વાંચો અને વિચારો

7 09 2013

કશું જ નવું નથી. માત્ર વિચારોને પ્રદર્શિત કરું છું

૧.

એક બીજાની વાતો કરી શું પામ્યા ?

એક બીજા સાથે વાતો કરીશું તો કશુંક ઠોસ પામીશું.

૨.

વ્યક્તિ સાથેના સંબંધને પૂર્ણ વિરામ આવે ત્યારે ઋણાનું બંધ પૂરા સમજવા.

વ્યક્તિમાં ખોટ યા ખરાબી ન જોવા.

૩.

૨૧મી સદીમાં નજરથી દૂર દિલથી દૂર.

ભાવના, ચેતનાના પ્રવાહ સતત વહેતા રહે છે.

૪.

મુસિબતો આવે ત્યારે ગભરાવ નહી આવકારો.

બે ફાયદા, તેની સામે લડો, બીજી વાર ન આવે તેની તકેદારી.

૫.

ઉકળતું પાણી દઝાડે પ્રતિબિંબ ન દેખાડે.

ગુસ્સો ભાન ભુલાવે, સત્ય ન સમજાવે.

૬.

પ્રેમ સર્વ દુખ અને સંઘર્ષની મફત દવા.

પ્રેમ મય સ્પર્શ ઘા રૂઝવે, આંખ દર્દ સહન કરવાની શક્તિ આપે.

૭.

ચોખ્ખું હ્રદય ઘણા સંબંધ બાંધે. સુંદર સ્વભાવ ઘણા દિલ જીતે.

સચ્ચાઈ અને નિઃસ્વાર્થતા કેળવ.

૮.

તમને દુખી કરીને કોઈને હર્ષ થતો હોય તો તેમ થવા દો.

તમારો સંયમ અને શાંતિ ન હણાય તે જો જો.

૯.

જીવનમાં આખી જીંદગી સહુ પાસેથી લીધું છે.

અંત સમયે બને તેટલું વહેંચીને હળવા બનો.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

7 09 2013
Vinod R. Patel

જીવનમાં આખી જીંદગી સહુ પાસેથી લીધું છે.

અંત સમયે બને તેટલું વહેંચીને હળવા બનો.

આ અને બીજા વિચાર મુક્તકો સરસ છે . ગમ્યા .

7 09 2013
Manibhai Patel

HAASH !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: