છે. જેમ ઉમર વધારે હોંશિયારી વધારે તેમ માગણીઓના પ્રકાર બદલાતા જાય.

દીકરી પિયર આવે તો ભાભી કહેશે, હે પ્રભુ આ તોફાન ક્યારે તેને ઘરે પાછું જશે. તને પાંચ રૂપિયા ભેટ ધરીશ આને જલ્દી વિદાય કર. ત્યારે ભુલાઈ જાય કે પોતે પિયર જાય છે ત્યારે ભાભી આવું ઈચ્છે તો? ઘણી વખત ભાભી હોય જ નહી એટલે આવી પરિસ્થિતિ શક્ય ન હોય. પતિ પત્ની પાછળ ગોરખ ધંધા કરે અને મને કહેશે, હે ભગવાન જો જો મારો ભાંડો ઘરે ફુટી ન જાય!

તો કોઈક પત્ની, પતિ કમાવામા પડ્યો હોવાથી એકલતા દૂર કરવા રંગરેલિયા મનાવે અને મને ચૂપ રહેવા માટે ૧૧ રૂપિયાનું દુધ ચડાવે. સાસુથી ત્રાસેલી વહુ તેનું કાસળ કાઢવાના કિમિયા કરે અને મને કહે એવું બતાવજે કે ઠેસ વાગવાથી બુઢ્ઢી મરી ગઈ.

લગ્ન વખતે સરખો દાયજો ન લાવવાના બહાના હેઠળ વર અને તેની મા કાવાદાવા કરે અને કહેશે આરતી કરતાં દીવી પડી નાયલોનની સાડી હતી તેથી દાઝી ગઈ.

પેલા મુલ્લાજી તો જાણે  હું બહેરો ન હોંઉ તેમ કેવડી મોટી બાંગ પુકારે. એક વાર નહી દિવસમાં પાંચ વાર. મારે કાનમાં ડાટા મારવા પડે. મને એમ થાય કે મારા કાનના પડદા ફાટી તો નહી જાય ને? મંદિરની આરતી શરૂઆતમાં મીઠી લાગે પણ પછી ઘંટારવ સંભળાય ત્યારે બે હાથે કાન બંધ કરવા પડે. જાણે અજાણ્યે હું ઉંઘતો હોંઉ તો જાગી જાંઉ અને બહેરો હોંઉ તો કાનના ડૉક્ટર પાસે જઈ કાન સાફ કરાવી આવું.

આ તો તમને બે ચાર રળ્યા ખળ્યા નમૂના બતાવ્યા. મારે તો રોજ અબજો લોકોની વાતો સાંભળવાની હોય. જો હું બધાનું સાંભળી તરત જ ‘તથાસ્તુ’ કહી દંઉ તો આ જગત રહેવા લાયક નહી રહે. ધિરજ ધર જેમ ચાલે છે તેમ ચાલવા દે. તાલ જોતો જા. તને મારામાં વિશ્વાસ છે એ મને ખબર છે. તારો વારો પણ આવશે, તારી મનોકામના પૂર્ણ થશે, તારો મારા પરનો વિશ્વાસ દૃઢ બનશે—- —————–

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

15 07 2013
DR. CHANDRAVADAN MISTRY

આ તો તમને બે ચાર રળ્યા ખળ્યા નમૂના બતાવ્યા. મારે તો રોજ અબજો લોકોની વાતો સાંભળવાની હોય. જો હું બધાનું સાંભળી તરત જ ‘તથાસ્તુ’ કહી દંઉ તો આ જગત રહેવા લાયક નહી રહે….So said God !
What happens on this Earth happens with a Reason.
So…Do not worry !
God is here !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
To see YOU & ALL on my Blog !

15 07 2013
manvant

THY

15 07 2013
manvant

THX. M.

15 07 2013
dolat vala

AABHAR

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: