નિર્ભય અમેરિકા પર
કાયર આતંકવાદીઓએ હુમલો કર્યો તે વાતને
આજે ૧૨ વર્ષ થઈ ગયા,
અભય – કાયર નક્કર પુરાવો.
——————
અભયને આંગણે આનંદના અવસર
કાયરતાની કૂખ ક્રૂરતાની જનેતા
અભયતાનો ગુણ અતિ કઠીન છે
કાયરતા ડગલેને પગલે દેખા દે છે
અભય નીડરતાનું સર્જન કરે છે
કાયર જીંદગીમાં નાસીપાસ થાય છે
અભય હિંમતભેર પ્રગતિ સાધે છે
કાયર કંટાળી અધવચ્ચે ત્યજે છે
અભયતા કેળવવી એ કાચાપોચાનું કામ નથી
કાયરતા છટકબારીનું બીજું નામ છે
શાંતિની સોડમાં સુનહરી સુગંધ—અભય
ચંચલ ચપલા માનુની ભરતી ઓટ—-કાયર
મન મસ્તિષ્કે ઉમટ્યો મહેરામણ—-અભય
નિરવ પગલે નિસરી અભિસારિકા—–કાયર
===============================
ખૂબ હળવું છે જીવન જીવવું સહેલું છે
જે થાય તે ભુલી જવું સાવ સહેલું છે
મનમાં ઘુંટશો તો જીવન દોહ્યલું છે
મિચ્છામી દુકડમ કહો ખૂબ સહેલું છે
CHARU CHANDRAKI CHANCHAL KIRANE KHEL RAHI THI JAL THALME….SWACHCHHA CHANDANI BICHHI HUI THI JEEVAN KE ANTASTHALME !
MAITHILISHARANJI.