માની મમતા

16 10 2013
three children

three children

૨૮ વર્ષની  ઉમરે ત્રણ નાના છોકરાં મૂકી જ્યારે મદન  આ જગેથી વિદાય થયો

ત્યારે મણીની હાલત શું થઈ હશે?  એ કલ્પના પણ જો ભય પ્રેરક હોય તો હકિકત

કેવી હોઈ શકે. મણી હજુ તો છ મહિના પહેલાં ત્રીજા મેહુલની મા બની હતી. ધાવણો

દિવસમાં ચાર વાર માને બચ બચ ધાવતો. મોટો મનોજ ૪નો અને વચલો મનન

૩નો.  મણી મદન ગયાના દુખને રડે કે , રડતા ત્રણ ભુલકાંની પાછળ ફરે.

મદનના માબાપ તેને નાનો મૂકીને સ્વર્ગે સિધાવ્યા હતાં,  પોતાની આવડત અને

હોશિયારી દ્વારા મદન બે પાંદડે થયો હતો. મણી રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી

શુશીલ હતી. મદનને દિલોજાનથી ચાહતી હતી.  ઉપરા ઉપરી ત્રણ બાળકની મા

થઈ હતી છતાં મદનને કશી ઘરની ચિંતા કરવા દે્તી નહી.

‘તું નવો ચાલુ કરેલો કાપડનો ધંધો સંભાળ. હું   છોકરાં જીવની જેમ સાચવીશ.’

સાંજના મદન ઘરે આવે તે પહેલાં બધા છોકરાંઓને નવડાવી, ખવડાવી તૈયાર

કરતી, જેથી મદન તેમને રમાડી હળવો થાય. બધાને ૮ વાગ્યામાં સુવાડી, બંને

સાથે એક ભાણામાં જમે.

તું મારી જાદુની પરી છો. કામમાં પાવરધી અને મને ખુશ કરવામાં એક્કો. મણી,

સાતેય જનમમાં મને  તું ‘ઘરવાળી’ તરિકે જોઈએ. મણી પોરસાતી અને મદન

તેના પર વારી જતો. આજે સાંજના ઘરે આવ્યો, ‘મણી મને પેટમાં અસુખ છે. મારે

ખીચડી ખાવી છે’. બનાવેલી રસોઈ બાજુમાં હડસેલી  સરસ મજાની છોતરાંવાળી .

મગની દાળની ખીચડી બનાવી. બેય માણસ જોડે મીઠું દહી, પાપડ, કચુંબર અને

ઘી લઈ બેઠાં. ખાતાં ખાતાં મદન આંગળા ચાટે જાણે તેને સ્વર્ગનું રાજ ન મળ્યું

હોય!

જમીને મણી સાથે થોડી ગપસપ કરી, થોડું વહાલ કર્યું અને સૂતો એ સૂતો. સવારના

ઉગતા સૂરજના દર્શન તેનાં ભાગ્યમાં ન હતાં. મણી છક્કડ ખાઈ ગઈ. મદનને પેટમાં

શેનો દુખાવો હતો કે પછી લોહીમાં ગાંઠ આવી ગઈ અને ભાઈએ  વિદાય  લીધી. ્વિધિ

અનુસાર, ક્રિયા કરી. પાડોશની સમજુએ તેના બાળકો સાચવ્યા.

હિંમત હારે તે બીજાં. મણી પાસે રડવાનો કે મદનનો શોક પાળવાનો સમય જ ક્યાં હતો.

તેરમે દિવસે મદનની વરસી વાળી શોક ઉતાર્યો. વહેલી સવારે દુકાન ખોલી ગલ્લા પર

આવીને બેઠી.  ગામ આખું જોતું રહી ગયું. મણી પ્યારની પ્રતિકૃતિ બાલકોમાં વ્યસ્ત રહેતી.

તે મનથી મજબૂત હતી. બાળકોના માતા અને પિતા બનેનો ભાગ સફળતા પૂર્વક ભજવવો

હતો.  આજે ૨૧મી સદીમા ભણતર અને ગણતર બંનેની કિમત તેને  ખબર હતી.

નસિબ સારાંકે બાળકો પ્યારની છત્ર છાયામાં પલી રહ્યા હતાં એટલે ભણવામાં ખૂબ સારા

હતાં. તેમની પ્રગતિ જોઈ મણી પોરસાતી. બેવડા ઉમંગથી ધંધો અને ઘર સંભાળતી. બાળકો

ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતાં. બાજુમાં રહેતી સમજુ સવાર સાંજની રસોઈ બનાવતી. મણીને

ખૂબ રાહત થઈ. શરૂમાં સમજુએ પાડોશી ધર્મ બજાવ્યો. મણી તેને યોગ્ય પૈસા આપતી જેથી

સમજુ પોતાના ઘરનો વ્યવહાર અને બાળકોને સારું શિક્ષણ આપી શકે.

વર્ષો પાણીના રેલાંની જેમ પસાર થઈ ગયાં. મોટો મનોજ ડૉક્ટર થયો. મેહુલ એમ.બી.એ.

અને વચલો મનન વકિલ થયો. મણીની આંખો અને આંતરડી બંને ઠર્યા. એકલી પડતી

ત્યારે મદનની છબી સાથે વાતો કરતી. તને હાથ દીધો, તેં અધવચ્ચે તરછોડ્યો. જો આ

બાળકો તારા વગર મહેનત અને પ્રભુ કૃપાથી કેવા સુંદર ભણીગણી તૈયાર થયા. મનોજ

જ્યારે એમ.બી.બી.એસ. ના છેલ્લા વર્ષમાં હતી ત્યારે હ્યુસ્ટનથી ભણવા ગયેલી મોના તેના

ક્લાસમાં હતી. બંને પ્રેમમાં પાગલ થયા. મનોજને ખબર પડી મોના અમેરિકાથી ભારત

ભણવા આવી છે. એણે મોનાને સાફ કહ્યું ‘, મારે મારી માને વાત કરવી પડશે’.

મણીને પહેલાં જરા આંચકો લાગ્યો. હવે તેને થાક પણ લાગતો હતો. છેલ્લા ૨૫ વર્ષથી

એકલે હાથે જીવન સંગ્રામમાં વીરાંગનાની જેમ અડીખમ હતી. હવે જ્યારે એક પછી એક

ત્રણે બાળકો તૈયાર થયા ત્યારે તેને પોરો ખાવો હતો. જો મનોજ અમેરિકા જતો રહે તો નાના

બે નું શું?  મનોજે માને, ‘મા હું તને અને મારા બે ભાઈઓને મૂકી જતો રહું એવો સ્વાર્થિ નથી.’

ત્યારે મણીને કાળજે ટાઢક થઈ. જો કે દુકાનમાં બે માણસો રાખ્યા હતાં. બાળકો પણ રજાઓમાં

માને બનતી બધી મદદ કરતાં.

મનોજ  ‘આઈ અનડરસ્ટેન્ડ યોર ફીલિંગ્ઝ ફોર યોર ફેમિલિ.’  આફટર વી સેટલ ઇન અમેરિકા

વી કેન કૉલ બોથ ઓફ યોર બ્રધર્સ એન્ડ મૉમ.

મનોજે મણીને સમજાવી. મા, હું ડોક્ટર છું. અમેરિકામાં ડૉક્ટર સુખી હોય છે. બે વર્ષમાં હું બને

ભાઈ અને તને બોલાવી લઈશ.

બેટા, પરણીને અને અમેરિકાની હવામાં તું અમને ભૂલી તો નહી જાય ને?

‘મા, હું તારો અને મારા પિતાનો દીકરો છું. તને તારા લોહી પર વિશ્વાસ નથી? જો નહોય

તો મારે એક પણ શબ્દ આગળ બોલવો નથી.’ મણી પોતાના રતન જેવા દીકરાને ઓળખતી

હતી.

ખુશી ખુશી મનોજ અને મોનાના લગ્ન લેવાયા. મોના, મણીની પ્રતિભા જોઈ અંજાઈ ગઈ.

કઈ માટીની આ સ્ત્રી બની હશે? જેણે એકલે હાથે ત્રણ નાના છોકરાંઓને ઉછેરી, સુંદર સંસ્કાર

અને ભણતર આપી સુંદર જુવાન બનાવ્યા. પતિવ્રતા નારીને તે આદરથી વંદી રહી.

મનન અને મેહુલ ત્રણ વર્ષમાં અમેરિકા આવી પહોંચ્યા. મણીએ પોતીકું ઘર છોડવાની ના

પાડી. તે કહેતી, તમે જ્યારે બોલાવશો ત્યારે હું આવી પહોંચીશ. તમારા કોઈ પણ કાર્યમાં

જરૂર હોય તો મને તેડાવતા મુંઝાશો નહી. એક વાર મણી મનનને ત્યાં ડિલિવરી કરવા આવી

હતી. ત્યાંથી મનોજને ત્યાં આવી.

દીકરાઓ પ્રેમથી કહેતાં ‘મા, તું જરાય સંકોચ રાખીશ નહી. જે જોઈએ તે ખરીદજે.  ‘ મણી

મોટે ભાગે ખરીદી પાડોશીના છોકરાં અને અનાથ આશ્રમના નાના બાળકો માટે કરતી. મણૉની

પોતાની જીંદગી ખૂબ સાદી હતી. મંદિરના ઠાકોરજીને સામગ્રીમાં ધરવા મેવો અને કેસર લેતી.

એક દિવસ   બપોરે આડે પડખે થઈ હતી. ત્યાં મનનની પત્નીનો ફોન આવ્યો.’ મમ્મી સુતાં છે.

ઉઠે એટલે ફોન કરાવું’.

મોના ભાભી મારે એક વાત કરવી છે.’ મમ્મી એ ખૂબ ખરીદી કરી, તેમને ક્યાં ખબર છે બીલ પછી

આપણે ચૂકવવાના હોય છે.’

મણી સુતી હતી, પણ વાતચીતનો અવાજ સાંભળી આંખ ખુલી ગઈ. તેણે ફોન ઉપાડ્યો એટલે

છેલ્લી લીટી સંભળાઈ.

‘મીના વહુ, હું ભારત જઈશ પછી તમને હિસાબ મોકલાવીશ, મનનના પિતા ગયા ત્યારે તે ત્રણ

વર્ષનો હતો. બધો હિસાબ મેં લખ્યો છે. તેના ઉછેર અને ભણતર પાછ્ળ ———–

————————————-

Advertisements

ક્રિયાઓ

Information

One response

16 10 2013
riteshmokasana

ખુબ સરસ…. ટચી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: