લાગણીનો સેતુ

7 08 2013

family

નીતા ખાટલામાં સૂતા વિચારી રહી હતી. છૂટાછેડા આપ્યા છે, કોઈ સંબંધ નથી છતાં નરેશ કેમ આટલો પ્રેમ જતાવે છે. નીતા અને નરેશ લગ્નના ૨૫ વર્ષ ઉજવવાને બદલે એકબીજાથી અલગ થયાં. એકનો એક દીકરો નીલ કોલેજમાં હતો તેથી ઘરમાં સર્વ પ્રકારે શાંતિ હતી તો પછી પરિણામ કેમ આવું આવ્યું? હવે કાયમ માટે એ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે.

નરેશને ખબર પડી ગઈ હતી. નીતા જે કારણોથી છૂટી થઈ હતી તે બધા આધાર ખસી ગયા હતાં. સ્વાર્થી દુનિયાને નરેશ ઓળખતો હતો. નીતા પ્રેમથી ભરપૂર અને સીધી હતી. દુનિયાના કાવાદાવાથી અનજાણ નીતાને મતલબી દુનિયાએ પરચો બતાવ્યો. લગ્ન પછી એક દિવસ એવો ન હતો કે નરેશે નીતાને પ્યારથી નવાજી ન હોય. નીતા પોતાને ખૂબ ભાગ્યશાળી માનતી. એવું તો શું બની ગયું કે પરિણામ આવું વિપરીત આવ્યું.

‘નરેશ કેમ આજે આટલું બધું મોડું થયું’? નીતા લાલપીળી થઈ હતી. ‘સપ્તપદી’ નવું ગુજરાતી પિક્ચર જોવા જવાની બે ટિકિટ આવી હતી. શૉનો સમય ૯ વાગે હતો અને લાટસાહેબ ૯ ને પચ્ચીસે પધાર્યા.

‘શું કરું પ્રિયે છેલ્લી ઘડીએ એક ઘરાક આવીને બેઠો. બકરો બહુ મોટો હતો. એટલે તેને પતાવ્યા વગર મારે ન નિકળાય. તને ખબર છે, ધંધો આપણો છે. બહાનું કાઢીને ન છટકાય !

કેમ બીજે દિવસે વાત ન થાય?

અરે તું સમજતી કેમ નથી, બહારગામનો હતો. રાતની ફ્લાઈટમાં પાછો બેંગ્લોર જવાનો હતો.

ચાલને મારે જમવું નથી, અડધો કલાકમાં શું બગડી જવાનું. આમ પણ ગુજરાતી સિનેમા છે. કેટલો દમ હશે?

બસ થઈ રહ્યું, નીતાને ખબર હતી આ સિનેમા ખૂબ સરસ છે.

આમ નાની નાની વાતોમાં ખબર નહી કેમ નીતા ગરમા ગરમી પર ઉતરી આવતી.

નીલને ખૂબ દુઃખ થયું . માતા પિતાની વચ્ચે તેની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ.

જેમ નરેશ નરમ થતો ગયો તેમ નીતા વધારે ચિલ્લાતી. નીતાની  એક બહેનપણી પરણી ન હતી,  બીજીના તાજેતરમાં છૂટાછેડા થયા હતા. કારણ તેના ડૉ.પતિને નર્સ સાથે લફરું હતું. જે સહુથી વધારે પ્રિય હતી તેનો પતિ અકસ્માતમાં ગયો. નીતા પોતના સુખમાં રાજી રહેવાને બદલે બેહુદું વર્તન આચરી રહી હતી.  અંતે પરિણામ સારું ન આવ્યું. નીતા અને નરેશ છૂટા પડ્યા.

નરેશે નીતાની બધી માગણી સંતોષી. તેને રોજનો કલહ ગમતો ન હતો.   નીતાની બધી ખબર રાખતો. તે નીતાને દિલોજાનથી ચાહતો હતો. પણ અસહાય હતો. બે વર્ષ પછી ખબર પડી નીતાને ગર્ભાશયનું  કેન્સર છે. નીતાના માતા પિતા હયાત ન હતાં.

મોડે મોડે નીતાની આંખ ખુલી.  જ્યારે ઓપરેશન પછી હોસ્પિટલમાં ભાનમાં આવી ત્યારે પ્રથમ નજર નરેશ પર પડી.———

Advertisements

ક્રિયાઓ

Information

One response

7 08 2013
Manibhai Patel

AAGAL.VANCHVATHI……………KHABAR PADSHE !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: