મન શું કહે છે?

8 09 2013

જેમ દર્પણ જુઠું નથી બોલતું તેમ મન યા અંતરાત્મા કદી ખોટો જવાબ નહી

આપે, મન સાથે મૈત્રી કેળવી જુઓ. વિચાર કરી જો જો. સત્ય લાધશે. આ જગે

રોજ નવા સંબંધો બંધાય છે. અફસોસ તો એ વાતનો છે કે જૂના નજીવા કારણસર

વિસરાય છે.

જેમ કાગળના ટૂકડા પર ‘છૂટાછેડા’ શબ્દ વાંચી વ્યક્તિ પોતાનો પ્યાર વિસારી નથી

શકતો. અકાળે જ્યારે જીવન સાથી સાથ છોડે ત્યારે બાકીની જીંદગી જીવંત સાથી

કસક અનુભવે છે. એમ મન ચેતન હોય કે અચેતન જીંદગીના ફલક ઉપર પડેલાં

દરેક પગલાંની છાપ સાચવી જાણે છે. સમય આવ્યે સપાટી પર આવે બાકી

તો ભુગર્ભમાં તે સંતાઈ જાય છે.

એ જ પ્રમાણે ક્ષુલ્લક કારણોસર જ્યારે મતભેદ થાય ત્યારે મનભેદમાં પરિણમે. મન

મિત્ર છે. મન દુશ્મન પણ છે. તમારા પર નિર્ભર છે. મનની કઈ વાત સાંભળવી.

વર્ષો પહેલાંની વાત છે. અમારા ખાસ મિત્ર પોતાના વડિલ બંધુ સાથે પિતાની મિલ્કતના

ભાગ વખતે બોલાચાલી થવાથી જીવનના ૨૦ વર્ષ અબોલા બાંધી બેઠાં. એ વડિલ બંધુની

જ્યારે ૫૫ વર્ષની ઉમરે ‘બાયપાસ’ની સરજરી થઈ ત્યારે અમેરિકાથી વિમાનમાં બેસી

અમદાવાદ મોટાભાઈને આંગણે આવી ઉભા રહ્યા. ભાભી તો માની ન શકી કે નાનોભાઈ

આવી રીતે રાતોરાત આવીને ઉભો રહ્યો. સબસે ઉંચી પ્રેમ સગાઈ.

એ ધન્ય દૃશ્ય જોઈ પુલકિત થઈ ઉઠેલાં દરેક કુટુંબીજનોની આંખમાં આંસુ ડોકિયા કરી

ગયા. બંને ભાઈ વચ્ચે નિર્મળ પ્રેમની ગંગા વહી રહી. જીવનના એ ૨૦ વર્ષોનો ભેદ

ખુલ્લી કિતાબની માફક છતો થઈ ગયો. ઉપરથી મોટાભાઈની પરિસ્થિતિ જોઈ નાનાએ

મોટું મન બતાવ્યું.

માનવ જ્યારે ૭૦ વટાવી ૮૦ની નજીક આવે છતાં ‘હું’ને પહેચાની નથી શકતાં ત્યારે

ખરેખર ઈશ્વર તું સહાય કર, એવા શબ્દો મુખેથી સરી પડે છે.

૨૧મી સદીનું આ વરદાન છે, માનો યા ન માનો એ આપણા પર નિર્ભરિત છે. યુવાનો

ભલે હરિફાઈમાં ઉતરી ગાંડાની માફક મહેનત કરે છે. સાથે સાથે તેમના દિલોની પાવનતાના

અમૂલ્ય દર્શનનો લાભ પણ જોવા પામીએ છીએ.

જ્યારે કોઈ પણ વ્યક્તિ કારણસર યા વિના કારણે સામે વાળી વ્યક્તિનું અપમાન યા બેહુદું વર્તન

કરી શકે. ત્યારે ખરી રીતે તે વ્યક્તિ પર નારાજ થવા બદલ તેની વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ

કરવું અગત્યનું છે. આસપાસના સંજોગો તેમાં કારણભૂત થઈ શકે ! ત્યાંતો ભગવાન કૃષ્ણએ દર્શાવેલ

સ્થિત્પ્રજ્ઞતા કામ કરી જાય છે. મન ઉપરનો સંયમ અગત્યનો ભાગ ભજવે છે. કશું જ કરવાનું નથી

માત્ર બેથી ત્રણ ઉંડા શ્વાસ. જુઓ સ્વચ્છા આકાશની જેમ મન નિર્મળ થઈ જશે. બુદ્ધિ સાચો રાહ

બતાવશે. લાગે છે તેટલું આ સરળ નથી !

મન મિત્ર છે એ જેટલું સાચું છે તેટલું જ મન વેરી પણ છે. હંમેશા જો સામેવાળી વ્યક્તિના દોષ

જોવા ટેવાશો તો એના ગુણો પર ધુળ છવાઈ જશે, કિંતુ વ્યક્તિના ગુણો નજર સમક્ષ હશે તો તેના

દોષ, દોષ ન રહેતાં સહ્ય બની જશે. ખોટ વ્યક્તિમાં નથી. આપણા મનમાં અને દૃષ્ટિમાં છે.

મનને સાંભળો કદાચ ભીડમાં તેનો સાદ નહી સંભળાય. મનની પાવનતાને પિછાણીએ. મન ખૂબ

મહત્વનો ભાગ આપણી જીંદગીમાં ભજવે છે. તેની અવગણનાની ભારે કિમત આપવી પડશે!

‘મન’ કેટલો સરળ શબ્દ, તેટલો જ તેનો અર્થ ગુઢ છે. જે સહાય પ્રાર્થનાથી મળશે તેના કરતાં કંઈક

અધિક પરિણામ મનને સમજવામાં અને તેના સંકેત ઝીલવાથી પામીશું

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

8 09 2013
Sonal Shah

Jai shree krshna Pravina ben. Too good

Sonal Shah

9 09 2013
chandravadan

મન ખૂબ

મહત્વનો ભાગ આપણી જીંદગીમાં ભજવે છે. તેની અવગણનાની ભારે કિમત આપવી પડશે!

મન કેટલો સરળ શબ્દ તેટલો જ તેનો અર્થ ગુઢ છે
MIND..meaning MAN
Understanding the MIND….then LISTENING to the ATMA
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar for the New Post !

9 09 2013
Manibhai Patel

JAY SHREE KRUSHNA BAHENA !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: