તુલના બેટા —-*

16 07 2013
parents and dauhterparents and dauhter

parents and dauhter

આજે અશોક્ભાઈ અને અનુબહેનની આંખોમાંથી વહેતાં આંસુ રૂકવાનું નામ લેતાં ન હતાં. અંતરમાં આનંદ છલોછલ ભર્યો હતો. અનુબહેનના બધા પ્રયત્નો ત્યારે નિષ્ફળ ગયા હતાં. મૌન વગર કોઈ આરો ન હતો. પરિણામ વિચારતાં આખા શરીરમાં આજે પણ એક ઠંડીનું લખલખું પ્રસરી જાય છે. દીકરો કેન્સરનો ડૉક્ટર થઈ અમેરિકા આવ્યો હતો. તેના આગ્રહને વશ થઈ બંને જણા કાયમ માટે અમેરિકા આવી ગયા હતાં.

અશોકભાઈ અને અનુબહેન બંને શાળાના શિક્ષક હતા. તુષાર અને તુલના પ્યારા બાળકો. તુષાર ડૉક્ટર થયો. તુલના થઈ એંજીનિયર . સાથે ભણતા મોહિતના પ્રેમમા પડી. અશોકભાઈ શિક્ષક ખરાં પણ જુનવાણી. લોહીમાં પડેલાં સંસ્કાર ઘણી વખત કેવું વિપરિત પરિણામ લાવે તેના સાક્ષી. તુષાર મોટો પણ ભણવા અમેરિકા જવાનો મોકો મળતાં ઉપડી ગયૉ. લાડલી તુલના, હવે પરણવા જેવડી થઈ ગઈ હતી.’ પપ્પા હું મોહિતને ખૂબ પ્રેમ કરું છું’.

અનુબહેન બોલ્યાં .તારી સાથે ભણતો તારો દોસ્ત છે એ મોહિત! બેટા તે પટેલ અને આપણે બ્રાહ્મણ કેવી રીતે શક્ય બને. અરે, તમે તો ખરા છો, છોકરો અને છોકરી પરણે ત્યાં પટેલ અને બ્રાહ્મણને શું લાગે વળગે. એ જુવાનિયાઓ શું સમજે. કહી વાત અટકાવી. ન્યાતમાં પરણવું એવો આગ્રહ બંને જણ સેવતા હતાં.

તુલના નારાજ થઈ. તુલના અને મોહિત એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતાં. જુવાની દિવાની કોઈ પણ હિસાબે સમજી નહોતા શકતાં કે બ્રાહ્મણ પટેલને કેમ પરણી ન શકે? મોહિત આપણે શું કરીશું? ‘ચાલને ભાગી જઈએ. ના, મારા માબાપને ખૂબ આઘાત લાગશે. તેમને દુખી કરી આપણો સંસાર શરૂ કરીએ તે સારું નહી. ધિરજ રાખીને વાટ જોતા હતાં.

અશોકભાઈ અને અનુબહેનને સમજાવાના બધા પ્રયત્નો નાકામયાબ રહ્યા. તુષારે પ્રયત્નો કરી જોયા પણ વ્યર્થ. આ બાજુ મોહિતના માતાપિતાને પટેલની વાંકડો લાવે તેવી કન્યાના અભરખા હતા. તુલના સુંદર અને ભણેલી હતી પણ માતા પિતા શિક્ષક એટલે બાંધી આવક વાળાં. બંને બાજુથી નકારાત્મક વલણને કારણે મોહિત અને તુલનાએ ચોથે માળની ટાંકી પરથી હાથ પકડીને પડતું મેલ્યું.

અશોકભાઈ અને અનુબહેન જાગ્યા પણ જરા મોડું થઈ ગયું હતું. પછીતો તુષાર ભણીને કેન્સર સ્પેશ્યાલિસ્ટ થઈ પાછો આવ્યો અને ન્યાતની તરલિકાને પરણી અમેરિકા ગયો. અશોકભાઈએ વચન આપ્યું નિવૃત્તિ લેશે પછી કાયમ અમેરિકા રહેવા આવશે. હવે તો દસ વર્ષથી અંહી છે. ગમી ગયું છે. તુલના ઘડી ભર ભુલાતી નથી.

આજે તુષાર અને તરલિકાની દીકરી ટીના અમેરિકન બૉયફ્રેંડને લઈને આવી. ડાઈનિંગ ટેબલ પર જમતા વખતે કહે ‘,ડેડ અને મૉમ મેં અને જેમ્સે લગ્ન કરવાનું નક્કી કર્યું છે’. વી નીડ યોર બ્લેસિંગ્સ.’

તુષાર અને તરલિકા હરખાઈ ઉઠ્યા. જેમ્સ તેમને ગમતો હતો. તે પણ ખૂબ સુંદર અમેરિકન ફેમિલિમાંથી આવતો હતો. અશોકભાઈ અને અનુબહેન જમીને પોતાના બેડરૂમમાં આવ્યા. બંને જણા પાસે બોલવા માટે એક પણ શબ્દ ન હતો. ખૂબ મોડું થઈ ગયું હતું. તુલના બેટા માફ કરજે—————-

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

17 07 2013
Vinod R. Patel

માં બાપે જમાના સાથે સમજુતી કરીને રૂઢીચુસ્ત માનસ છોડવું જોઈએ .

નાહક ખોટા ખ્યાલો રાખી જાતને દુખી કરવાનો કોઈ અર્થ નથી .

17 07 2013
Manibhai Patel

This is known as “The wisdom gained after widowhood “The story is encouraging and shocking…..Thx.Didi….m.

19 07 2013
chandravadan

આજે તુષાર અને તરલિકાની દીકરી ટીના અમેરિકન બૉયફ્રેંડને લઈને આવી. ડાઈનિંગ ટેબલ પર જમતા વખતે કહે ‘,ડેડ અને મૉમ મેં અને જેમ્સે લગ્ન કરવાનું નક્કી કર્યું છે’. વી નીડ યોર બ્લેસિંગ્સ.’
Blessings !
A story of our times !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !

20 07 2013
SARYU PARIKH

Good, sad and guiding story.
Saryu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: