ભૂતકાળની ભૂતાવળ

9 11 2013
mistake

mistake

આજે જ્યારે એ વાત યાદ આવે છે ત્યારે ભર ઉનાળામાં સારું બદન ઠંડીમાં

ઠરી જાય છે.  વાત માનવામાં  પણ નથી આવતી, આવું બન્યુ હતું. વાત

છે ૪૫ વર્ષ પહેલાંની. ભલે આટલી બધી ઝાકઝમાળ અને વૈજ્ઞાનિક શોધો

ન હતી. પણ ગામડાંના ગમાર પણ ન હતા. મુંબઈ શહેરમાં ચર્ચગેટ પર

રહેતી મારી લૉ કૉલેજની  બહેનપણી સોના અને હું હમેશા સાથે હોઈએ.

સાથે શાળાનો અભ્યાસ કર્યો. કૉલેજ બરાબર ચોપાટીના દરિયાની સામે.

અરે, તમે તો હોશિયાર છો. હા, એજ કૉલેજ તમે જે કહ્યું તે સાચું છે. જૂની અને

જાણિતી વિલ્સન કૉલેજ.

આ એ સમયની વાત છે જ્યારે માતા અને પિતા સારા ઘરનો મૂરતિયો

બતાવે ્જો પસંદ હોય તો હા, નહીતો ના. હા, ફરવા જવાના પ્રસંગો પણ

સાંપડે.  ૨૫ થી ૩૦ વર્ષના થઈએ અને જવાબ ન આપી શકીએ કે ‘હું હજી

તૈયાર નથી.’ ચર્ચગેટ પર ગવર્મેન્ટ લૉ-કૉલેજમાં ભણતાં. પહેલાં વર્ષની

પરીક્ષા આપીને  મારા લગ્ન થઈ ગયા. મારી બહેનપણી સોના બીજા વર્ષના

ડીસેમ્બરમાં પરણી. લગ્ન પછી તેણે પરીક્ષા આપી.  હું તો સંયુક્ત કુટુંબમાં

રહેતી હતી.

સોનાએ  સસરાજીના જુદા  ફ્લેટમાં સંસાર શરૂ કર્યો. બંને બાજુ બાજુમાં હતાં.

અમે દર રવીવારે સાથે ફરવા જઈએ. સિનેમા જોવા જઈએ. નવા પરણેલાંની

બધી મઝા માણતાં.

ચાલ, યાર લગ્નની બીજી વર્ષગાંઠ પર મહાબળેશ્વર જઈએ. સોના પાસે ગાડી હતી.

ડ્રાઈવર ચાર હતાં. ખૂબ મઝા કરી. સવારના સૂર્યોદય અને સાંજના સૂર્યાસ્ત જોવાની

મઝા માણતાં. સવાર સાંજ બે વાર લેકમાં બૉટિંગ કરવાનું . ત્યાંનો ટેબલ લેન્ડ ખૂબ

સરસ જગ્યા છે.  ઘોડે સવારી મને ખૂબ ગમતી. ત્યાંના ઘોડાના સાંઈ ખૂબ હોંશિયાર

હોય  છે.

મુંબઈના જાણી તમને લુંટે. મારે કહેવું પડે ‘ભૈયા હમ હર સાલ યહાં આતે હૈ. હમે ઉલ્લુ મત

બનાઓ. અચ્છા દામ બતાઓ વરના હમ દૂસરે ઘોડેવાલે કો ઢુંઢ લેંગે.’ સમજી જાય’ યહાં

દાલ નહી ગલેગી.’ એટલે વ્યાજબી ભાવે ફરવા લઈ જાય.  એ દિવસોની યાદ આજે પણ

મન પર તાજી છે.

અમે અઠવાડિયુ સાથે જલસા કર્યા. છેલ્લી રાતે સોના આવી બંને મિત્રો ગપ્પા મારતાં હતા.

એકદમ મને વળગીને રડવા માંડી. હું તો સડક થઈ ગઈ.

શું થયું સોના ?

લીના, શું કહું મારી મરજી નથી પણ તુષાર——-

અરે વાત તો કર.

મારે અને તુષારને લગ્નના હજુ બે વર્ષ થયા છે. મને ત્રીજો મહિનો———–

અરે, આ તો આનંદની વાત  છે.

ના, એ જ તો મુસિબત છે. તુષારને આટલું  જલ્દી બાળક નથી જોઈતું.

હવે, હું સમજી. સોના શું કહેવા માગે છે.

જો  સોના, આમાં હું તને કાંઈ ન કહી શકું. તુષાર નારાજ થાય એ તને નહી ગમે. વિચાર

કરી જો!  અમે માંડ ૨૨ વર્ષના હતાં. અમારી મમ્મીઓ સાથે એ જમાનામાં આવી વાતો

ન થાય. મોટેભાગે બહેનપણીઓ અંદર અંદર આવી વાતો કરીએ.

તેની મરજી જરા પણ ન હતી. અંતે તુષારની વાત  માની  “ગર્ભપાત” કરાવ્યો.  તે સમયે એવી

બુદ્ધિ નહતી કે આને ‘પાપ’ કહેવાય. ખરું પુછીએ તો  પતિ કહે તે કરવાનું. બાળપણ ખૂબ સુરક્ષિત

હતું . જેને કારણે દુનિયાદારીની આવી ગતાગમ ન પડે.  અમારી સરખામણીમાં પતિદેવો ખૂબ

હોંશિયાર હતાં. કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ ગર્ભપાત કરાવી દીધો. ત્રણેક દિવસ તેને

ઘ રે જઈ  મદદ કરી આવી.

પછી તો  નિયમિત જીંદગી ચાલુ થઈ.  હું બે સુંદર,  મજાનાં બાળકોની મા બની.  સોના ફરી ૧૦

વર્ષ પછી ગર્ભવતિ બની.  દીકરીનો જન્મ થયો.  ‘સુહાની’  ખરેખર ખૂબ સુહાની હતી.  ત્યાર પછી

તેને કદી બાળક ન થયા.  આજે તો તુષાર ૭૦નો અને સોના ૬૬ની છે.  બંને  જણા જ્યારે

ભૂતકાળમાં  સરી જાય છે ત્યારે ખૂબ અફસોસ  કરે છે.  તે સમયે આવી  ખોટી  બુદ્ધિ ન ચાલી

હોત તો કેવું સારું થાત  ! કદાચ આવનાર બાળક દીકરો પણ હોત?

ઈશ્વર માત્ર  તે જાણતો હતો !  સોનાને  ઘણી વખત  તે વિચારોથી હજુ પણ ગભરામણ થાય છે.

ભૂતકાળની ————————————-


ક્રિયાઓ

Information

7 responses

9 11 2013
Vinod R. Patel

કદાચ આવનાર બાળક દીકરો પણ હોત?

અબ પસ્તાયે ક્યા હોત હૈ જબ ચીડિયા ચુગ ગઈ ખેત !

આપના આ ભૂતકાળના સ્મરણની સત્ય ઘટના એક સરસ ટૂંકી વાર્તા

જેવી રસિક છે .જીવનની ઢળતી સાંજે ભૂતકાળના આવા સ્મરણો વાગોળવાની

પણ એક મજા છે જે તમે લીધી અને બધાને વહેંચી . ધન્યવાદ .

9 11 2013
Manibhai Patel

Bhutkalni bhutaval mani.Thodok afsos thayo.Sathe aanand pan thayo.Tamari juni vaat yaad aavi tethi khushi upaji.Aabhar.

9 11 2013
hemapatel

પ્રવિણાબેન, તદન સાચી વાત છે, એ સમય એવો હતો અત્યારની છોકરીઓની જેમ એ જમાનાની છોકરીઓ હોશિયાર હોવા છતાં તડફડ કરી શકતી ન હતી. હમેશાં પતિની આજ્ઞામાં રહે.પતિ અને પતિના પરિવારને પોતાનો ઘર સંસાર માને.અત્યારે સમય ઘણો બદલાઈ ગયો છે.

10 11 2013
pravinshastri

પ્રવીણાબહેન સરસ વાત કરી. સમય અને અને સામાજિક માન્યતાઓથી જીવન વિચિત્ર વળાંકો લેતું હોય છે. માનું છું કે આપણે સમવયસ્ક છીએ. કેટલુંક સામ્ય. પચાસ વર્ષ પહેલા લગ્ન પછી માથેરાનમાં ધોડેસ્વારી માણી હતી. અને અમારું અમારા કુટુંબનું પહેલું સંતાન સૌની વ્હાલી દીકરી છે. આપના બ્લોગની વાતો ગમે છે.
પ્રવીણ શાસ્ત્રી.

10 11 2013
Vipul Desai

પ્રવીણાબેન હવે સમય બદલાયો છે, હવે જુવાનીયા પતીએ પત્નીની વાત મને-કમને માનવી પડે છે. બીજો મુદ્દો એ એક પહેલું બાળક છોકરો હોત કે છોકરી એ કોઈ કહી ના શકતે, છોકરી પણ હોત! એ વાત બાજુએ મુકીએ અને ધારો કે છોકરો હોત અને કોઈ ખોડખાપણવાળો હોત તો આજે એમની શું હાલત હોત? ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે. હકીકતમાં આજે જુવો તો છોકરીઓ જ માં-બાપની સેવા કરે છે અને છોકરાઓ માં-બાપ કરતાં સાસુ-સસરાની સેવા વધુ કરે છે. છોકરા માં-બાપને બે શબ્દો બોલી નાખશે પણ સાસુ-સસરા પર કદી ગરમ નથી થતા( જાણે કે એમના ઉપર ગરમ થઇ ગયા તો આવી બન્યું). આ જનરલ વાત કરી છે, એમાં અપવાદો પણ ખરા. તમે સમાજમાં જો જો કે આજે નહી વર્ષોથી બધા છોકરાઓને સાઢુભાઈ જોડે સગાભાઈ કરતાં વધારે બને છે. અસલ કાકા-કાકી કરતાં છોકરાઓ મોસાળમાં વધારે જવાનું પસંદ કરતાં હતા.

11 11 2013
P.K.Davda

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવું કંઈ બનતું હોય છે. બાળપણમાં અમને એક કવિતા શીખવવામાં આવેલી,

“વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય”

12 11 2013
pravina

very true.
thanks

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: