ના પાડતાં શીખવું છે ?

21 07 2013

મનમાં અપરાધની ભાવના રાખ્યા વગર ના પાડવાની કળા શિખવી જરૂરી છે. જે દરેક વ્યક્તિના પોતાના લાભમાં છે. હા ઘણી વખત આપણે ના પાડી શકતા નથી જે આપણા લાભમાં હોય છે. કોઈક વાર સંજોગ અને સ્થળ કારણભૂત બને છે. તેવા સમયે બુદ્ધિ મદદે દોડી આવે છે. વિવેકનો ઉપયોગ કરી હા, ના કહેવું જરૂરી બને છે.

ઘણી વખત માત્ર સામે વાળી વ્યક્તિનો વિચાર કરીને જાતની કતલ કરી આપણે ના નથી પાડતાં. કદી આપણી લાગણી અને જરૂરિયાતનો વિચાર કરીએ છીએ ખરા? ના પાડી એકવાર અળખામણા થવું સારું. હા પાડીને મનમાં દુખી થવું અને કચવાતે મને કાર્ય કરવું.

હા, સામેવાળી વ્યક્તિનો વિચાર કરવો આવશ્યક છે. કોઈનું બાળક માંદુ પડ્યું હોય અને ઈમરજન્સીમાં તમારી ગાડીમાં લઈ જવાનું થાય તો ક્ષણભર વિચાર કરવા પણ ન થોભવું. બાકી પોતાનો સ્વાર્થ સાધવા અને પાંચ પૈસા બચાવવા જો કોઈને ના પાડવી પડે તો ઝિઝક વગર હમણાં હું જરા કામમાં વ્યસ્ત છું કહેવામાં જરા પણ વાંધો નથી.

મને યાદ છે મારાં માસી બધાના કામ કરી આપતાં. તેમને ના પાડતા અવડતી નહી. દરેક જણ જાણતા અને તેમનો ગેરલાભ ઉઠાવતા. માસી જ્યારે માંદા સાજા હોય ત્યારે કોઈ તેમના ઘર નજીક ફરકે પણ નહી. કદાચ દૂધ લાવી આપવું પડે કે દવા લાવી આપવી ના પડે.

ગયા રવીવારે મને જરા ઠીક લાગતું ન હતું. રાતના ફોન આવ્યો કે કાલે સાંજના મારા મિત્ર ગામમા છે તેથી આવવાના છે. હવે આ મિત્ર કદી ભારતથી ફોન ન કરે. અંહી આવ્યા હતા તેથી ફોન કર્યો. પથારીમાંથી ઉઠવાની શક્તિ પણ ન હતી. કેવી રીતે ના પાડવી. મિત્રતા આમ જુની હતી. પણ પ્રસંગ વગર કદી મળતા નહી. ખેર, આવ્યા મરી મરીને કામ કર્યું . અમેરિકામાં તો શેઠાણી પણ આપણે અને નોકરાણી પણ આપણે.

હું દ્વિધામાં હતી શું કરું? ખેર તેમનો સમય સચવાઈ ગયો. તેમના ગયા પછી અઠવાડિયુ ખાટલો ભોગવ્યો! ના પાડી હોત તો . બાકી એવા પણ અનુભવ થયા છે ફટ દઈને ‘ના’ કહી દે. સામેવાળી વ્યક્તિની લાગણીની કોને પડી છે ?

પંચકોષનું બનેલું આપણું અસ્તિત્વમાં ૪થો કૉષ વિજ્ઞાનમય કોષ છે. વિવેક બુદ્ધિ વાપરવી આવશ્યક છે—————-

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

23 07 2013
chandravadan

હું દ્વિધામાં હતી શું કરું? ખેર તેમનો સમય સચવાઈ ગયો. તેમના ગયા પછી અઠવાડિયુ ખાટલો ભોગવ્યો! ના પાડી હોત તો . બાકી એવા પણ અનુભવ થયા છે ફટ દઈને ‘ના’ કહી દે. સામેવાળી વ્યક્તિની લાગણીની કોને પડી છે ?
Nice Post !
Saying “No” is an Art ?
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo !

23 07 2013
NAVIN BANKER

ના પાડવાની પણ એક કળા છે, જે બધાને હસ્તગત નથી હોતી. આજકાલ બધી જ સંસ્થાઓ ડોનેશન્સ માંગે છે. ઘણી સંસ્થાઓને ડોનેશન્સ આપવા જેવા નથી હોતા. છતાં, ઘણાં બેવકૂફો આ કળા ન જાણતા હોવાથી આપી દે છે અને લેભાગુઓ તેમને ઉલ્લુ બનાવીને પૈસા લઇ જાય છે. આ કળા વિષે આપ એક વિશદ લેખ લખો, પ્રવિણાબેન !
નવીન બેન્કર

23 07 2013
pravina

Navinbhai

You have a valid point. I will try to write about that topic.

26 07 2013
Raksha

It is true, We have to learn to say “NO”! When somebody is taking disadvantage from us…………

27 07 2013
jayshree

It is true you are 100% right. Might be worth to try

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: