યાર મઝામાં છે ને?====

22 08 2013
faithful

faithful

અરે, યાર મઝામા છે ને? કાયમ જ્યારે પણ આવો સવાલ સંભળાય તો સમજી જવાનું કે આ તો પેલો સુખિયો છે. સવાલ પાછળનો નિતર્યો પ્રેમ હ્રદય સ્પર્શી હતો. નામ તેનું સખારામ પણ આખી દુનિયામાં તે સુખિયાને નામે ઓળખતો. કોઈએ હજી સુધી તેનું મુખ કદી તંગ જોયું ન હતું. હમેશા ખુશખુશાલ જણાય. વાતાવરણ ભલેને ગંભિર હોય પણ જો સુખિયો દાખલ થાય કે તરત આજુબાજુનું હવામાન બદલાઈ જાય.

સુખિયો કાઈ લાખોપતિ ન હતો !પણ તેની ઈજ્જત કોઈ કરોડપતિથી કમ ન હતી.
ઘણાં વર્ષોની જૂની નોકરી હતી.નોકરી તો કહેવાની શેઠાણીના બધા કામ કરવાના. શેઠને તેના પર ગળા સુધીનો વિશ્વાસ કે સુખિયાના રાજમાં શેઠાણી તેમજ તેમની લાડલી દીકરી બંને સુરક્ષિત. સવારના ઘડિયાળમાં કદાચ આઠ વહેલા મોડા વાગે . સમયનો પાબંધી સુખિયો આઠ વાગે બરાબર શેઠને ઘર પહોંચી જતો.

શેઠાણી કાયમ સુખિયો આવે ત્યારે ઘડિયાળમાં સમય મિલાવે. મીના અને મોહિતને ગાડીમાં શાળાએ છોડી આવી સુખિયો હંમેશા શાક પાંદડું અને ફળ ફળાદી લેવા જતો. તેની વફાદારી જોઈ છેલ્લા ત્રણ વર્ષથી સુખિયો ગાડી ચલાવતાં પણ શિખ્યો હતો. ઘરના નાના મોટા બધા કામ શેઠાણી સુખિયાને ચિંધતી.

સુખિયાને કોઈ બાળક હતાં નહી. શેઠના બંને બાળકો તેને ખૂબ વહાલાં હતાં. સુખિયાની વહુ સુમી આમ તો ખુશ રહેતી પણ બાળક ન હોવાનું દુખ તેનું હૈયું ચીરી નાખતું.

યાર, મઝામાં છે ને? સુખિયો ઘરમાં પ્રવેશતાં પહેલું વાક્ય આ જ બોલતો. આજે સુમીનો જવાબ જરા નરમ સંભળાયો. એકદમ તેની નજીક જઈને બોલ્યો, ‘શું થયું, તબિયત તો સારી છે ને. સુમી જવાબ આપવાને બદલે રસોડામાં ચા મૂકવા જતી રહી . સુખિયાનું ખુશ મુખારવિંદ અને લાગણી ભર્યો અવાજ તે જીરવી ન શકી. જવાબ આપવાનું ભલે ટાળ્યું પણ અંતર રોતું હતું. આજે બપોરે સુખિયાના શેઠ ઘરે આવ્યા હતા !—————-

http://opinionmagazine.co.uk/subcategory/20/short-stories/12

Advertisements

ક્રિયાઓ

Information

12 responses

23 08 2013
Manibhai Patel

aagalnu vanchavo ne !
chhokru thayu ?

25 08 2013
Vinod R. Patel

આજે બપોરે સુખિયાના શેઠ ઘરે આવ્યા હતા !—————-

આ ટૂંકી વાર્તાની ખૂબી આ એક વાક્યમાં છે .ક્લાઈમેક્ષ છે .

વાર્તા ગમી . અભિનંદન .

26 08 2013
NAVIN BANKER

સુખીયાના શેઠ ઘેર આવ્યા પછી શું થયું એની રસિક વાત કરવાને બદલે વાંચકો પર જ છોડી દીધું અને વાર્તાનો અંત લાવ્યા એ સચોટ રહ્યું. મને તો લખવાનું મન થયું કે – ‘શ્રીરામ…શ્રીરામ…’
નવીન બેન્કર

26 08 2013
Nitin

After a long time I have read a beutiful short story.

26 08 2013
Devika Dhruva

classy LAGHUKATHA..

26 08 2013
વિવેક ટેલર

વાહ ! સરસ…

26 08 2013
chandravadan

અરે, યાર મઝામા છે ને? કાયમ જ્યારે પણ આવો સવાલ સંભળાય તો સમજી જવાનું કે આ તો પેલો સુખિયો છે. સવાલ પાછળનો નિતર્યો પ્રેમ હ્રદય સ્પર્શી હતો……….
જવાબ આપવાનું ભલે ટાળ્યું પણ અંતર રોતું હતું. આજે બપોરે સુખિયાના શેઠ ઘરે આવ્યા હતા…The Varta must go on !
Nice Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Inviting you for the New Post on Chandrapukar !

27 08 2013
jayshree

v.good one

jayshree vyas

27 08 2013
સુરેશ

ટુંકી વાર્તાના બધા લક્ષણો હાજર છે. સામાજિક વાર્તાઓ પ્રત્યે ખાસ લગાવ ન હોવા છતાં ; લઘુ કથાઓ પ્રત્યે હમ્મેશ પ્રેમ રહ્યો છે. આમાંથી ઘણા વાક્યો કાઢી નાંખીને લઘુકથા બનાવી શકો.
————-
સાવ નાનું કથાવસ્તુ, કોઈ પણ શણગારનો અભાવ, અને છતાં દિલને અસર કરી જાય એવી ચોટ – વાચકને બાકીની વાર્તા સર્જતો કરી દે તેવો અંત.
સરસ.

27 08 2013
datta manhar

Pachhi aagal shun?

Sent from my iPad

Datta Shah

27 08 2013
nilam doshi

nice one, pravinaben

27 08 2013
ઇન્દુ શાહ

saras LAGHUKATHA.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: