મંગુ મામા====

27 09 2013

old man

 

મગન એટલે મંગુમામા. વર્ષો જૂની વાત છે.  યાદ નથી ક્યા્.રે એમને છેલ્લે

મળી હતી.  એટલું યાદ છે મારા લીલા કાકીના તે ભાઈ થાય અને ગામથી

બહેનને ત્યાં મુંબઈ આવીને રહ્યા હતા. કા કાના બાળકો મામા કહે એટલે

હું પણ તેમને મામા કહેતી.

ઘણા વર્ષે મને મળ્યા. મેં તો તેમને ન ઓળખ્યા પણ તેઓ મને બોલાવીને કહે અરે,

તું નટવરભાઈની અંજુ તો નહી?

હું વિમાસણમાં પડી, ૩૦ વર્ષે જેમને જોયા હોય, એક વચનથી બોલાવે એવું હ્યુસ્ટન

ગામમાં મને કોણ આવું ઓળખીતું મળ્યું.મેં હા પાડી. પછીનો સવાલ સુંદર હતો.

મને ન ઓળખ્યો? માથું હલાવી મેં ના પાડી.

અરે હું ઝાલોદમાં રહેતો હતો. તારાકાકીનો ભાઈ મંગુ.

આખરે એમનો ૪૦ વર્ષ પહેલો જોયેલો ચહેરો યાદ કરી રહી. માંડ લાગ્યું કે હા ક્યાંક ભૂતકાળમાં

જોયા હશે.

પછી તો અવારનવાર મંદિરમાં. સિનિયર્સના પ્રોગ્રામમાં બધે દેખાતા. મનમાં થતું ૮૦ને આરે આવીને

ઉભેલાં અડધી જીંદગી ગામડામાં ગાળી હોય તેવા મંગુમામા અંહિ શું કરતાં હશે?

આનંદની વાત તો એ હતી કે જ્યાં રહેતાં હતા તે મકાનમાં મોટે ભાગે ભારતથી આવેલાં યુવાનો રહેતા

હતા. હું તેમને છેલ્લે મળી ત્યારે ૨૦ વર્ષની કદાચ હોઈશ.

ઓ બાપરે, આટલા વર્ષો પછી મુલાકાત આવી રીતે. માથું ખંજવાળી બાળપણના સ્મરણો તાજાં કર્યા.

હા, હવે ઓળખ્યા. ત્યાં બીજો સણસણતો સવાલ આવ્યો. આમ તો તું એવીને એવી લાગે છે. માત્ર

તારા મોઢા ઉપરથી ઉમર જણાય છે.

હું ૬૦ની થવા આવી. તેઓ ૮૦ના હતાં. હસવુ આવી ગયું. મનમા થયું પોતે કેવા લાગે છે તે અરીસામાં

જોયું હશે કે નહી? ખેર વડીલ જાણીને આમન્યા રાખી ચૂપ રહી.

પોતાના મકાનમાં રહેતાં નવા જુવાનિયાઓને મણીમામી જમાડતા. મંગુ મામા તેમની મેઈલ લાવી સારી રાખી

બાકીની કચરા પેટીમાં નાખતા. શની રવી રજાના દિવસોમાં તેમના બાળકોનું બેબી સિટીંગ કરી તેમને હરવા

ફરવાની છૂટ કરી આપતાં. કદી પૈસા માટે રકઝક ન કરે. કોઈ પૈસા મો્ડા વહેલાં આપે કે ન આપે તો

પણ એક શબ્દ ન બોલે. પ્રેમથી સહુની વહારે ધાતા જેથી એમના બાળકોની ખોટ તેમને ન સાલતી.

ભણેલા ગણેલા તેમના બાળકો જ તેમને અંહી સસ્તા ભાડાના મકાનમાં મૂકી ગયા હતાં. સારું હતું કે

સિનિયર્સ માટે આવતી બસ તેમને ખરીદી કરવા અને ડૉક્ટર પાસે લઈ જતી.

તેમના પ્રેમાળ સ્વભાવને કારણે મકાનવાળા સહુ દાદા કહેતાં. ખિસામાં હંમેશા કેન્ડી રાખે જેથી નાનું બાળક

રાજી થાય. તેમનું કામ પ્રેમે દોડીને કરે. અંહી સહુ તેમનું ધ્યાન રાખતાં ઇજ્જત આપતાં.

મને ખબર પડી. તેમની જોઈતી કરતી વસ્તુઓ લાવી આપતી. તેમને દીકરી ન હતી. મને માતા પિતાની

ખોટ પડવા ન દીધી.

આવા મંગુમામા એક દિવસ સવારે ઉંઘમાંથી ઉાઠ્યા નહી. મણીમાએ ફોન કરી મને બોલાવી. અમેરિકાની

બધી વિધિ પતાવી મણીમામીને ઘરે લઈને.આવી.સવારે ચા પીવા ઉઠાડવા ગઈ ત્યારે અંજુ બારણામા

ફસડાઈ પડી——————–

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

27 09 2013
Manibhai Patel

HARE RAM VAARTANO ANT DUKHAD CHHE……

28 09 2013
Dr.Chandravadan Mistry

Nice one !
Liked it !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Click on the Link & see you @ Chandrapoukar !

29 09 2013
nitin vyas

Thank you for nice story of Mangumam.

Nitin Vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: