અનંતના દ્વારે

7 11 2013
  • door to heaven

   door to heaven

    જન્મ ધર્યો ત્યારથી માનવ પ્રગતિ કરી રહ્યો છે એ વિદિત છે. સાથે સાથે

   અનંતના દ્વાર તરફ તેની કૂચ વણથંભી ચાલુ  હોય છે.  જ્યારે એ દ્વારની સમીપ

   આવીએ છીએ ત્યારે હરએક  માનવમાં  પરિવર્તન સ્પષ્ટ જણાય છે. ન કરી શકેલા

   કૃત્યનો અફસોસ અને અમુક અજુગતાં કરેલા કર્મો્ના પ્રયાશ્ચિત પૂર્ણ ભાવ મુખ પર

   તરવરી ઉઠે છે, અંત સમયે પરમ  શાંતિની આભા મુખમંડળને આવરીલે  છે, જો

   તેઓને પૂછવામાં આવે કે ‘જીવન કઈ રીતે જુદું અને સારું’ બનાવી શક્યા હોત?

    

   ૧. હું મારું જીવન સત્યતાથી ભરપૂર મારી ઈચ્છા

      પૂર્ણ જીવ્યો હોત. નહી કે અન્યને આશા મુજબ.

       દરેક માનવીની આ ભૂલ તેને ત્યારે સમજાય છે.

   કાંઈ કેટલાય સ્વપના અધુરાં રહી જાય છે. ચાલો તો આપણે હવે બની શકે તેટલાંને

   પૂરા કરવાનો  પ્રયાસ અત્યારથી શરૂ કરી દઈએ. પહેલું સુખતે જાતે નર્યા, યુક્તિ

   ટુંકમાં ઘણું સમજાવી જાય છે.

    

   2. શામાટે મેં આટલી બધી મહેનત કરી ? મારા

       બાળકોનું બાળપણ ન માણ્યું? જુવાનીમાં તેમનો

       સંગ ન અનુભવ્યો. વધારે પડતી પ્રવૃત્તિમાં ડૂબી

       સમય હંમેશા ઓછો અનુભવ્યો. ઘણી સુવર્ણ તકો

       હાથમાંથી સરી ગઈ. 

   3. મારી  લાગણીઓ પ્રત્યે વફાદારી કરી હોત.

      હંમેશા તેમને  ઉતી ડામી હતી, શામાટે?

      બીજાઓને રાજી રાખવા ?  પ્રતિભાવો તો

      સાંપડવાના.

    

     ૪. સ્વાર્થથી ભરપૂર જીવન, તે ગૌણ છે આ

      પળે સમજાયું. દેખાદેખીનું પરિણામ અસુંદર

      અંતે જાણ્યું.

    

      ૫. શામાટે  પ્રેમ આપવામાં કંજૂસાઈ કરી હતી.

           જે મફત હોય છે.

   મિત્રો વિચાર માગી લેતેવી વાત છે. જો યોગ્ય લાગે તો અપનાવો. ન લાગે તો

   વાંચી નાખો.

       

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

7 11 2013
Manvant Patel

THX dIDI…..M.

સરસ

8 11 2013
Navin Banker

આમાં મારે તો કાંઈ કહેવાપણું છે જ નહીં.

મેં તો જિન્દગીને મારી ઇચ્છા પ્રમાણે જ જીવી છે. સારી રીતે કે ખોટી રીતે. કોઇ જ અફસોસ નથી એનો.
પ્રભુની ઇચ્છા વગર તો પાંદડું યે હાલતું નથી ને ! તો. ..પ્રભુએ એમની ઇચ્છા પ્રમાણે જીવાડી તેમ જીવી લીધી..
સારું કે ખોટું- એ તો એક સિક્કાની બે બાજુઓ છે. તમે કઈ બાજુથી જુઓ છો એના પર આધાર છે.
આ બાબતમાં આપણા વિચારો વચ્ચે વિરોધાભાસ રહેવાનો જ, મને ખબર છે કે તમને અમુક બાબતો નથી ગમતી. તમારા સંસ્કારો અને ઘડતર પ્રમાણે તમે અમુક ——–

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: