કૃષ્ણ જન્મની વધાઈ.

28 08 2013
govardhan

govardhan

 

જ્ન્માષ્ટમીનું નામ સાંભળતાં કનૈયો આંખ સામે તરી આવે. જન્માષ્ટમી દર વર્ષે આવે. સાથે

ઉમંગ અને આનંદ

ભેગા લાવે. કૃષ્ણનું નામ સાંભળતાં તેની નટખટ અદા, તેનાં મુખ પરનું મધુરું હસ્ય, તેની વાંસળીના સૂર અને નંદ જશોદા સહુ નજર સમક્ષ તરવરી ઉઠે. પેલો માખણ ચોર, મટકી ફોડ,

ગેડીદડે રમતો દેખાય .  ગોપીઓને રંજાડતો

ગૈયા ચરાવતો, કાળિય નાગ નાથતો કૃષ્ણ નજર સામેથી ખસવાનું નામ ન લે!

કૃષ્ણના નામમાં જે ટેઢાપણું છે તે આંખને ઉડીને વળગે છે. તેથી તેનું બીજું નામ ‘બાંકે બિહારી’ છે. જેનું બધું જ

વાંકુ. છતાંય એ જ કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં ‘ગીતા’નો અમર સંદેશો આપે છે ત્યારે તેના નામની અને

જિવનની સાર્થકતાનો સાક્ષાત્કાર થાય છે. પાંચ હજાર વર્ષ પહેલાં અપાયેલો ‘ગીતા’નો સંદેશ આજે ૨૧મી

સદીમાં પણ અક્ષરસઃ  સત્ય છે.

જીવનના કાળ દરમ્યાન ઉદભવતાદરેક પ્રશ્નનો હલ ‘ગીતામાં’ સાંપડે છે  .એ કૃષ્ણની વિલક્ષણતાને શું નામ

આપીશું . આજના સમયમાં ‘સાચા ગુરૂ’ મળવા એ લગભગ અશક્ય છે. એવા સમયે ‘ગીતા’ને ગુરૂ માની તેના

શરણે જવું હિતાવહ છે.

શ્રાવણ વદ આઠમ અને કૃષ્ણ જન્મની રાત.
સાહેલી દોડી  આવ કહું  એક  ખાનગી વાત        .

વાસુદેવ અને દેવકીની કુખે જનમશે મધરાત
તનના  તાપ દૂર  થશે ને  મનને  થાશે  હાશ

સાત સાત બાળકોનાં કંસે કર્યા ઘોર અપરાધ
કાળો કેર વરતાવ્યો, ઉદ્ધારવા આવ્યા શ્રીનાથ.

નંદ જશોદાની ઓસરીએ ગુંજી ઉઠી ગાયકી
‘નંદ ઘેર આનંદ  ભયો  જય  કનૈયાલાલકી’

જળ જમનાની ધરામાં કાળિ્યા નાગનો વાસ
ગોકુળ નગરી ઉગારી સહુએ લીધો ઉંડો શ્વાસ

ભૂરી કાળી ગોરી ગાવડી લઈ નિકળે પ્રભાત
માખણ મિસરી રીઝ્યા બંસી છડીની સંગાથ

ગોપ ગોવાલણ સાટુ ટચલીએ ગોવર્ધન ધારી
૨૧મી સદીમાં પધારશે આજે શ્રીકૃષણ મુરારી

 

 


Actions

Information

6 responses

28 08 2013
chandravadan

ગોપ ગોવાલણ સાટુ ટચલીએ ગોવર્ધન ધારી
૨૧મી સદીમાં પધારશે આજે શ્રીકૃષણ મુરારી……………………..
Happy GokulAshtami….Jai Shri Krushna !
Chandravadan
http://www.chandrapukar.wodpress.com
See you on Chandrapukar !

28 08 2013
Vinod R. Patel

નંદ જશોદાની ઓસરીએ ગુંજી ઉઠી ગાયકી
‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી’

આપને અને આપનાંને જન્માષ્ટમી મુબારક।

28 08 2013
Manibhai Patel

nand ghar anand bhayo jay kanaiyaklalki !

28 08 2013
Manibhai Patel

tamari laaganine salam !

1 09 2013
SARYU PARIKH

સરસ ભાવવાહી ગીત.
“મસાલા ચાય” વાંચ્યા પછી જણાવીશ. મારી “આંસુમાં સ્મિત” ક્યાં પહોંચી?
મજામાં હશો.
સરયૂ

11 02 2014
pareejat

ati sundar rachna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s




%d bloggers like this: