કાનો ગોકુળ છોડી જવાનો

5 10 2013
rasleela

rasleela

નવરાત્રી મનાવો ગરબે ઘુમો, રાસ રમો.

માતાજીની આરતી  ઉતારો, ભક્તિ કરો.

દુહો-

હે– છાની રાખો વાતડી , ભવ ભવની બાંધી પ્રિતડી

હે –જાગી આખી રાતડી,  છેટે  ભાગી  નિંદરડી

હે– કાના વિનાનું ગોકુળ , જાણે ગોળ વિનાનો કંસાર

હે– કાના તુજ વિણ કેમ મને ફિકો લાગે સંસાર

—————————————

હે  કાનો  ગોકુળ  છોડીને જવાનો

એ વાત  બહાર આવી  ગઈ

નંદબાબા જશોદાજી ઓશરીએ બેઠાં

ગોપ ગોપીઓના  હૈયા છે હે્ઠાં

વનરાતે વનમાં રાધિકાજી રૂઠ્યા

ને વાત બહાર આવી ગઈ–હે કાનો ગોકુળ—-

વાંસળીનાં સૂરમાં  દર્દ છુપાયું

લાકડીએ કામળીમાં મુખડું સંતાડ્યું

માખણ શીકેથી ઉભરાઈ ચાલ્યું

ને વાત બહાર આવી ગઈ—-હે કાનો ગોકુળ—

કંસના ઉધામા  ચારેકોર ફાલ્યા

વસુદેવ દેવકીના નિંદર ઉડાડ્યા

કાનુડાને હૈયે હેત ઉભરાયા

ને વાત બહાર આવી ગઈ—હે કાનો  ગોકુળ–

એ વાત બહાર આવી ગઈ

ચેન મારું ચોરી ગઈ

નિંદર રિસાઇ ગઈ

હૈયે કોતરાઈ ગઈ.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

6 10 2013
Ramola Dalal

Happy Navratri.

8 10 2013
Vinod R. Patel

એ વાત બહાર આવી ગઈ

ચેન મારું ચોરી ગઈ

નિંદર રિસાઇ ગઈ

હૈયે કોતરાઈ ગઈ.

કાવ્ય રચના ગમી . આપને નવરાત્રીના અભિનંદન .

11 10 2013
nitin vyas

હે કાનો ગોકુળ છોડીને જવાનો
એ વાત બહાર આવી ગઈ
Very nice….lovely

Nitin Vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: