રક્ષાબંધન ૨૦૧૩—–

20 08 2013
raksha bandhan

raksha bandhan

જેમ રક્ષાબંધનનો પવિત્ર દિવસ નજીક સરતો રહે તેમ ભાઇ બહેનના પ્રેમનું વૃક્ષ ફુલતું ફાલતું રહે.

નાનપણ આંખ સમક્ષ નૃત્ય કરતું જણાય. બંને ભાઈઓને રાખડી બાંધવાની. કુમકુમનો ચાંદલો કરી

નવા ચણિયા ચોળી પહેરી ભાઈની આરતી ઉતારી , રક્ષા કલાઈ પર બાંધી મ્હોં મીઠું કરાવવાનું.

ભાઈ મને પણ પેંડો ખવડાવે અને ૨૧ રૂ. હાથમાં સરકાવે. આજે ૨૧ રૂ.ની કિમત કાંઈ નથી. અરે

આજે તો ૧૦૦૦.૦૦ રૂ. પણ ઘણાને ઓછા લાગે. પણ તે વખતે તો જાણે રાજપાટ મળ્યું હોય તેવો

અનુભવ થતો.

એ બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે. આજે ૨૦૧૩નો ઑગસ્ટ મહિનો અને રક્ષાબંધનનો પાવન

દિવસ બંને ભાઈઓ ૭૦ ઉપર અને બહેન ૧૦,૦૦૦ માઈલ દૂર. ફોન ઉપર વાત કરવાની. આંખની

અટારીએ બે મોતી ઝુલે તેને સાફ કરી, પ્યારના બે શબ્દો બોલી રક્ષાબંધન ઉજવી લેવાની. તહેવારના

દિવસો આવે હા, શ્રાવણ મહિનાનાં પગલાં સંભળાય ત્યારે મન ઉડીને આપણે દેશ પહોંચી જાય. કોને

ખબર કાલે ક્યાં હોઈશું? ફરી મુલાકાત નસિબમાં હશે કે નહી?

આજે માણસ ભલે ગમે તેટલો બદલાયો હોય. પોતાની જાતને આધુનિક ગણાવતો હોય. જ્યારે પોતાની

બહેનની વાત આવે ત્યારે લાગણીના સૂર સારા બદનમાં રેલાઈ ઉઠે. એવે સમયે કૌટુંબિક કલહની વાત

કાને અથડાય ત્યારે અંતરમાં ખળભળાટ થઈ જાય. જે ભાઈ બહેને એક માના ઉદરમાં નવ મહિના

પોષાઈ ધરતી પર પગરણ માંડ્યા હતાં તે પ્રેમ કયાં વિલિન થઈ ગયો ? મોટે ભાગે ક્ષુલ્લક એવા

પૈસાને ખાતર !શું ભાઈ બહેનનો નિઃસ્વાર્થ પ્રેમ આટલો બધો સસ્તો છે ?

પૂછી જુઓ એ બહેનીને જેને પ્રભુએ પ્યારે ભાઈ નથી બક્ષ્યો. પૂછી જુઓ એ વીરાને જેની કલાઈ પર

રક્ષા બાંધવા કોઈ બહેની આજે દ્વારે આવવાની નથી! ક્યાં હવા થઈ ગયા એ માતા પિતાના સંસ્કાર ?

ક્યાં છુપાઈ ગઈ એ ભાઈ બહેનના પ્યારની ગરિમા ? સ્વાર્થના આંચળા હેઠળ સઘળું કયાં છુપાઈ ગયું.

થોડીક સ્વાર્થની ચાદર હટાવી ડોકિયું કરીશું તો જણાશે હા, એ પ્રેમ એવો જ તાજો છે. જેની મહેક હજુ

મન અને તન ને તરબતર કરી મૂકે છે. ચાલો ત્યારે ઉજવીશું રક્ષાબંધનનો મનગમતો તહેવાર.

સહુને રક્ષાબંધનની શુભ કામના——————–

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

20 08 2013
DR. CHANDRAVADAN MISTRY

પૂછી જુઓ એ બહેનીને જેને પ્રભુએ પ્યારે ભાઈ નથી બક્ષ્યો. પૂછી જુઓ એ વીરાને જેની કલાઈ પર

રક્ષા બાંધવા કોઈ બહેની આજે દ્વારે આવવાની નથી!
Happy Raxabandhan Day to All !
The “feeling” expressed here in the Post….you can read in my Post @

http://chandrapukar.wordpress.com/2013/08/20/%e0%aa%b0%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7%e0%aa%a8-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%87-%e0%aa%ac%e0%ab%87-%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8%e0%ab%8b%e0%aa%a8/
DR. CHANDRAVADAN MISTRY
Inviting YOU & ALL to my Blog !

20 08 2013
NAVIN BANKER

સવારના પહોરમાં ઉઠીને, ઇ-મેઇલ ખોલીને જોઈ તો ‘રક્ષાબંધન’ની આપની ભાવના વાંચી.મને લાગે છે કે, પ્રવિણાબેન, આપ હવે દરેક લાગણી કે સ્પંદનને કાગળ પર ઉતારી દો છો. ઘણીવાર તો જાણે ડાયરી ( રોજનીશી) વાંચતા હોઇએ એવું લાગે છે.

પણ..એક સારી વાત છે આ કોમ્પ્યુટર અને ગુજરાતી ફોન્ટ્સની. આપણે દરરોજ આપણા સ્વજનો સાથે સ્ક્રીનના માધ્યમથી વાતો કરી શકીએ છીએ, મનની લાગણીઓને વ્યક્ત કરી શકીએ છીએ અને એ બહાને પણ યાદ કરીએ છીએ. મને તો લખાણ લખીને ‘SEND’નું બટન દબાવું ત્યારે જાણે પરબીડીયું ટપાલના ડબલામાં નાંખતો હોઊં એવી લાગણી થાય છે.

આભાર.

20 08 2013
Vinod R. Patel

રક્ષાબંધનની શુભ કામના

એક ફિલ્મી ગીતની યાદ- ભૈયા મેરી રાખી કે બંધનકો નિભાના .

20 08 2013
Manibhai Patel

Haanji Balpanani Preet,mane kem visare re ! with tears….m.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: