કોના વાંકે====

29 09 2013
heavy rain

Vheavy rain

અરે, યાર બે પેગ, જ્હોની વૉકરના આવવા દે. પેલી ઈમ્પોર્ટેડ બ્લેક લેબલ તો ક્યારની પૂરી

થઈ ગઈ. જો કાંઈ બચ્યું ન હોય તો . બે દેશીના પણ ચાલશે. મયંક અત્યારે  ખૂબ નિરાશ

હતો. બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટના ધંધામાં સારા એવા પૈસા કમાયો હતો. કાળાં ધોળાં કરવામાં

પાછું વળીને જુએ તે બીજા. ઈશ્વરની કૃપાથી એક દીકરી હતી જે અઢળક પૈસામાં આળોટતી.

તેનો પતિ પાલણપુ્રના હીરા બજારના પૈસાપાત્ર કિલાચંદ ઝવેરીનો એક માત્ર દીકરો.

એકની એક દીકરી જે  ખુશ હોય તો પછી મયંક આ કાળાધોળા કોને માટે કરતો હતો. મા

વિનાની માલતી પરણી ત્યારે મયંક દવા બજારમાં કામ કરતો હતો. દવા બજારના રાજા

જેવા ગણાતા પુરૂષોત્તમભાઈનો તે જમણો હાથ બનવાનું ભાગ્ય પામ્યો હતો. પુરૂષોત્તમ

કાંઈ કેટલાય ગોટાળા કરવામાં પાવરધો હતો. મયંક તેના હાથ નીચે કેળવાઈ આ વિદ્યામાં

પ્રવીણ થયો. એક વખત દવા બજારના સટામાં પુરૂષોત્તમ કરોડો રૂપિયા કમાયો. મયંકને

તેણે દસેક કરોડથી નવાજ્યો.

આટલા બધા પૈસા જોઈ મયંકે  બિલ્ડર બનવાનું વિચાર્યું. શરૂ શરૂમાં નાના ફ્લેટ લઈ તેને

સમારકામ કરાવી વેચવા લાગ્યો. કામકાજ ધાર્યા કરતાં સારું ચાલ્યું. બસ પછી તો પાછું

વળી જોવાનો વારો ન આવ્યો.  હાથમાં પૈસા હોય , જબાન સાકર ભેળવેલી હોય તેનો કક્કો

ખરો. પાંચ વર્ષમાં તો મયંકની ગણના નામાંકિત બિલ્ડરોમાં થવા લાગી. મયંક અને માલતી

હેંગીગ ગાર્ડન પર આવેલા કમલ કુંજમાં ત્રણ બેડરૂમ, સર્વન્ટ ક્વૉર્ટર અને બે ગાડીના ગરાજ

એવા સુંદર ઘરમાં રહેવા લાગ્યા.

મલતી ધંધાની આંટીઘુંટીથી સાવ અજાણ.  માલતી આપબળે સારું વાંચન કરતી અને નવરાશની

પળોમાં ‘તાતાની બ્લાઈન્ડ’ શાળામાં વૉલિન્ટયર હતી. પૈસાવાળાની સ્ત્રીઓની જેમ માત્ર ખરીદી

અને સિનેમામાં પૈસા વેડફવાની આદત તેને ન હતી. પોતાના નોકરોના બાળકની ભણવાની.

સંપૂર્ણ જવાબદારી લીધી હતી. મહારજની બૈરીને પહેલું બાળક આવવાનું હતું. ડોક્ટર અને દવા

માટે પૈસા આપ્યા. માલતી જેટલી ભલી હતી અને જરૂરિયાતમંદોની સહાય કરતી. તેના કરતાં

અનેક ગણા કાળાધોળાં મયંક ધંધામાં કરતો. તેથી જ કદાચ આજે લગ્નના ૧૫ વર્ષ પછી પણ

માલતીનો ખોળો ખાલી હતો.

ડ્રાઈવર તો વર્ષો જૂનો હતો. ખોલી લઈ આપી અને ઘર વસાવી આપ્યું. આમ માલતી પૈ્સા

યોગ્ય સ્થળે વાપરતી. તેને ક્યાં ખબર હતી મયંક કઈ રીતે પૈસા દબાવી ગેરકાયદે કામ કરે છે.

ગેરકાયદે કામ કરવામાં કોઈ  ‘ભાઈ’ને  પેટી આપી કાસળ સુદ્ધાં કઢાવવામાં તેના પેટનું પાણી

ન હાલતું.  એકાદ બે  ઝોંપડપટ્ટી ને તેણે જમીન દોસ્ત કરાવી ત્યાં ટાવર બંધાવી ધુમ કમાણી કરી.

ત્યાંની વસ્તીના લોકો નિસાસા નાખતા રહ્યા અને મયંક ભાઈ પોતાનું કામ કરતા રહ્યા.

આજે સવારથી ટેલિફોનની રીંગ બંધ થતી ન હતી. નવો બંધાયેલો ટાવર,  જેનું ઓ,સી આવી ગયું હતું

તેથી લોકો રહેવા આવી ગયા હતા. પાછળનું કામકાજ ચાલુ હતું. સવારના છ વાગે ધુમ વરસાદમાં

ટાવર બેસી ગયો. રવીવાર હોવાથી અડધા લોકો ઉઠ્યા ન હતા. કેટલાય  નિર્દોષો ઉંઘમાં ધરબાઈ

ગયા.  મયંકના મિત્રએ સિમેન્ટમાં ઘાલમેલ કરી હતી. મકાન પત્તાના મહેલની જેમ બેસી ગયું

ઘણાં લોકોએ જાન ગુમાવ્યા—————————-?

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

30 09 2013
Dr.Chandravadan Mistry

. સવારના છ વાગે ધુમ વરસાદમાં

ટાવર બેસી ગયો. રવીવાર હોવાથી અડધા લોકો ઉઠ્યા ન હતા. કેટલાય નિર્દોષો ઉંઘમાં ધરબાઈ

ગયા. મયંકના મિત્ર સિમેન્ટમાં ઘાલમેલ કરી હતી. મકાન પત્તાના મહેલની જેમ બેસી ગયું

જાન ગુમાવ્યા
Pravinaben…..A Human on the wrong path is as dangerous as to himself & others as well.
Proper Cement material is the need for a proper Building…anything “wrong” there = PAP by an Individual !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

30 09 2013
Manibhai Patel

vank mayankno!

1 10 2013
NAVIN BANKER

વાર્તા અધુરી લાગે છે. ટાવર બેસી ગયો પછી શું ? મયંકને પોલીસે પકડ્યો ? માલતીના સારા કામોનું શું ?
નવીન બેન્કર

1 10 2013
pravina Avinash

.ટાવર બેસે એટલે મોત અને માણસો અકસ્માતના ભોગ.

મયંકને પૉલિસ શું કામ છોડે. માલતી સત્કર્મને કારણે પોલિસના પંજામાં

ફસાઈ નહ્તી. આ બધું વાચક પર છોડ્યું. જેને જે ધારવું હોય તે છૂટ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: