મ્હોં પરની રેખા

happy child
happy child

મારો નાનો ભાઈ મને ખૂબ વહાલો. જણીજોઈને તેને એમ લાગવા દેતો કે તેને મારા

વગર ન ચાલે. મને ખૂબ સતાવે પણ હું મોટો તેથી તેને કદી મારતો નહી.

જો તે અવળચંડાઈ યા બહુ જીદ કરે તો નીચુ જોખી મોટું દિલ રાખી હંમેશા

તેને વસ્તુ આપી દેતો. ખબર નહી તેના મુખ પર હાસ્ય વિજયનું આવતું કે

આનંદનું મોજું ફરી વળતું એ નિરખવામાં હું વિસરી જતો કે મેં નીચું જોખીને ઉપકાર કર્યો.

આને કારણે તેને જીદ કરવાની કુટેવ પડી ગઈ હતી. બને ત્યાં સુધી ઉદાર દિલે હું સાંખી

લેતો. એ દોડતો મમ્મીના ખોળામાં જઈને ભરાતો. મમ્મી ગર્વથી ફુલી ન સમાતી કે મારા

બંને બાળકો સમજીને, સંપીને સાથે હળે મળે છે.

આજે તો હદ થઈ ગઈ.

આ પેન મારી છે. નાનો બસ જીદ્દે ચડ્યો હતો.

હું તને એ કોઈ પણ સંજોગોમાં આપવાનો નથી !

તું સૂઈ જશે ત્યારે તારી પાસેથી છિનવી લઈશ.

દર વખતે તું અવળચંડાઈ કરે તે ન ચાલે !

આજે બસ હવે મારે તને પાઠ ભણાવવો પડશે. તું તારા મનમાં શું સમજે છે.

પણ મને ગમે છે. આનાથી મારા અક્ષર સારા આવે છે. ગયે મહિને મને ગણિતમાં

૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ આવ્યા હતાં મારા બધા દાખલા સાચા પડ્યા હતા.

મને ખબર હતી કે' તું મારી પેન મને પૂછ્યા વગર શાળાએ લઈ ગયો હતો.તું જ્યારે

શાળાએથી પાછો આવ્યો ત્યારે તારા દફતરમાંથી મેં પાછી લઈ લીધી હતી.'

હવે જ્યારે ઈંગ્લિશનું અઘરું પેપેર છે ત્યારે મને જોઈએ છે.

અરે, પેન ગમે તે વાપરીશ તને આવડતું હશે તો તારા માર્ક્સ સારા જ આવશે.

મારા નાના ભાઈને ખૂબ સમજાવ્યો્. એ માનતો જ ન હતો. એ મારી પ્રિય પેન

મને મારા વર્ગ શિક્ષકે હું ક્લાસમાં પહેલે નંબરે પાસ થયો હતો તેના માનમાં પુરસ્કાર

રૂપે આપી હતી જે મને પ્રાણથી પણ અધિક વહાલી હતી.

આજે કોઇ પણ હિસાબે હું નમતું જોખવાનો ન હતો. ગુસ્સામાં નાના ભાઈને પહેલી

વાર બે થપ્પડ આપી.

રડતો રડતો તે ફરિયાદ કરવા મમ્મી પાસે ગયો. મમ્મીએ પ્રેમથી પસવાર્યો. બધી

વિગત જાણી લીધી.

નાનાને પ્રેમથી કહ્યું, બેટા જો આજે હું તારો પક્ષ લંઉ તો મોટાને નહી ગમે. મોટાનો

પક્ષ લઈશ તો તું નારાજ થશે. દીકરા હું તો આજે છું અને કાલે કદાચ મારી આંખ

મિંચાઈ જાય તો તમે બંને ભાઈ આપસમાં સમજી લો તો સારું !

હું ભલે નાનો હતો પણ મારી સમજુ માનો દીકરો! ભાઈ પાસે ગયો.

તેં મને પેન ન આપી તો કાંઈ નહી, પણ મને બે તમાચા શામાટે માર્યા?

ભાઈ કહે તને ખૂબ સમજાવ્યો. તું માનતો ન હતો. દર વખતે હું તારી માગણી કબૂલતો

તેથી તને બૂરી આદત પડી ગઈ હતી. તને એમ હતું કે દર વખતે હું જે કરું તે ભાઈએ

કબૂલ કરવાનું. જીવનમાં ક્યારે 'ના' સાંભળતા શિખવું પડે. તે મને ખૂબ પરેશાન કર્યો.

મારો મિજાજ ગયો. તેથી બે લગાવ્યા. જે મારે નહોતા મારવા જોઈતા.

એ પેન મારે માટે અમૂલ્ય છે.તને બીજી બે અપાવીશ પણ એ તો નહી જ આપું.

અંતે સમાધાન થયું. એના જેવી બીજા રંગની પેન મને અપાવી રાજી કર્યો.

હું પણ સમજી ગયો કે જીદ કરીને હરવખત વસ્તુ મળે તે આનંદ ન આપે. અમે બંને ભાઈ

વચ્ચે સમજૂતી થઈ જાણી માને ખૂબ આનંદ થયો.

માને જાણે ખબર ન હોય અમને બંનેને પિતાજીના હવાલે સોંપી મહિના માસમાં લાંબી વાટે——–.

તે વખતે તેના મ્હોં પરની રેખા ઘણું બધું કહી ગઈ.

2 thoughts on “મ્હોં પરની રેખા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: