શ્રાદ્ધનું પર્વ

22 09 2013

આપણને સહુને ત્યજીને વધુ સુંદર જગે જઈ વિહરી રહેલાં શાંતિમય આત્માઓના સ્મરણાર્થે.

જે જગ્યા આ પૃથ્વી કરતાં ખૂબ આહલાદક હશે એમાં બે મત નથી !જ્યાં જઈ કદી કોઈ

ટપાલી સંદેશો લાવ્યો નથી ! ત્યાંના હાલચાલની કે પરિસ્થિતિની કલ્પના કરવી પણ માનવીની

પહોંચની બહારની વાત છે. માણસ ચંદ્ર પર જઈ આવ્યો. મંગળ પર આજ પહોંચશે કે કાલ?

ત્યાંના સમાચાર મેળવવાના સર્વ પ્રયત્નો સફળ થયાનો કોઈ અંદેશ નથી. કમ્પ્યુટરની કમાલ

વીશે બે મત નથી ! નિરાશા સાથે કહેવું પડે છે તેણે આ દિશામાં હજુ પહેલું કદમ ઉઠાવવાનો

પ્રયત્ન સુદ્ધાં આદર્યો નથી. ખેર કોઈ વીરલો આ દિશામાં સફળતાને વરે તો નવાઈ નહી લાગે.

આજની ૨૧મી સદીની કમાલ ગણી હસતે મુખે તેને આવકારવામાં પાછી પાની નહી કરું.

સોળ દિવસોને સાંકળી લેતું આ પર્વ છે. પૂનમના ચમકતા ચાંદના દર્શન સાથે આરંભાતું

આ પર્વ અમાસની ઘોર અંધારી રાત સુધી વિલસે છે.આપણે સહુ તે સમય દરમ્યાન વિયોગી-

જનોને યાદ કરી તેમના સ્મરણ દ્વારા અંતરને પુલકિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. શાસ્ત્રોએ.

અનેક રીતો વર્ણવી તેનું મહાત્મ્ય દર્શાવ્યું છે. સહુ એ માને તેવી કોઈ ચેષ્ટા કરવાનો પ્રયાસ

યા દાવો નથી !

આ પર્વ દરમ્યાન સ્નેહીજનો સાથે ગુજારેલ દિવસો, મહિના યા વર્ષોની મધુર સ્મતિની

બારાત નિકળે તેમાં શામેલ થવાનું. તેમની મનગમતી પ્રવૃત્તિ, વસ્તુઓ, સ્થળોમાં મન સ્થિત કરી

પ્રભુની સમક્ષ બે પળ બેસી રમણ કરવાનું. હા, આપણે પણ તે જ માર્ગે અનુસરવાનું છે. એ

યાદ રાખી બનતું સત્કાર્ય કરી મનને તેમાં સ્થિત કરવાનું. ખુશી કોઈના મુખ પર યા દિલમાં

ફેલાવી શકીએ તેનો નમ્ર પ્રયાસ કરવાનો.

એવું સાંભળ્યું છે કે આધુનિક થઈ ગયેલી “કાગ” પ્રજાએ હવે તેમને પીંડ નાખવામાં આવે છે

તેને અંગીકાર કરવાનો બહિષ્કાર કર્યો છે. માનવજાતિમાંથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે. આજનો

આતંકવાદી, લોભી, રૂશ્વતખોર,અન્યાયી, બદચલન માનવના મૃત્યુ પછી, તેમની પાછળ કરાયેલ

અન્નદાન અમને ન ખપે ! અમારી ભવિષ્યમાં આવતી પ્રજા શું સંસ્કાર પામે ? આમ અમે રંગે

કાળા ભલે રહ્યાં. અમારા અંતર કાળાં નથી ! તેથી તો અમારી કાગવાણી શુકનવંતી ગણાય છે.

શ્રાદ્ધના પાવનકારી દિવસો દર વર્ષે આવી અંતરને ઢંઢોળી જગાડવાનો પ્રયત્ન કરે છે. આજે

આ શુભ અવસર સરી ન જાય તેનો ખ્યાલ રહે. આવો સહુ સાથે મળીને વિરહીજનોને યાદ

કરી તેમના ગુણોનું ધ્યાન ધરીએ. તેમણે કરેલાં ઉપકારને કદી ન વિસરીએ. આપણા આ

અણમોલ જીવન દરમ્યાન તેમની સુનહરી યાદોને દિલમાં સંઘરી તેમને જીવંત રાખવાના

પ્રયાસ સફળતાપૂર્વક કરીએ.

આપણે સહુ આ શ્રાદ્ધના દિવસો દરમ્યાન શાંતિ પામીએ. બને તેટલો સર્જનહારનો ગુણ

માની જીવન સરળતાથી જીવી શકીએ તેવો પ્રયાસ કરીએ.

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: